Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 21
________________ ગુરુ- શિષ્ય ગુરુ-શિષ્ય એનાથી મોક્ષ નહીં મળે' એમ આપણે કહીએ તો એ બીજે રમી રમવા જતો રહેશે, ઊંધે રસ્તે જતો રહેશે. એનાં કરતાં આ કરે છે એ સારું છે. પણ કૃપાળુદેવના કહેવા પ્રમાણે ચાલો. પ્રત્યક્ષ સંગુરુ ખોળો ! એટલે કૃપાળુદેવે બહુ ઠોકી ઠોકીને કહે કહે કર્યું છે કે ભઈ, સજીવન મૂર્તિ વગર કશું ના કરીશ. એ સ્વછંદ છે, ન સ્વછંદ છે ! જે પોતાનાં જ ડહાપણથી આગળ ચાલી રહ્યો છે, તે મોક્ષ તો કોઈ દહાડો ય ના પામે. કારણ કે માથે કોઈ ઉપરી નથી. માથે કોઈ ગુરુ કે જ્ઞાની ના હોય ત્યાં સુધી શું કહેવાય ? સ્વછંદ ! જેનો સ્વછંદ રોકાય એનો મોક્ષ થાય. એમ ને એમ મોક્ષ ના થાય. સ્વચ્છંદ રોકાય, પ્રત્યક્ષ આધીન જ ! તેથી કહેલું ને, કે સજીવન મૂર્તિ વગર એકલો ના પડી રહીશ. કોઈ સજીવન મૂર્તિ ખોળી કાઢજે, ને ત્યાં પછી પાસે બેસજે. તારા કરતાં કંઈક બે આની એ સારા હોય, તું બાર આની હોય તો ચૌદ આની મૂર્તિ પાસે બેસજે. જે થઈ ગયા, એ દોષ દેખાડવા આજે આવે નહીં. સજીવન હોય તે જ દોષ દેખાડે. તેથી કૃપાળુદેવે કહ્યું ને, સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.’ આ એક જ વાક્ય ઈટસેલ્ફ બધું સમજાવી દે છે. કારણ કે સજીવન મૂર્તિ વગર જે પણ કંઈ કરો એ સ્વછંદ છે. પ્રત્યક્ષ જો હાજર હોય તો જ સ્વછંદ રોકાય. નહીં તો સ્વચ્છેદ કોઈનો રોકાય નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રત્યક્ષ સગુરુ યોગ ના હોય તો પછી જે સદ્ગુરુઓ થઈ ગયા છે, એમનાં જે વચનો હોય, એનો આધાર લઈને જીવ પુરુષાર્થ કરે તો એને સમકિત પ્રાપ્ત થાય, એમ પણ કહ્યું છે. એ વાત સત્ય છે કે નહીં ? દાદાશ્રી : એ તો કરે જ છે ને ! અને સમતિ થાય ત્યારે તો તાવ ઉતરી ગયેલો ખબર પડશે ને ! સમકિત થાય તો તાવ ઉતરી ગયેલો ખબર ના પડે ? તાવ ચઢેલી સ્થિતિ અને તાવ ઉતરેલી સ્થિતિમાં ખબર પડે કે ના પડે ? દ્રષ્ટિફેર થઈ કે નહીં એ ખબર ના પડે ? સમક્તિ એટલે દ્રષ્ટિર વખતે એક્સેશન, કોઈને અપવાદ થાય. પણ આપણે અહીં અપવાદની વાત નથી કરતા. બધા આપણે તો સામાન્ય રીતે વાત કરીએ છીએ. પ્રશ્નકર્તા: સદ્ગુરુનાં જે વચનો છે, એનો આધાર લઈને કંઈ પુરુષાર્થ કરવામાં આવે તો માણસ પામી શકે ને ? દાદાશ્રી : કશું વળે નહીં ને ! તો તો કૃપાળુદેવનું વાક્ય કાઢી નખાવડાવો કે ‘સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.' કેવડું મોટું વાક્ય છે !! છતાં લોકો જે કરે છે એ ખોટું નથી. ‘આ તમે કરો છો એ ખોટું છે, સહુથી સારામાં સારું તો ગુરુને પૂછવું જોઈએ. ગુરુ તો આ વખતમાં ક્યાંથી એવા લાવે ? તો એના કરતાં ગમે તે એક માણસને ગુરુ કરવો, તો પણ ચાલે. તમારા કરતાં મોટાં હોય અને તમારું ધ્યાન રાખતા હોય ને તમને થાય કે “મારું દીલ અહીં ઠરે છે' તો ત્યાં બેસી જજો અને સ્થાપના કરી દેજો. વખતે એક-બે ભૂલ એમની હોય તો નભાવી લેજો. તમે આખા ભૂલવાળા ભર્યા છો ને એમની તો એક-બે ભુલ હોય, તેમાં તમે શું કરવા ન્યાયાધીશ થાવ છો ?! તમારાથી મોટા છે, તો તમને ઉંચે લઈ જશે જ. પોતે ન્યાયાધીશ થાય એ ભયંકર ગુનો છે. જ્યાં સુધી સમ્યક્દર્શન થાય નહીં ત્યાં સુધી સ્વચ્છંદ જાય નહીં. અગર તો કો'ક ગુરુના આધીન વર્તતા હોય તો એનો છૂટકારો થાય. પણ તદન આધીન, સર્વાધીનપણે વર્તતો હોય તો ! ગુરુને આધીન રહેતો હોય એની તો વાત જ જુદી છે. ભલે ગુરુ મિથ્યાત્વી હશે તેનો વાંધો નથી. પણ શિષ્ય ગુરુના આધીન, સર્વાધીન રહે તો એનો સ્વછંદ જાય. કૃપાળુદેવે તો બહુ સાચું લખ્યું છે, પણ હવે એ ય સમજાવું મુશ્કેલ છે ને ! જ્યાં સુધી સ્વચ્છંદ જાય નહીં, ત્યાં સુધી શી રીતે સમજાય તે ?! અને સ્વચ્છંદ જવો સહેલી વસ્તુ છે ?! પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની ન મળે ત્યાં સુધી સ્વચ્છેદ જાય જ નહીંને ! દાદાશ્રી : ના, ગાંડોઘેલો ય પણ ગુરુ માથે રાખ્યો હોય અને શિષ્ય પોતાનો શિષ્યપણાનો વિનય આખી જિંદગી ક્યારેય ના ચૂકે તો એનો

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77