Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ ગુરુ-શિષ્ય ૨૯ ૩૦ ગુરુ-શિષ્ય સ્વચ્છેદ ગયો કહેવાય. ગુરુના સામા થઈને આ લોકોએ ગાળો ભાંડી છે. મનુષ્યનું એવું ગજું નથી કે એ વિનય ચૂક્યા વગર રહે. કારણ કે સહેજ અવળું-હળવું દેખે કે બુદ્ધિ ગાંડા કાઢે જ ! માથે જ્ઞાની ના મળે તો ગુરુ યે જોઈએ. નહીં તો માણસ સ્વચ્છેદે વિહાર કર્યા કરે. આ પતંગનો દોર છોડી દઈએ પછી પતંગની શી દશા થાય ? પ્રશ્નકર્તા : ગુલાંટ ખાય. દાદાશ્રી : હા, તે પતંગનો દોર છોડ્યા જેવું છે. જ્યાં સુધી આત્મા હાથમાં આવ્યો નથી ત્યાં સુધી પતંગનો દોર છૂટો છે. તમને સમજાયું ને ? જોવાથી શિશ ઝૂકી જાય ! પ્રશ્નકર્તા : હા, ગુરુ કરવા જ જોઈએ. ગુરુ વગર જ્ઞાન ના મળે, એ સિદ્ધાંત બરોબર છે. દાદાશ્રી : બરોબર છે. હવે ‘ગુરુ” એ વિશેષણ છે. “ગુરુ” શબ્દ જ ગુરુ નથી. “ગુરુ”ના વિશેષણથી ગુરુ છે, કે આવા વિશેષણવાળા હોય તો એ ગુરુ અને આવા વિશેષણવાળા હોય તો ભગવાન ! પ્રશ્નકર્તા : સાચા ગુરુનાં લક્ષણ ક્યાં ? દાદાશ્રી : જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ સાચા ગુરુ હોય. આવાં સાચા ગુરુઓ ક્યાંથી મળે ! ગુરુને આમ જોતાં જ આપણું આખું શરીર આમ વિચાર્યા વગર જ નમી જાય. તેથી લખ્યું છે ને, ‘ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શિશ ઝુકી જાય.’ જોતાંની સાથે જ આપણું મસ્તક નમી જાય, એનું નામ ગુરુ. એટલે ગુરુ હોય તો વિરાટ સ્વરૂપ હોવા જોઈએ. તો આપણી મુક્તિ થાય, નહીં તો મુક્તિ ના થાય. ગુરુ આંખમાં સમાય એવા પ્રશ્નકર્તા: ગુરુ કોને કરવા, એ ય પ્રશ્ન છે ને ? દાદાશ્રી : જ્યાં આપણું દીલ ઠરે તો એમને ગુરુ કરવા. દીલ ના ઠરે ત્યાં સુધી ગુરુ કરવા નહીં. એટલે અમે શું કહ્યું કે ગુરુ જો કરે તો આંખમાં સમાય એવા કરજે. પ્રશ્નકર્તા: ‘આંખમાં સમાય એવા’ એટલે શું ? દાદાશ્રી : આ લોક પૈણે છે તે છોકરીઓ જો જો કરે છે, તે શું જુએ છે એ ?! છોકરી આંખમાં સમાય એવી ખોળે છે. જો જાડી હોય તો એનાં વજનમાં જોર લાગે, આંખમાં જ જોર પડે, વજન લાગે ! પાતળી હોય તો એને દુઃખ થાય, આંખમાં જોતાં જ સમજાય. તે ‘ગુરુ આંખમાં સમાય એવા’ એટલે ? કે આપણી આંખને બધી રીતે ફીટ થાય, એમની વાણી ફીટ થાય, એમનું વર્તન ફીટ થાય, એવા ગુરુ કરજે ! પ્રશ્નકર્તા ઃ હા, બરોબર છે. એવા ગુરુ હોય તો જ એને આશ્રિતપણું રહે એમનું. દાદાશ્રી : હા, જો ગુરુ કદી આપણને દિલમાં વસે એવા હોય, એમની કહેલી વાત આપણને બધી ગમતી હોય, તો એમનો એ આશ્રિત થઈ જાય. પછી એને દુઃખ ના હોય. ગુરુ, એ તો બહુ મોટી વસ્તુ છે. આપણું દિલ ઠરે એવું લાગવું જોઈએ, આપણને જગત ભૂલાવડાવે એને ગુરુ કરવા. જોતાંની સાથે આપણે જગત ભૂલી જઈએ, જગત વિસ્મૃત થઈ જાય આપણને, તો તેને ગુરુ કરવા. નહીં તો ગુરુનું માહાસ્ય જ ના હોય ને ! એ કિલ્લી સમજી લેવી ! ગુરુનું માહભ્ય બહુ છે. પણ આ તો કળિયુગને લીધે આ બધું આવું થઈ ગયું છે. આ તો દુષમકાળને લીધે ગુરુઓમાં બરકત રહી નથી. વેજીટેબલ ઘી જેવા ગુરુ થઈ ગયા છે. એટલે કામ નથી થતું ને ! અને બધાય ગુરુઓ ગુરુકિલ્લી વગર ફર્યા કરે છે. હા, તે એક જણ તો મને કહે છે, ‘તમે તો અમારા ગુરુ કહેવાઓ.” મેં કહ્યું, “ના ભઈ, મને ગુરુ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77