Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 59
________________ હોય. ઓનરશિપવાળા હોય તો. એ માલિકીવાળા ને આપણે ય માલિકીવાળા, બેઉ અથડાય ! તો કામ ના થાય. પછી આપણા મનનું સમાધાન કરે, એ આપણા ગુરુ. એવાં ના મળે તો બીજા ગુરુ શું કરવાના છે ? એ ગુરુ તો આપણને બધી રીતે હેલ્પ કરે એવાં જોઈએ. એટલે આપણને દરેક બાબતમાં હેલ્પ કરે. પૈસાની મુશ્કેલીમાં ય હેલ્પ કરે. જો ગુરુ મહારાજ પાસે હોય તે એ કહે, ‘ભઈ લઈ જા, મારી પાસે છે.” એવું હોવું જોઈએ. ગુરુ એટલે એ હેમ્પિંગ, માબાપ કરતાં વધારે આપણી એ કાળજી રાખે, તો એને ગુરુ કહેવાય. આ તો લોકો પડાવી લે છે. પાંચપચાસ-સો રૂપિયા પડાવી લે ! પારકાંને માટે જીવન જીવતા હોય એવાં ગુરુ હોવા જોઈએ ! પોતાના સારુ નહીં ! પછી ગુરુ જરા શરીરે સુદ્રઢ હોવાં જોઈએ. જરા દેખાવડા હોવાં જોઈએ. દેખાવડા ના હોય તો ય કંટાળો આવે. ‘આમને ત્યાં અહીં આવીને બેસવાનું ક્યાં થયું ? પેલા બીજા ગુરુ કેવા સરસ રૂપાળા હતા ?!” એવું કહે ! એવું બીજાની જોડે સરખામણી ના કરવાના હોય તો જ ગુરુ કરજો. ગુરુ કરો તો સાચવીને કરજો. બાકી, ગુરુ કરવા ખાતર કરવા એવું જરૂરી નથી ! અને એમનામાં તો સ્પૃહા ના હોય અને નિસ્પૃહતા ય ના હોય. નિઃસ્પૃહ ના હોય તો કોઈ સ્પૃહા છે એમને ? ના, એમને તમારા પૌગલિક બાબતમાં એટલે ભૌતિક બાબતમાં નિઃસ્પૃહ છે એ પોતે અને આત્માની બાબતમાં સ્પૃહાવાળા છે. હા, સંપૂર્ણ નિઃસ્પૃહ નથી એ ! ગુરુને કશું જોઈતું ના હોય એવા જોઈએ. લક્ષ્મી ના જોઈતી હોય અને વિષય ના જોઈતા હોય, બે ના જોઈતા હોય. પછી કહીએ કે “આ તમારા પગ દબાવીશું, માથું દબાવીશું.” પગ દબાવવામાં વાંધો નહીં આપણે. પગ દબાવીએ, સેવા કરીએ. મોક્ષને માર્ગે તો એમના ગુરુ આત્મજ્ઞાની હોવાં જોઈએ. તે આત્મજ્ઞાની ગુરુઓ છે નહીં, એટલે બધો કેસ બફાયો છે. ત્યારે કહેવાય ગુરુ મળ્યા ! એટલે હું તો કોઈનું સાંભળતો જ નહોતો. કારણ કે એમનામાં બરકત દેખાતી નથી, એમના મોઢાં પર તેજ નથી દેખાતું, એમનાથી પાંચ માણસ સુધર્યા હોય તો મને દેખાડો કે જેનામાં ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ગઈ હોય કે મતભેદ ઘટ્યો હોય. પ્રશ્નકર્તા : ગુરુ સાચા મળ્યા છે કે નહીં, એ જાણવાની શક્તિ આપણી કેટલી ? દાદાશ્રી : બૈરી જોડે મતભેદ જાય તો જાણવું કે ગુરુ મળ્યા છે એને. નહીં તો આ તો બૈરી જોડે ય મતભેદ થયા જ કરે. રોજ ઝઘડા ને ઝઘડા ચાલ્યા જ કરે એની મેળે. જો ગુરુ મળ્યા ને કંઈ ફેરફાર લાંબો થયો નહીં, તો કામનું જ શું તે ?! આ તો ક્લેશ જતો નથી, નબળાઈ જતી નથી અને કહે છે કે “મને ગુરુ મળ્યા છે.' આપણા ઘરનો ક્લેશ જાય, કંકાસ જાય, એનું નામ ગુરુ મળ્યા કહેવાય. નહીં તો ગુરુ મળ્યા જ શી રીતે કહેવાય ?! આ તો એના પક્ષનો પાણો ચઢાવે કે “આપણે આ પક્ષના છીએ.’ એમ એ પક્ષનો પાણો ચઢાવે અને ગાડું ચલાવે. અહંકાર આ બાજુનો હતો, તે આ બાજુનો વાળે. આપણને છ જ મહિના સાચા ગુરુ મળ્યા હોય, તો ગુરુ એટલું તો શીખવાડે જ કે જેનાથી ઘરમાંથી ક્લેશ જતો રહે. ઘરમાંથી જ એકલો નહીં, મનમાંથી હઉ ક્લેશ જતો રહે. મનમાં કલેશિતભાવ ના થાય ને જો ફ્લેશ થતા હોય તો એ ગુરુને છોડી દેવાના. પછી બીજા ગુરુ ખોળી કાઢવા. બાકી, ચિંતા-ઉપાધિ થાય, ઘેર મતભેદ થાય, એ બધાં જ ગૂંચવાડા ના ગયા હોય તો એ ગુરુ કામના શું ?! એ ગુરુને કહીએ કે, ‘હજુ મને ગુસ્સો આવે છે. ઘરમાં, મારે તો છોડી-છોકરાં જોડે ચિડાઈ જવાય છે, તે બંધ કરી દો. નહીં તો પછી આવતે વર્ષ કેન્સલ કરી દઈશ.” ગુરુને આવું કહેવાય કે ના કહેવાય ? તમને કેવું લાગે છે ?! નહીં તો આ તો ગુરુઓને ય “મીઠાઈ’ મળ્યા કરે છે નિરાંતે, હપ્તા મળ્યા જ કરે છે ને ! એટલે

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77