Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 41
________________ ગુરુ-શિષ્ય ૬૮ ગુરુ-શિષ્ય પ્રશ્નકર્તા : એનાથી ફાયદો શું ?! જ્ઞાની જોઈએ ને ? દાદાશ્રી : ત્યારે બહારનું અત્યારના ગુરુ ય શું આપી દેવાના છે ?! બાકી બૈરીને તો બધાંએ ગુરુ કરેલી જ હોય. એ તો મોંઢે કોઈ બોલે નહીં એટલું જ ! પ્રશ્નકર્તા : પણ બધાની વચ્ચે બોલાય નહીં ને ! દાદાશ્રી : બોલે નહીં, પણ હું જાણું બધાને. હું કહું યે ખરો કે હજુ ગુરુ” નથી આવ્યા ત્યાં સુધી આ ડાહ્યો દેખાય છે. તે આવવા તો દો ! ને તે વાંધો ય નહીં. પણ આપણી અક્કલ એવી હોવી જોઈએ કે એનો લાભ ના ઉઠાવે. આપણને ભજિયાં કરી આપે, જલેબી કરી આપે, લાડવા કરી આપે, પછી એને ગુરુ કરવામાં શું વાંધો ?! એટલે બહાર કોઈ ગુરુ ઉપર ઉછાળો ના આવે તો બૈરીને કહીએ “તું મારી ગુરુ, હું તારો ગુરુ, ચાલ આવી જા !' તે ઉછાળો તો આવે બળ્યો ! એને ય ઉછાળો આવે ને આપણને ય ઉછાળો આવે. જેના પર ઉછાળો ના આવે એ ગુરુ કરીએ, એના કરતાં વહુને ગુરુ કરીએ તો શું ખોટું ?! કારણ કે મહીં ભગવાન બેઠેલા છે ! પછી ભણેલી કે ના ભણેલી એની ત્યાં કિંમત જ નથી. એટલે ગુરુ સારા ના મળે તો છેવટે બૈરીને ય ગુરુ કરવા !! કારણ કે ગુરુને પૂછીને ચાલીએ તો સારું રહે. પૂછીએ જ નહીં, તો પછી એ રખડી મરે. ‘તમે શું કહો છો ? તમે કહો એ પ્રમાણે કરીએ' એમ આપણે કહીએ. અને બૈરીએ ધણીમાં ગુરુ સ્થાપન કરવાનું કે, ‘તમે શું કહો છો એ પ્રમાણે હું કરું.’ આ બીજા ગુરુઓ-પ્રપંચી ગુરુઓ કરવા તેના કરતાં ઘરમાં પ્રપંચ તો નહીં ! એટલે બૈરીને ગુરુ કરીને પણ સ્થાપન કરવું જોઈએ. પણ એક તો ગુરુ જોઈએ ને ! ગુરુ મળ્યા છતાં ? પ્રશ્નકર્તા : ગુરુદેવ તરીકે મેં એક સંતને સ્વીકાર્યા છે. તો મારે જપ કરવા માટે તેમના નામસ્મરણ કરવાને બદલે બીજાનું નામસ્મરણ જપ તરીકે સ્વીકારી શકું ? દાદાશ્રી : આપને જો કોઈ અધૂરાશ રહેતી હોય તો બીજાનું નામ સ્મરણ લેવું. પણ અધૂરાશ રહે છે કોઈ ? ના. એટલે ક્રોધ-માન-માયાલોભ રહેતા નથી ને ? પ્રશ્નકર્તા: એવું તો મહીં બધું થાય છે. દાદાશ્રી : ચિંતા ? પ્રશ્નકર્તા : ચિંતા રહે, પણ ઓછી ! દાદાશ્રી : પણ ચિંતા થાય તો પછી, જેનું નામ લેવાથી ચિંતા થાય એનું નામ લેવાનો અર્થ જ શો છે ? મીનિંગલેસ ! ક્રોધ-માન-માયા-લોભ થાય, તો એ નામ લેવાનો શો અર્થ ? આવું તો આ ક્રોધ-માન-માયાલોભ બીજાનેય થાય છે ને આપણનેય થાય છે, એટલે તમારું કામ પૂરું ના થયું. તો પછી હવે દુકાન બદલો. ક્યાં સુધી એકની એક દુકાનમાં પડી રહેવું ? તમારે પડી રહેવું હોય તો પડી રહેજો. બાકી, હું તો આ તમને સલાહ આપું છું. તમારું કામ થયેલું હોય તો ત્યાં વાંધો નહીં. એ એક જ જગ્યાએ રહે, તો બીજી જગ્યાએ ડખલ કરવાની જરૂર નહીં. મતભેદ પડતા હોય, તો પછી ગુરુદેવે શું કર્યું? ગુરુદેવ એનું નામ કે બધું દુઃખ ટાળે. પ્રશ્નકર્તા : એ ગુરુની વાત બરાબર છે પણ આ તો મારા સ્વયં અંતઃસ્કૂરણાથી મેં ગુરુ સ્વીકારેલા. દાદાશ્રી : એ બરાબર છે. એનો વાંધો નહીં. પણ આપણે બાર વર્ષ સુધી દવા પીધી અને મહીં રોગ ના મટ્યો, ત્યારે બળ્યો એ ડૉક્ટર ને દવા ય બળી એને ઘેર રહી ! અનંત અવતાર આનું આ જ કર્યું છે અને ભટક ભટક કર્યા છે ! પ્રશ્નકર્તા : પણ આમાં ગુરુદેવનો વાંક કાઢવો કે મારો પોતાનો વાંક ? દાદાશ્રી : ગુરુનો વાંક ! અત્યારે મારી પાસે સાઈઠ હજાર લોકો છે, પણ તેમાં કોઈને દુઃખ થાય તો મારો વાંક. એમનો શાનો વાંક

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77