________________
છો ? ના અનુકૂળ આવ્યું ને જતા રહ્યા એ શ્રદ્ધા કહેવાય ? તમને કેમ લાગે છે ? શ્રદ્ધા એટલે તો, સોંપી દીધું બધું !!
“અહી” શ્રદ્ધા આવે જ ! અને હું એમ નથી કહેતો કે “મારી પર તમે શ્રદ્ધા રાખો.’ કારણ કે હું શ્રદ્ધા રખાવનારો માણસ જ ન્હોય. આ પચાસ હજાર માણસ આવતું હશે તો અમારી વાત માટે શ્રદ્ધા રાખવાની ના પાડીએ છીએ. બધાંને કહીએ છીએ કે અમારો અક્ષરે ય માનશો નહીં, શ્રદ્ધા અમારી પર રાખશો નહીં. તમારો આત્મા કબૂલ કરે તો જ અમારી વાત સ્વીકાર કરજો. નહીં તો અમારે સ્વીકાર કરાવવો એવું કશું નથી.
અમારી વાણીથી એને શ્રદ્ધા જરૂર બેસે. કારણ કે સત્ય વસ્તુ જાણવાની મળે એટલે શ્રદ્ધા બેસે, એ પછી જાય નહીં. આ તો સત્ય સાંભળવાનું મળ્યું નથી, માટે શ્રદ્ધા બેસતી નથી. અને સત્ય સાંભળવાનું મળે એટલે શ્રદ્ધા બેસ્યા વગર રહે જ નહીં. આપણે ના કહીએ તો ય શ્રદ્ધા બેસી જાય. કારણ કે સાચી વાત તો માણસ છોડવા તૈયાર નથી, ગાળ ભાંડો તો ય. તમે ‘શ્રદ્ધા નહીં રાખવાનું નક્કી કરો ને, તો પણ પાછી શ્રદ્ધા અહીં ને અહીં જ આવે. તમે કહો કે ‘આપણું હતું તે શું ખોટું હતું ?” પણ તો ય શ્રદ્ધા અમારી પર પાછી આવે જ. અને તેથી જ એના કેટલાંય કાળની શ્રદ્ધા, અનંત અવતારની શ્રદ્ધા એકદમ તોડી નાખવા તૈયાર થઈ જાય છે. શાથી ? એને એમ શ્રદ્ધા જ બેસી જાય છે કે આ અત્યાર સુધી સાંભળેલુંજાણેલું બધું ખોટું નીકળ્યું. અત્યાર સુધી સાંભળેલું ખોટું ઠરે, ત્યારે આપણને એમ ના લાગે કે આ તો અત્યાર સુધીની મહેનત બધી નકામી જાય છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કારણ કે સાચી વાત પર શ્રદ્ધા ચોંટે છે. ચોંટ્ય જ છૂટકો ને !
આંતરા, અટકાવે શ્રદ્ધા ! છતાં ય કેટલાંક લોકોને શ્રદ્ધા નથી આવતી, એનું શું કારણ ?
કારણ કે પોતે ઉપરથી પડદા ગોઠવેલા છે. ફક્ત આ લોભિયા શેઠિયાઓને અને આ અહંકારી જાણકારોને શ્રદ્ધા ના આવે. બાકી, આ મજુરોને તો તરત શ્રદ્ધા આવી જ જાય. કારણ કે મજૂરોમાં જાણપણાની તૉરી ના હોય અને બેન્કનો લોભ ના હોય. એ બે ના હોય તેને ઓળખાઈ જ જાય. આ બે રોગને લીધે તો અટક્યું છે. લોકોને “ “હું જાણું છું” તેના અંતરાય નાખ્યા છે. નહીં તો જ્ઞાની પુરુષ પર તો સહેજે શ્રદ્ધા બેસે. આ તો પોતે આંતરા કરેલા, પાર્ટીશન વોલ મૂકેલી એટલે ! ને આ તો હોશિયાર, લોકોને (!) કંઈ કાચા ના પડે, પરફેક્ટ થયેલા હોય.
અને મારો શબ્દ દરેક માણસ, જે દેહધારી મનુષ્ય છે અને જેને સાધારણ બુદ્ધિની સમજ છે, બુદ્ધિ ડેવલપ થયેલી છે, તેને અવશ્ય કબૂલ કરવો જ પડે. કારણ કે મારો શબ્દ આવરણ ભેદી છે, તે બધાં આવરણને તોડીને આત્માને જ પહોંચે છે. આત્માનો આનંદ ઊભો કરે એવું છે. એટલે જેનામાં આત્મા છે, એ પછી વૈષ્ણવ હો કે જૈન હો કે ગમે તે, જે મારી આ વાત સાંભળશે, એને શ્રદ્ધા બેસવી જ જોઈએ. છતાં આડાઈ કરવી હોય, જાણી-જોઈને ઊંધું બોલવું હોય તે જુદી વસ્તુ છે. આડા હોય ને ? સમજે-જાણે તો ય આડું બોલે ને ?! હિન્દુસ્તાનમાં આડા ખરા લોકો ? તમે જોયેલા ?
પ્રશ્નકર્તા : મોટા ભાગના એવાં જ.
દાદાશ્રી : એ આડાઈ કાઢવાની છે. કોઈ જાણી-જોઈને મતભેદ પાડે તો હું એને મોંઢે કહ્યું કે ‘તમારો આત્મા કબૂલ કરે છે, પણ તમે આડું બોલો છો આ.” એવું હું કહું ત્યારે પાછો પેલો સમજે ને કબૂલ કરે કે પોતે આડું બોલે છે. કારણ કે આવું બોલ્યા વગર રહે નહીં ને ! શાથી આડું બોલે ? માલ ભરેલો એણે, આડાઈ કરવાનો માલ ભરેલો હોય. એટલે જેનું પુણ્ય આડું હોય, એને શ્રદ્ધા ના બેસે. બાકી, જ્ઞાની પુરુષ તો શ્રદ્ધાની મૂર્તિ કહેવાય.
શ્રદ્ધાતી પ્રતિમા જ્ઞાતી ! જ્ઞાની પુરુષ એવા હોય કે જે મૂર્તિ જોતાં જ શ્રદ્ધા બેસી જાય. શ્રદ્ધા