________________
સતપાત, તો ય એ જ દ્રષ્ટિ ! જ્ઞાની પુરુષ કે ગુરુ કે કોઈને પૂજ્યા હોય, એ પછી જો કદી એમને સનેપાત થયો હોય ને, તો એ બચકાં ભરે, મારે, ગાળો ય ભાંડે, તો ય એમનો એક દોષ ના જોવાય. સનેપાત થઈ ગયો હોય તો, ગાળો ભાંડે તો, ત્યાં કેટલા માણસ ધીરજ પકડે એવી ?! એટલે સમજણ જ નથી એવી. એ તો છે એના એ જ છે પણ આ તો પ્રકૃતિનો ચેંજ છેગમે તેને ય. પ્રકૃતિ તો સનેપાત થતાં વાર ના લાગે ને ! કારણ કે આ શરીર શેનું બનેલું છે ? કફ, વાયુ ને પિત્તનું બનેલું છે. મહીં કફ, વાયુ ને પિત્તે જરા ઉછાળો માર્યો કે થઈ ગયો સનેપાત !
ગુરુ એ પાંચમી ઘાતી ! આજના આ પાંચમા આરાના જીવો બધા છે તે કેવા છે ? પૂર્વ વિરાધક જીવો છે. એટલે ગુરુમાં જો પ્રકૃતિના દોષે કરીને ભૂલચૂક થઈ જાય તો અવળું દેખે ને લોક વિરાધના કરી નાખે. તો ગુરુ કર્યા પછી જો વિરાધના કરવાના હો, તમારી નબળાઈ જ ઊભી થવાની હોય તો ગુરુ કરશો નહીં. નહીં તો ભયંકર દોષ છે. ગુરુ કર્યા પછી વિરાધના ના કરશો. ગમે તેવા ગુરુ હોય તો ઠેઠ સુધી એની આરાધનામાં જ રહેજો. આરાધના ના થાય તો વિરાધના તો અવશ્ય ના કરશો. કારણ કે ગુરુની ભૂલ જોવી એ પાંચમી ઘાતી છે. તેથી તો એવું શીખવાડે છે કે, ‘ભાઈ, જો ગુરુ એ પાંચમી ઘાતી છે. એટલે ગુરુની જો ભૂલ દેખાઈ તો તું માર્યો ગયો જાણજે.”
એક માણસ આવેલો કહે છે મને ગુરુએ કહેલું કે, જતો રહે અહીંથી, હવે અહીં અમારી પાસે આવીશ નહીં. ત્યારથી મને ત્યાં જવાનું મન નથી થતું.
ત્યારે મેં એને સમજણ પાડી કે ના જાય તો ય વાંધો નથી પણ છતાંય ગુરુની માફી માંગી લેજે ને ! માફી માગી લે એ અહીંથી, આ દુનિયાથી છૂટો થાય. મોંઢે તો માફી માગી લીધી. હવે મનથી માફી માગી લેવાની ને આ કાગળમાં જે લખી આપ્યું છે તે પ્રમાણે પ્રતિક્રમણ ઘેર
કર્યા કરજો. તે પ્રતિક્રમણ વિધિ પછી લખી આપી.
તે જે ગુરુ કર્યા છે, તેની નિંદામાં ના પડીશ. કારણ કે બીજું બધું ઉદયકર્મને આધીન છે. માણસ કશું કરી શકતો જ નથી. હવે વાંધો ના ઉઠાવવો તે ય ગુનો છે ! પણ વાંધો વીતરાગતાથી ઊઠાવવાનો છે, આવું એની પર ધૂળ ઉડાડીને નહીં. ‘આમ ના હોવું ઘટે” કહેવાય, પણ ઉપલક ! કારણ કે તે તો ઉદયકર્મનાં આધીન છે. હવે એનો દોષ કાઢીને શું કાઢવાનું ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : પછી ગુરુનો જે ઉપકાર છે અને માનવો જોઈએ. કારણ કે એણે તમને આ બાઉન્ડ્રીની બહાર કાઢ્યા, એ ઉપકાર ભૂલશો નહીં. જે ગુરુ આટલો ગુણ કર્યો હોય, એમના ગુણ કેમ કરીને ભૂલાય ? માટે એમને ત્યાં જવું જોઈએ. અને ગુરુ તો રાખવા ને એક ગુરુ કર્યા પછી તે ગુરુ માટે જરાય ભાવ બગાડવો ના જોઈએ. એટલું સાચવવું જોઈએ, બસ.
અવળું પણ ન વિચારાય ગુરુતું ગુરુ છે તે શિષ્યને જરાક કહે કે “તારામાં અક્કલ નથી', તો શિષ્ય જતો રહે. અપમાન લાગે એટલે જતો રહે. ત્યાં તો એ સામો થઈ જાય કે તમારું મગજ તો ચાલતું નથી ને મારી જોડે ગુરુ થઈ બેઠા છો ? એવું કહે એટલે ઊલટું ખોટું થાય !
કાલે પગે લાગતો હોય ને આજે ઢેખાળા મારે છે ? પગે લાગ્યો છે તેને કદી ના મરાય. જો મારવાનો હોય તો ફરી પગે લાગીશ નહીં !
ગુરુ કહેશે, તમારે અગિયાર વાગે અહીંથી ક્યાંય જવાનું નહીં. પછી મહીં મન કુદાકુદ કરે તો યે નહીં જવાનું. એવાં કો’ક ખરા, મહીં ગુરુ ગમે તેમ વતે પણ એ આધીન રહે. પણ અત્યારના ગુરુનું આધીનપણું રહે છે, તેમાં તે ગુરુ પણ એટલા બધા કાચા ને નબળા છે કે શિષ્ય પછી કંટાળી જઈને કહેશે કે “આ બરક્ત વગરના ગુરુ મળ્યા છે !” એવું એક જ ફેરો બોલે ને તે બધું કર્યું-કરાવ્યું દૂર થઈ જાય !