Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 37
________________ ગુરુ-શિષ્ય પ્રશ્નકર્તા : અમારા પક્ષની વાત છે આ. દાદાશ્રી : હા, તમારે એવું કહેવું જોઈએ કે, “સાહેબ, તમે તો બળવાન છો ને હું તો નિર્બળ છું. આ હું તો તમે કહો એ કરવા તૈયાર છું. બાકી મારું ગજું જ નહીં, એટલે તમે જ કરી આપો અને જો ના કરી આપતા હોય તો હું બીજી દુકાને જઉં. તમારામાં બરકત હોય તો કહી દો અને બરકત ના હોય તો કહી દો, તો હું બીજી દુકાને જઉં. આપનાથી અશક્ય હોય તો હું બીજી જગ્યાએ જઉં, બીજા ગુરુ કરું.’ એટલે ગુરુ કોનું નામ કહેવાય ? કંઈ કરવાનું ના કહે, એનું નામ ગુરુ ! આ તો રસ્તે ચાલતા ગુરુ થઈ બેઠા છે. પાછાં કહેશે, ‘પંગું લંઘયતે ગિરીમ્” અરે આવું કહો છો, પણ અમને તમે તો કહો છો કે ‘તું ચાલ.” તમે જ તો મને કહો છો કે “મને તારે ખભે બેસાડી દે.” ગુરુ શું કહે છે ? મને ખભે બેસાડી દે.” “અરે હું પાંગળો અને તમે મારે ખભે બેસવાનું કહો છો ?” આ વિરોધાભાસ ના કહેવાય ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે શિષ્ય કશી તસ્દી નહીં લેવાની, તસ્દી ગુરુએ જ બધી લેવાની ? દાદાશ્રી : હા, ગુરુએ જ કરવાનું. તમારે જો કરવાનું હોય તો તમારે એમ કહેવું જોઈએ, ‘ત્યારે સાહેબ, તમારે શું કરવાનું ? કહો. જો તમારે કશું કરવાનું નહીં ને આ હુકમ જ કરવાનો હોય, તો એનાં કરતાં હું મારે ઘેર મારી વાઈફનો હુકમ માનીશ. વાઈફે ય પુસ્તકમાં જોઈને કહેશે ! તમે ય જો પુસ્તકમાં જોઈને, શાસ્ત્રમાં જોઈને કહો છો, તો એ ય પુસ્તકમાં જોઈને કહેશે. “આમ કરો’ કહેવાથી નહીં ચાલે. તમે કંઈક કરવા લાગો. મારાથી ના થાય એ તમે કરો, ને તમારાથી ના થાય એ અમે કરીએ. એવું વહેંચણ કરી લો.” ત્યારે પેલા ગુરુઓ શું કહે ? “અમે શાનાં કરીએ ?' ત્યારે આપણે કહીએ, ‘ત્યારે તમારી પાસે શુક્કરવાર વળે નહીં અને શનિવાર મારો થાય નહીં.” એવું કહી દેવું જોઈએ ને ?! પ્રશ્નકર્તા: પણ સામેવાળી વ્યક્તિ બરાબર ન હોય તો શું ? દાદાશ્રી : સામેવાળી વ્યક્તિને જોવાની જરૂર નથી. ગુરુ સારા હોવા ગુરુ-શિષ્ય જોઈએ. વ્યક્તિ તો છે જ એવી, સમર્થ નથી જ બિચારી. એ તો એમ જ કહે છે ને કે, “સાહેબ, હું સમર્થ નથી, ત્યારે જ તમારી પાસે આવ્યો છું. અને મારે કરવાનું હોતું હશે ?!” ત્યારે એ કહે, “ના, તારે કરવું પડશે.” તો એ ગુરુ જ હોય. જો મારે કરવું પડતું હોય તો આપના શરણે શું કરવા આવું ?! આપના જેવા સમર્થને ખોળી શું કરવા કાઢત? એટલું જરા તમે વિચારો તો ખરા ! આપ સમર્થ છો અને હું તો નબળો જ છું. મારાથી થતું જ નથી તેથી તો આપના શરણે આવ્યો, ને મારે જો કરવાપણું રહેવાનું હોય તો આપ કેવા ?! નબળા જ કહેવાઓને ! આપ સમર્થ કહેવાય કેમ કરીને ?! કારણ કે સમર્થ તો બધું કરી શકે. આ તો ગુરુમાં બરકત છે નહીં, એટલે જ સામી વ્યક્તિને બોજો હોય. અને ગુરુઓમાં બરકત નથી, ત્યારે સામી વ્યક્તિનો દોષ કાઢે. ધણીમાં બરકત ના હોય તો બૈરીનો દોષ કાઢે. નબળો ધણી બૈરી પર શૂરો, એવી કહેવત ચાલે છે સંસારમાં. એવી રીતે આ ગુરુઓ નબળા છે ને. તે શિષ્ય પર શૂરા થાય છે ને શિષ્યનું તેલ કાઢી નાખે છે કે ‘તમારાથી કાંઈ થતું નથી.' ત્યારે તમે શું કરવા અહીં આગળ મોટા ગુરુ થઈને આવ્યા છો તે ?! અરે, વગર કામના શિષ્યોને શું કરવા વઢો છો ? બિચારા એ દુ:ખી છે તેથી તો તમારી પાસે આવ્યા છે, ને ત્યારે તમે વઢો છો પાછાં ઉપરથી ! ઘેર બૈરી વઢે અને અહીં તમે વઢો, ત્યારે એનો પાર ક્યારે આવે તે ?! ગુરુ તો એનું નામ કે શિષ્યને વઢે નહીં, શિષ્યને રક્ષા આપે, શિષ્યને આશરો આપે. આ કળિયુગના ગુરુઓને ગુરુ જ કેમ કહેવાય તે ?! આખો દહાડો શિષ્યને ગોદા માર માર કરે. એ રસ્તો જ હોય ને ! ભગવાનના વખતમાં કોઈ એવું કહેતા નહોતા કે ‘આટલું કરવું પડશે.’ જ્યારે આ બધા તો કહેશે, “આટલું તો કરવું પડશે.’ ત્યારે પેલા શું કહેશે ? “સાહેબ, કાંઈ થતું નથી, કાંઈ થતું નથી.” અલ્યા, તો તો પથરો થઈ જઈશ. કારણ કે જેવું ચિંતવે એવો થઈ જાય. ‘કાંઈ થતું નથી' એવું ચિંતવે તો એવો થઈ જાય કે ના થઈ જાય ?! એ તો લોકોને સમજણ નથી એટલે ચાલે છે પોલમ્પોલ બધું. હંમેશાં જે ગુરુ કરી આપતા ના હોય તે ગુરુ માથે પડેલા છે. અને તમારે તો ડૉકટરને ના કહેવું પડે કે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77