________________
ગુરુ-શિષ્ય
૩૩
મુક્તિ જ નથી. ગુરુ તો આપણને સંસારમાં આગળ લઈ જાય ને પોતે જેવા છે એવા આપણને બનાવી દે. એથી આગળનું ના આપી શકે. અને મુક્તિ તો જ્ઞાની પુરુષ આપે. માટે વ્યવહારમાં ગુરુની જરૂર છે અને નિશ્ચયમાં જ્ઞાની પુરુષની જરૂર છે. બન્નેની જરૂર છે.
ગુરુ તો શું કરતા જાય ? પોતે આગળ ભણતા જાય અને પાછળવાળાને ભણાવતા જાય. ને હું તો જ્ઞાની પુરુષ છું, ભણવું-ભણાવવું એ મારો ધંધો ન્હોય. હું તો, તમારે મોક્ષ જોઈતો હોય તો બધો ઊકેલ લાવી આપું, દ્રષ્ટિ ફેરવી આપું. અમે તો, જે સુખ અમે પામ્યા છીએ તે સુખ એને પમાડીએ અને ખસી જઈએ.
ગુરુ જ્ઞાન આપે અને જ્ઞાની પુરુષ વિજ્ઞાન આપે. જ્ઞાન સંસારમાં પુછ્ય બંધાવે, રસ્તો બતાવડાવે બધો. વિજ્ઞાન મોક્ષે લઈ જાય. ગુરુ તો એક જાતના માસ્તરો કહેવાય. પોતે કંઈક નિયમ લીધેલા હોય અને વાણી સારી હોય તો સામાને નિયમમાં લાવી નાખે. બીજું કશું ધોળે નહીં. પણ તેથી સંસારમાં એ માણસ સુખી થાય. કારણ કે એ નિયમમાં આવ્યો એટલે. અને જ્ઞાની પુરુષ તો મોક્ષે લઈ જાય. કારણ કે મોક્ષનું લાયસન્સ એમની પાસે છે.
ગુરુ
સાંસારિક ગુરુ હોય તેનો વાંધો નથી. સાંસારિક તો રાખવા જ જોઈએ, કે જેને આપણે ફોલો થઈએ. પણ જ્ઞાની, એ તો ગુરુ ના કહેવાય. જ્ઞાની તો પરમાત્મા કહેવાય, દેહધારીરૂપે પરમાત્મા !! કારણ કે દેહના માલિક ના હોય એ પોતે. દેહના માલિક ના હોય, મનના માલિક ના હોય, વાણીના માલિક ના હોય.
ગુરુને તો જ્ઞાની પુરુષની પાસે જવું પડે. કારણ કે ગુરુની અંદર ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ હોય, અહંકાર ને મમતા હોય. આપણે કશુંક (ચીજવસ્તુ) આપીએ તો એ ધીમે રહીને મહીં મૂકાવડાવે. અહંકાર ને મમતા, જ્યાં જુઓ ત્યાં હોય જ ! પણ લોકોને ગુરુઓની ય જરૂર ખરીને !
અતાસક્ત ગુરુ કાળતા !
પ્રશ્નકર્તા : એટલે આસક્તિ વગરના ગુરુ જોઈએ, એવો અર્થ થયો ને ?
૩૪
ગુરુ-શિષ્ય
દાદાશ્રી : હા, આસક્તિ વગરના જોઈએ. આસક્તિવાળા હોય, ધનની આસક્તિ હોય કે બીજી આસક્તિ હોય, એ શું કામના ?! આપણને જે રોગ છે, એને ય એ રોગ છે, બેઉ રોગી. દવાખાનામાં જવું પડે ! એ મેન્ટલ હોસ્પીટલના દર્દી કહેવાય. કોઈ જાતની આસક્તિ ના હોય, તો એવા ગુરુ કરેલા કામના.
રોજ ભજિયાં ખાતો હોય કે લાડવા ખાતો હોય તો ય વાંધો નથી, આસક્તિ છે કે નહીં એટલું જ જોઈ લેવાનું. અરે, કોઈ એકલું દૂધ પીને રહેતા હોય, પણ આસક્તિ છે કે નહીં એટલું જ જોવાનું. આ તો બધા ગુરુઓએ જાતજાતના ચાળા દેખાડેલા. ‘હમ યે નહીં ખાતા, હમ વો નહીં ખાતા !' મેલને, પૂળો. ખા ને, અહીંથી. ખાવાનું નથી મળતું કે નથી ખાતો ?! આ તો લોકોની પાસે ચાળા દેખાડવા છે. આ તો એક જાતનું બોર્ડ છે કે ‘હમ યે નહીં ખાતા, હમ યે નહીં કરતા.’ આ તો લોકોને પોતાની તરફ ખેંચવાનાં બોર્ડ રાખ્યાં છે. આવાં બહુ બોર્ડ મેં જોયાં હિન્દુસ્તાનમાં. બાકી આસક્તિ વગરનાં ગુરુ જોઈએ. પછી એ ખાતો હોય કે ના ખાતો હોય, આપણે એ જોવાની જરૂર નથી.
જેને કિંચિત્માત્ર આસક્તિ હોય, તે ગુરુ કરેલા કામમાં લાગશે નહીં. આ આસક્તિવાળા ગુરુ મળવાથી તો બધું જગત અથડાઈ મર્યું છે. આસક્તિનો રોગ ના હોય ત્યારે ગુરુ કહેવાય. કિંચિત્માત્ર આસક્તિ ના હોવી જોઈએ.
ક્યાં સુધીતી કચાશ તભાવાય ?
પ્રશ્નકર્તા : ગુરુની ગતિ ગહન હોય છે, એટલે એનો પૂર્વ પરિચય થાય ત્યારે સમજણ પડે. નહીં તો બાહ્ય આડંબરથી ખબર ના પડે.
દાદાશ્રી : દસ-પંદર દહાડા જોડે રહો ત્યારે ચંચળતા માલમ પડે અને જ્યાં સુધી એ ચંચળ છે ને, ત્યાં સુધી આપણો દહાડો વળે નહીં. એ અચળ થયેલો હોવો જોઈએ.
બીજું, એમનામાં ક્રોધ-માન-માયા-લોભનું કંઈ પણ પરમાણુ ના રહેવું જોઈએ અગર તો થોડુંક કંઈક અંશે ઘટેલું હોય તો ચાલે, ચલાવી