________________
ગુરુ-શિષ્ય
ના પડશો. સામાવાળિયા ના થવું. જેને તમે પૂજતા હતા, જેના તમે ફોલોઅર્સ હતા, તેના જ સામાવાળિયા થયાં ? તો મારી શી દશા થશે ? એ ગુરુપદ ના જવું જોઈએ, એને બીજી દ્રષ્ટિથી ના જોશો. પણ આજ તો કેટલાં જણ બીજી દ્રષ્ટિથી ના જુએ ?!
૩૯
પૂજ્યતા ન તૂટે, એ જ સાર !
એવું છે ને, ચાલીસ વર્ષથી જે આપણા ગુરુ હોય અને એ ગુરુને આવું થાય, તો ય આપણામાં કંઈ ફેરફાર ન થવા દેવો. આપણે એ જ દ્રષ્ટિ રાખીએ, જે દ્રષ્ટિથી પહેલા જોયેલા તે જ દ્રષ્ટિ રાખીએ. નહીં તો આ તો ભયંકર અપરાધ કહેવાય. અમે તો કહીએ છીએ કે ગુરુ કરો તો સાવચેતીથી કરજો. પછી ગાંડાઘેલા નીકળે તો ય તારે એમનું ગાંડાયેલાંપણું નહીં જોવાનું. જે દહાડે તેં કર્યા હતાં એ જ ગુરુ પછી જોવાના. હું તો એમને પૂજ્યા પછી, એ મારે-ઝૂડે અથવા એ દારૂ પીતા હોય, માંસાહાર કરતા હોય તો યે એની પૂજા ના છોડું. કારણ કે મેં જે જોયા હતા, તે જુદા હતા અને આજે આ કોઈ પ્રકૃતિના વશ થઈને જુદું વર્તન થાય છે પણ પોતાની ઇચ્છાની વિરુદ્ધ છે આ, એવું સમજીએ તરત. આપણે એક ફેરો હીરો પાસ કરીને લીધો ને પછી શું ? એ છે તે પાછો કાચ થઈ જાય ? એ તો હીરો જ છે.
એના ઉપરથી હું દાખલો આપું. અમે જાતે એક ઝાડ રોપ્યું હોય અને ત્યાં આગળ અમારે જ રેલ્વે નાખવાની હોય ને એ ઝાડ રેલ્વેની વચમાં આવતું હોય ને જો કાપવાનો પ્રસંગ આવે, તો હું કહું કે મેં રોપેલું છે, મેં પાણી પાયેલું છે, માટે રેલ્વે ફેરવો પણ ઝાડ ના કપાવું જોઈએ. એટલે એક મહારાજને હું પગે લાગ્યો હોઉં તો એ ગમે તે કરે તો ય મારી દ્રષ્ટિ હું ના બગાડું. કારણ કે એ તો કર્માધીન છે. જે દેખાય છે એ બધું ય કર્માધીન છે. હું જાણું કે આમને કર્મના ઉદય ફરી વળ્યા છે. એટલે બીજી દ્રષ્ટિથી ના જોવાય આવું તેવું. જો ઝાડ કાપવું હતું તો ઉછેરવું નહોતું અને ઉછેરવું છે તો કાપીશ નહીં. આ અમારો સિદ્ધાંત પહેલેથી ! તમારો સિદ્ધાંત શું છે ? વખત આવે તો કાપી નાખવું હડહડાટ ?!
એટલે જેને પૂજીએ એને ખોદી ના નાખશો, નહીં તો પછી જેને
८०
ગુરુ-શિષ્ય
પૂજ્યા, ચાલીસ વર્ષથી પૂજ્યા ને એકતાલીસમેં વર્ષે ઉડાડી મૂકીએ, કાપી મૂકીએ, તો ચાલીસ વર્ષનું તો ગયું ને ઉપરથી દોષ બંધાયા.
તમે જે' જે' કરશો નહીં ને કરો તો પછી એમના પ્રત્યેની પૂજ્યતા તૂટવી ના જોઈએ. એ ન તૂટે એ જ આ જગતનો સાર છે !! આટલું જ સમજવાનું છે.
આમાં દોષ કોતો ?
પ્રશ્નકર્તા : પણ આ જગતમાં જે વસ્તુને આપણે પૂજ્ય માનીએ, એ જ્યાં સુધી આપણા અનુરૂપ થાય ત્યાં સુધી સંબંધ રહ્યો અને થોડુંક પેલાના તરફથી કંઈક અવળું થયું કે આપણો સંબંધ બગડ્યો !
તે
દાદાશ્રી : હા, તે ધૂળધાણી થઈ જાય. બગડે એટલું જ નહીં, પણ સામાવાળિયો થઈને બેસે.
પ્રશ્નકર્તા : પેલા તરફનો જે ભાવ હતો, એ બધો ઉડી ગયો. દાદાશ્રી : ઉડી ગયો અને ઉપરથી સામાવાળિયો થયો ! પ્રશ્નકર્તા : ત્યારે આમાં કોનો વાંક ?
દાદાશ્રી : જેને અવળું દેખાય ને, તેનો દોષ ! અવળું છે જ નહીં કશું આ જગતમાં. બાકી, જગત તો જોવા-જાણવા જેવું જ છે, બીજું શું ? અવળું ને સવળું તમે કોને કહો છો ? એ તો બુદ્ધિ મહીં લપડાકો મારે છે.
પ્રશ્નકર્તા : પણ અવળું ને સવળું જોનારનો દોષ છે, એમ તમે કહો છો ને ?!
દાદાશ્રી : હા, એ બુદ્ધિનો દોષ છે. આપણે સમજવું જોઈએ કે આ ‘અવળું-સવળું’ બુદ્ધિ દોષ કરાવે છે. તે આપણે એનાથી છેટા રહેવું જોઈએ. બુદ્ધિ છે ત્યાં સુધી એવું કરે તો ખરી, પણ આપણે સમજવું જોઈએ કે આ કોનો દોષ છે ! આપણી આંખથી અવળું જોવાઈ જતું હોય તો આપણને ખબર પડે કે આંખથી આવું જોવાયું !!