Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 57
________________ પ્રશ્નકર્તા : શું ભૂલ થાય છે એમની ? દાદાશ્રી : એમનું ચારિત્રબળ નથી. એમણે ચારિત્રબળ કેળવવું જોઈએ. રાત્રે બરફ મૂકેલો હોય, તો સમજુ કે અણસમજુ બધાંને એની અસર ના લાગે ?! ઠંડક લાગ્યા કરે ને ?! એટલે ચારિત્રબળ જોઈએ. પણ આ તો પોતાનું ચારિત્રબળ નથી, એટલે આ લોકોએ શોધખોળ (!) કરેલી, ને પછી શિષ્ય પર ચિડાયા કરે. એનો અર્થ જ નહીં ને ! એ તો બિચારા છે જ એવા. લેવા આવ્યા છે, તેની જોડે કકળાટ ને ક્લેશ ના હોય !! અનુભવતી તો વાત જ જુદી ! પ્રશ્નકર્તા : પોતાને અનુભવથી જ્ઞાન પ્રાપ્ત થાય અને બીજો ઉપદેશ આપે ને જ્ઞાન પ્રાપ્ત થાય, એ બન્ને જરા સમજાવો. દાદાશ્રી : ઉપદેશનું તો, આપણે શાસ્ત્રમાં વાંચીએને, એના જેવું ઉપદેશ. પણ ઉપદેશકમાં જો કદિ વચનબળવાળો હોય કોઈ પુરુષ કે જેનો શબ્દ આપણી મહીં પેસી જાય અને તે નીકળે નહીં બાર-બાર મહિના સુધી, તો એ ઉપદેશની વાત જુદી છે. બાકી આ જેનો ઉપદેશ અહીંથી કાને પેઠો ને આ કાને નીકળી ગયો, એના ઉપદેશની કંઈ વેલ્યુ નથી. એ ને પુસ્તક બેઉ સરખા છે. જેનો ઉપદેશ ને જેના વાક્ય, જેના શબ્દો મહીં મહિના-મહિના સુધી ગુંજ્યા કરે એ ઉપદેશની ખાસ જરૂરિયાત ! એ અધ્યાત્મ વિટામિનવાળો ઉપદેશ કહેવાય. એ કો'ક ફેરો હોઈ શકે. પણ તે પોતે ચારિત્રવાળા હોવા જોઈએ, વ્યવહાર ચારિત્રવાળા ! શીલવાન હોવા જોઈએ, જેના કષાય મંદ થઈ ગયેલા હોવા જોઈએ. શબ્દો પાછળ કરુણા જ વહી ! બાકી, આ બધા જે ઉપદેશ બોલે છે કે “આમ કરો, તેમ કરો.” પણ એમના પગ ઉપર આવે તે ઘડીએ ચિડાઈને ઊભા રહે. આ તો ઉપદેશની વાતો કર્યા કરે છે. ખરી રીતે ઉપદેશ આપવાનો અધિકાર કોનો છે? જે ચિડાતો ના હોય, તેને આ બધો ઉપદેશ કરવાનો અધિકાર ! આ તો જરાક સામું કહ્યું તો તરત ફેણ માંડે, ‘મારા જેવો જાણકાર, હું આવો ને હું આવો !” તે ભ્રાંતિમાં જ બોલ બોલ કરે. ‘હું, હું, હું, હું.....’ તેથી સુધરતું નથી ને ! આ તો વીતરાગ માર્ગ કહેવાય. બહુ જ જોખમદારીવાળો માર્ગ ! એક શબ્દ પણ બોલવો બહુ જોખમદારીવાળી વસ્તુ છે. ઉપદેશકોને તો બહુ જોખમદારી છે અત્યારે. પણ લોકો સમજતા નથી, જાણતા નથી, તેથી આ ઉપદેશ આપે છે. હવે તમે ઉપદેશક છો કે નહીં, તે તમારી જાતને તપાસી જુઓ. કારણ કે ઉપદેશક આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી મુક્ત હોવો જોઈએ. શુક્લધ્યાન ના થયું હોય તો ય વાંધો નથી, કેમ કે ધર્મધ્યાનની વિશેષતા વર્તે છે. પણ પેલા બે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરતાં હોય, તો જોખમદારી પોતાની છે ને ! ભગવાને કહેલું છે કે જો ક્રોધ-માન-માયાલોભ તમારી પાસે સિલ્લક હોય, ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં. તેથી મારે કહેવું પડ્યું કે આ જે વ્યાખ્યાન બોલો છો, પણ ફક્ત સ્વાધ્યાય કરવાનો અધિકાર છે. ઉપદેશ આપવાનો અધિકાર છે નહીં. છતાં જો ઉપદેશ આપશો તો, આ ઉપદેશ કષાયસહિત હોવાથી ન જશો. સાંભળનાર નર્ક નહીં જાય. મારે જ્ઞાની થઈને કડક શબ્દો બોલવા પડે છે. એની પાછળ કેટલી કરુણા હશે ! જ્ઞાનીને કડક થવાની શી જરૂર ?! જેને અહર્નિષ પરમાનંદ, અહર્નિષ મોક્ષ વર્તે છે, એને કડક થવાની જરૂર શું હોય ?! પણ જ્ઞાની થઈને આવું કડક બોલવું પડે છે કે “ચેતતા રહેજો, સ્વાધ્યાય કરજો.’ લોકોને એવું કહેવાય કે ‘હું સ્વાધ્યાય કરું છું, તમે સાંભળો.” પણ કષાયસહિત ઉપદેશ ના અપાય. વચનબળ તો જોઈએ તે ! હું તમને ઉપદેશ આપ્યા કરું તો નહીં આવડે. પણ તમે મારું વર્તન જોશો તો સહેજે એ આવડી જશે. એટલે ઉપદેશ કશું ત્યાં ચાલે નહીં. આ તો વાણી નકામી જાય છે. છતાં પાછું આપણે ખોટું કહેવાય નહીં. એટલે કોઈનું ય ખોટું નથી. પણ એનો અર્થ કશોય નથી, બધું મિનિંગલેસ છે. જે બોલમાં કશું વચનબળ નથી, એને શું કહેવાય ?! એવું એને ચોખ્ખું કહીએ આપણે કે ‘તમારો બોલ જ ખોટો છે. નકામો કેમ જાય ?! તમારો બોલ મને ઉગવો જોઈએ. તમારો બોલ ઉગતો નથી.’ બોલ કેટલા વર્ષનો

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77