________________
છે ? જૂનો બોલ, તે ઉગે નહીં. વાણી પ્યૉર જોઈએ, વચનબળવાળી જોઈએ. આપણે કહીએ કે ‘તમારું વચન એવું બોલો કે જેથી મારી મહીં કંઈ થઈ જાય.” વચનબળ તો મુખ્ય વસ્તુ છે. મનુષ્યને વચનબળ ના હોય તો કામનું જ શું ?!
ગુરુ તો એનું નામ કહેવાય કે એ વાણી બોલેને, તે આપણને એની મેળે જ પરિણામ પામે એવી વચનબળવાળી હોય !! આ તો પોતે ક્રોધમાન-માયા-લોભમાં હોય ને આપણને ઉપદેશ આપે છે કે ‘ક્રોધ-માનમાયા-લોભ છોડો.’ તેથી આ બધો માલ બગડી ગયો ને ! સેકડે બે-પાંચ સારા હશે. વચનબળ એટલે મોંઢે બોલે એવું પેલાને થઈ જાય. હવે આવું વચનબળ ના હોય, તે શું કામનું ?
હું તો નાનો હતો ત્યારે એમ કહેતો હતો કે, ‘તમે જે ઉપદેશ કહો છો એવું તો પુસ્તક કહે છે. તો તમારામાં ને એમાં ફેર શું પડ્યો તે ?! એના કરતાં પુસ્તક સારું. તમને વળી આમ પગે લાગીને નમવું. તેના કરતાં પુસ્તક સારું. તમે કંઈ એવું બોલો કે મારે મહીં પરિણામ પામે, મારું ચિત્ત તેમાં રહ્યા કરે.” આ તો શું કહે છે ? “કરો, કરો, કરો, કરો.” આ ‘કરો ને શું કરું ?! થતું નથી મારાથી ને ઉપરથી પાછા ‘કરો, કરો કર્યા કરો છો ! એ તો વચનબળ જોઈએ, વચનબળ ! એ બોલે એટલું પેલાને થઈ જાય, તો એ ગુરુ કહેવાય. નહીં તો ગુરુ યે કહેવાય નહીં. જ્ઞાની પુરુષ તો મોક્ષ આપે. પણ ગુરુ ક્યારે કહેવાય ? વચનબળ હોય. કારણ કે એમના વચનમાં જૂઠ-કપટ એવું ના હોય. એમના વચનમાં વચનબળ હોય. તમને સમજાય છે હું શું કહું છું તે !!
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : બહુ ઊંડી વાત છે. પણ આ લોકોને શી રીતે સમજણ પડે તે ?! ચાલે છે દુકાનો. ચાલવા દો ને ! આપણે ક્યાં માથાકૂટ કરીએ ?! કાળને લઈને ચાલ્યા કરે છે.
બાકી, તમે જે કહો છો એ પુસ્તકમાં કહે છે. ત્યારે તમારામાં ને આમાં ફેર શો પડ્યો તે !! જો તમે જીવતાં કશું કરી શકતા ના હો, તો
એના કરતાં આ પુસ્તક સારું ! પાવર કંઈ હોય કે ના હોય ? ભલે મોક્ષનો પાવર ના હોય, પણ સંસાર વ્યવહારનો તો હોય ને ? વ્યવહારમાં પણ શાંતિ રહે એવું કંઈક બતાવો. તમને જો શાંતિ થયેલી હશે તો અમને થશે. તમને શાંતિ નહીં હોય તો અમને કેવી રીતે થાય તે ?!
પણ એ રીત શીખવો ! આ તો ગુરુ કહેશે, “મોરલ ને સિન્સીયર થા. બી મોરલ અને બી સિન્સીયર !” અલ્યા, મોરલ તું થઈને આવ ને ! તું મોરલ થઉં ને, એટલે તારે મને નહીં કહેવું પડે. મોરલ થઈને મને કહે તો હું મોરલ થઈ જઈશ. તને દેખતાંની સાથે મોરલ થઈ જઈશ. જેવું જોઈએ, એવું આપણે થઈ જ જઈએ. પણ એ પોતે જ થયો નથી ને !
મારામાં વીતરાગતા હોય તે તમે જુઓ, ને એક ફેરો જોઈ લઈએ તો પછી થાય. કારણ કે હું તમને કરી બતાવું છું, માટે તમને એડજસ્ટ થઈ જાય. એટલે હું પ્યૉર હોઉં તો જ માણસ પ્યૉર થઈ શકે ! એટલે પ્યૉરિટી કમ્પ્લિટ હોવી જોઈએ !!
હું તમને “મોરલ થાવ’ એમ કહે કહે નથી કરતો, પણ “મોરલ કેમ થવાય’ તે કહું છું. હું એવું કહેતો જ નથી કે ‘તમે આમ કરો, સારું કરો કે આમ થાવ.” હું તો ‘મોરલ કેમ થવાય’ તે કહું છું, રસ્તો બતાવું છું અને જ્યારે લોકોએ શું કરેલું ? “આ રકમ અને આ જવાબ.” અલ્યા, રીત શીખવાડ ને ! રકમ ને જવાબ તો ચોપડીમાં લખેલાં જ છે પણ એની રીત શીખવાડ ને ! પણ રીત શીખવાડનારો કોઈ નીકળ્યો નથી. રીત શીખવાડનારો નીકળ્યો હોત તો આ દશા હિન્દુસ્તાનની હોત નહીં. હિન્દુસ્તાનની દશા તો જુઓ આજે ! કેવી દશા થઈ ગઈ છે !!!
સાચા ગુરુતા ગુણો પ્રશ્નકર્તા : મારે કેવી રીતે જાણવું કે મારા માટે સાચા ગુરુ કોણ
દાદાશ્રી : જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં અને બોડીના ઓનરશિપ ના