________________
ગુરુનો ય દોષ કાઢે ! એટલી બધી તો તેમની ‘એલર્ટનેસ’ !!!
અમે ‘ગેરેન્ટી’ આપીએ છીએ કે કોઇ પણ ગાંડો ગુરુ કરો અને જો આખી જિંદગી એને નભાવો તો મોક્ષ ત્રણ અવતારમાં થાય એવું છે. ગુરુ પણ જીવતો હોવો જોઇએ. તેથી તો આ લોકોને એ ના પોષાયું ને મૂર્તિ મૂકવામાં આવી.
એટલે મારું શું કહેવાનું છે કે પોતાનું ડીસાઈડ કરેલું આવું ના તોડી નાખો. ગુરુ કરવા એ કંઈ જેવી તેવી વાત નથી. નહીં તો ગુરુ કરો તો બરાબર તપાસ કરીને કરો.
નહીં તો ઘડાતે બતાવો ગુરુ ! પ્રશ્નકર્તા : પણ જ્યારે ગુરુ કર્યા હોય ને, ત્યારે એમને પૂરી સમજણ ના હોય.
દાદાશ્રી : અને આ સમજણનો કોથળો (!) થયો એટલે હવે ગુરુને નઠારો કહેવો?! એના કરતાં આ ભીમ હતો ને, એ ભીમની રીત પકડવી. બીજા ચાર ભાઈઓની રીત ના પકડવી આપણે. કારણ કે કોઈ ગુરુ પાસે નમસ્કાર કરવાનું થાય એટલે ભીમને ટાઢ છૂટે, અપમાન જેવું લાગે. એટલે ભીમે શું વિચાર્યું ? કે “આ ગુરુઓ મને પોષાતા નથી. આ બધા મારા ભાઈઓ બેસે છે એમને કશું થતું નથી અને હું તો જોઉં છું ને મારો અહંકાર કૂદાકૂદ કરે છે. મને ઊંધા વિચાર આવે છે. મારે ગુરુ તો કરવા જ જોઈએ. ગુરુ વગર મારી દશા શું થાય ?” એણે રસ્તો શોધી કાઢ્યો.
એક માટીનો ઘડો હતો, તે જમીનની અંદર ઊંધો દાટ્યો અને ઉપર કાળો રંગ કર્યો અને લાલ અક્ષરમાં લખ્યું કે “નમો નેમીનાથાયઃ'. શ્યામ નેમીનાથ કાળા હતા, એટલે બ્લેક રંગ કર્યો ! અને પછી એની ભક્તિ કરી. હા, એ ગુરુ અને પોતે શિષ્ય !
અહીં આગળ ગુરુ પ્રત્યક્ષ આંખે દેખાય નહીં. અને પેલા પ્રત્યક્ષ આગળ એને શરમ આવતી હતી અને નમસ્કાર ના કરે અને અહીં ઘડો
ઊંધો દાટીને દર્શન કર્યા, એટલે ભક્તિ ચાલુ થઈ ગઈ, તો ય ફળ મળ્યા કરે. કારણ કે પોઈઝન થવાનું નહીં. અહીં યે જો ઉછાળો આવતો હોય ને, તો તમારું કલ્યાણ થઈ જાય !
એટલે સવાર થાય, સાંજ થાય કે ભીમ ત્યાં બેસી જાય. તે આ ગુરુ સારા કે કોઈ દહાડો રીસ તો ચઢે નહીં આપણને, ભાંજગડ તો નહીં. રીસ ચઢે ત્યારે ઘડો ઉખેડી નાખવો. અને પેલી મનુષ્યની ઉપર તો શ્રદ્ધા બેઠેલી, તે તો મારી જ નાખે. કારણ કે મહીં ભગવાન રહેલા છે. પેલા ઘડા પર તો ખાલી આરોપણ જ છે, આપણે ભગવાનનો આરોપ કર્યો છે.
પ્રશ્નકર્તા : ઘડાને ગુરુ કર્યા તો ય લાભ મળ્યો ?
દાદાશ્રી : લાભ થાય જ ને, પણ એને ! આમ સીધી રીતે ના કર્યું. પણ અવળી રીતે ય કર્યું ને ! નેમીનાથ ભગવાનને નમસ્કાર કર્યા ને ! ત્યારે એ તો એવું છે કે, અહીં આવડા આવડા નાના છોકરાં હોય છે, તેનાં માબાપ એમ કહે છે કે ‘દાદાજીને જે' જે’ કર.” પણ બાબો જે’ જે' નથી કરતો. પછી જ્યારે બહુ કરે, તો છેવટે આમ પાછળ રહીને, ફરીને જે' જે” કરે. એ શું સુચવે છે ? અહંકાર છે એ બધો ! એવી રીતે ભીમને પણ અહંકાર, એટલે આવી રીતે ઘડો કરીને પણ કરે છે. છતાં લાભ તો ચોક્કસ થાય છે એને. હા, પણ ખરેખરું ચાલ્યું ! તે દહાડે નેમીનાથ ભગવાન જીવતા હતા.
પ્રશ્નકર્તા : એટલે એ પ્રત્યક્ષ હતા ! દાદાશ્રી : હા, એ પ્રત્યક્ષ હતા. પ્રશ્નકર્તા : એટલે સરવાળે તો એમને ભયા.
દાદાશ્રી : હા, પણ એ નામથી ને સ્થાપનાથી ભજ્યા નેમીનાથ ભગવાનને !
પ્રશ્નકર્તા : પણ ઘડાને આપણે ગુરુ કરીએ, તો એ જડ પદાર્થ થઈ ગયો ને ?
દાદાશ્રી : એવું છે ને, આ દુનિયામાં જે આંખે દેખાય છે એ બધું