________________
ગુરુ-શિષ્ય
૫૫
પ૬
ગુરુ-શિષ્ય
બધે જ સ્વચ્છંદી થઈ ગયા છે. શિષ્ય ગુરુને ગણતો નથી ને ગુરુ શિષ્યને ગણતો નથી પાછો ! શિષ્ય મનમાં વિચાર કરે કે ‘ગુરુમાં અક્કલ
ઓછી છે જરા. આપણે આપણી મેળે જુદે જુદું વિચારી લેવું. ગુરુ તો બોલે, પણ આપણે કરીએ ત્યારે ને !” એવું થઈ ગયું છે આ બધું. એટલે શિષ્યને ગુરુ કહેશે કે ‘આમ કરજે' તો શિષ્ય મોંઢે ‘હા’ કહે, પણ પાછો કરે જુદું. એટલો બધો તો સ્વછંદ ચાલ્યો છે. અને કોઈ એક શબ્દ સાચો પાળ્યો નથી. પાછો શિષ્ય કહેશે, ‘ગુરુ તો બોલે, ચક્રમ છે જરા.” આવું બધું ચાલે
માણસ પોતાની જાતે કશું જ કરી શકે નહીં.
પ્રશ્નકર્તા કૃપા ગુરુની જોઈએ, પણ શિષ્ય જ કરવું તો પડે ને ?
દાદાશ્રી : કશું કરવાનું જ નથી, ફક્ત વિનય કરવાનો છે. આ જગતમાં કરવાનું છે ય શું? વિનય કરવાનો. બીજું શું કરવાનું ? આ કંઈ રમકડાં રમાડવાના નથી કે દેવલાં ધોવાનાં નથી કે એવું તેવું છે નહીં.
પ્રશ્નકર્તા : પણ પોતાને કશું કરવાનું જ નહીં ? ગુરુ જ બધું કરી
નહીં તો સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ, એવો તો પ્રેમનો આંકડો હોય. પણ અત્યારે તો આ બન્નેમાં ઝઘડા ચાલ્યા કરતા હોય. ગુરુ કહેશે, ‘આમ કરજે, હું તને કહું છું.” પણ શિષ્ય કરે નહીં. આ તો આખો દહાડો સાસુ-વહુના કચકચના ઝઘડા જેવું ગુરુ-શિષ્યમાં છે ત્યાં આગળ. શિષ્યનાં મનમાં ય એમ થાય કે ‘ક્યાં નાસી જઉં ?!” પણ ક્યાં નાસી જાય બિચારો ?! ઘેરથી તો નાસી છૂટ્યો, ઘેર તો આબરૂ બગાડી. હવે ક્યાં જાય ? પણ કોણ સંઘરે એને ? નોકરીમાં ય કોઈ રાખે નહીં. હવે આમાં શું થાય ?! ન ગુરુનું મહાતમ રહ્યું, ન શિષ્યનું મહાતમ રહ્યું, ને આખો ધર્મ વગોવાયો !!!
શિષ્ય માત્ર કરવાનો, વિનય !
દાદાશ્રી : ગુરુ જ કરી આપે. પોતાને શું કરવાનું ?! પ્રશ્નકર્તા : તો પછી ગુરુ કઈ રીતે પહોંચાડે ?!
દાદાશ્રી : ગુરુ એનાં ગુરુ પાસેથી લાવેલા હોય, એ એને આપે. સામાસામી બધું એ તો આગે સે ચલી આવેલી છે. એટલે ગુરુ જે આપે તે શિષ્ય લઈ લેવું.
પ્રશ્નકર્તા : કેટલાંક ગુરુઓ કહે છે કે અભ્યાસ કરો તો વસ્તુ મળશે.
દાદાશ્રી : હા, એ તો બધા બહુ લોકો એ જ કહે છે ને ! બીજું શું કહે ?! ‘આ કરો, તે કરો, તે કરો.” કરવાથી કોઈ દહાડો ભ્રાંતિ જાય ?! ગુરુના કહ્યા પ્રમાણે કરવાનું જ હોય તો તો એવું થાય જ નહીં ને ? કો’કે કહ્યું કે “આજે સાચું બોલો.” પણ સાચું બોલાય જ નહીં ને ? એ તો પુસ્તકો ય બોલે છે. પુસ્તક ક્યાં નથી બોલતું ? એમાં કશું વળે નહીં ને ? પુસ્તકમાં કહે છે ને, કે “પ્રામાણિકપણે ચાલો.” પણ કોઈ ચાલ્યો ?! લાખો અવતાર સુધી આનું આ જ કર્યું, બીજું કર્યું જ નથી. ભાંગફોડ, ભાંગફોડ, ભાંગફોડ જ કરી.
વર્તે એટલું જ વર્તાવી શકે ગુરુ પાસે જઈએ તો ત્યાં આપણે કંઈ પાળવાનું હોય જ નહીં. પાળવાનું હોય તો આપણે એને ના કહીએ કે તું પાળ ભઈ, હું ક્યાં પાળું ?! પાળી શકું તેમ હોત તો તારે ત્યાં શું કરવા હું આવ્યો ?” હવે
બાકી, ગુરુના આધારે તો કેટલીક જગ્યાએ શિષ્યો હોય. શિષ્યોની આખી ચિંતા પેલા ગુરુને માથે હોય. એવી રીતે શિષ્યોનું ચાલ્યા કરે છે. કેટલાંક સાચા ગુરુ હોય છે મહીં સંસારમાં, તે કેટલાંક શિષ્યોનો ગુરુને માથે બોજો હોય છે અને ગુરુ જે કરે એ ખરું. એટલે જવાબદારી નહીં ને શાંતિ રહે. કોઈ આધાર તો જોઈએ જ ને ! નિરાધારી માણસ જીવી શકે નહીં.
પ્રશ્નકર્તા તો ત્યાં શિષ્ય કંઈ કરવાની જરૂર જ નહીં ?
દાદાશ્રી : શિષ્ય તો, એ બિચારો શું કરી શકે ! એ જો કરી શકતો હોય તો તો પછી ગુરુની જરૂર જ ના રહે ને ? શિષ્યથી પોતાથી કંઈ જ થઈ શકે નહીં. એ તો ગુરુની કૃપાથી બધું આગળ આગળ વધ્યે જાય.