Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ ગુરુ-શિષ્ય કૃપાળુદેવે એક જ કહ્યું કે ‘બીજું કાંઈ શોધ મા. એક માત્ર સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.’ નહીં તો એમ જ લખત કે તું તારી મેળે ઘેર સૂઈ રહેજે તો નિમિત્ત તને મળી આવશે અને ઉપાદાન જાગૃત કર કર કર્યા કરજે. એ વાત ખરી, પણ નિશ્ચયમાં ! પ્રશ્નકર્તા : બીજી એક એવી પણ માન્યતા છે કે ‘નિમિત્તની આવશ્યકતા તો સ્વીકાર્ય છે જ. પણ નિમિત્ત કાંઈ કરી શકતું નથી ને !’ ૧૭ દાદાશ્રી : નિમિત્ત કંઈ નથી કરી શકતું એવું જો કદી હોય ને, તો પછી કશું ખોળવાનું જ ના રહ્યું ને ?! પુસ્તક વાંચવાની જરૂર શી રહી ?! દેરાસર જવાની જરૂર જ કયાં રહી ?! કોઈ અક્કલવાળા કહે ને, કે ‘સાહેબ, ત્યારે અહીં શું કરવા બેઠા છો ?! તમારું અમને શું કામ છે ? પુસ્તકો શું કરવા છપાવ્યાં છે ? આ મંદિર શેનાં સારુ બાંધ્યું છે ? કારણ કે નિમિત્ત કંઈ કરી શકતું જ નથી ને !' એવું કહેનાર કોઈ નીકળે કે ના નીકળે ?! આંધળો માણસ એવું કહે કે ‘હું મારી આંખો બનાવીશ અને હું જોઈશ ત્યારે ખરો.’ તે આપણે હસીએ કે ના હસીએ ? એવી આ બધી વાતો કરે છે. સ્કૂલમાં એક પ્રોફેસર છે. એમને છોકરાઓની જરૂર ખરી, પણ છોકરાઓને પ્રોફેસરની જરૂર નથી (!) શું એક નવો ‘મેનીયા’ ચાલ્યો છે ! જે નિમિત્ત કહેવાય, જ્ઞાની પુરુષ કે ગુરુ, એ બધાં નિમિત્ત કહેવાય, તેને ઊડાડી મૂકે છે !! ‘જ્ઞાની પુરુષ’ નિમિત્ત છે અને તમારું ઉપાદાન છે. ઉપાદાન ગમે એટલું તૈયાર હશે, પણ ‘જ્ઞાની પુરુષ’ના નિમિત્ત સિવાય કાર્ય નહીં થાય. કારણ કે આ એક જ કાર્ય એવું છે આધ્યાત્મિક વિદ્યા કે નિમિત્ત સિવાય પ્રગટ થાય નહીં. જો કે નિમિત્ત સિવાય પ્રગટ નહીં થાય એમ કહેવાનો મારો ભાવાર્થ છે. પણ તે નાઈન્ટી નાઈન પરસેન્ટ એમ જ છે. પણ એક ટકો એમાં ય છૂટ હોય છે. નિમિત્ત વગેરે ય પ્રગટ થઈ જાય. પણ એ કંઈ કાયદામાં ના ગણાય, એ કાયદામાં લેવાય નહીં. કાયદામાં તો નિમિત્તથી જ પ્રગટ થાય. અપવાદ એ વસ્તુ જુદી છે. નિયમમાં હંમેશાં ૧૮ ગુરુ-શિષ્ય અપવાદ હોવો જ જોઈએ, એનું નામ નિયમ કહેવાય ! ત્યારે આમાં લોકો ક્યાં સુધી લઈ ગયા છે કે ‘વસ્તુ બધી જુદી છે, એક વસ્તુ બીજી વસ્તુને કશું કામ કરી શકતી નથી.’ તેની જોડે આ જોઈન્ટ કર્યું છે. એટલે પેલાને એમ જ લાગે છે કે બીજું કોઈ કોઈનું કરી શકતું નથી. છે. પ્રશ્નકર્તા : એ લોકો એમ જ કહે છે કે કોઈ કોઈનું કરી શકે નહીં. દાદાશ્રી : હવે એ વાક્ય એટલું બધું ભયંકર ગુનેગારીવાળું વાક્ય પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં જે એમ કહ્યું છે કે કોઈ કોઈનું કરી શકે નહીં, તે શું છે ? દાદાશ્રી : એ તો વાત જુદી છે. શાસ્ત્ર જુદું કહેવા માગે છે ને લોક સમજ્યા જુદું ! ચોપડવાની દવા પી જાય અને મરી જાય, એમાં કોઈ શું કરે ? એમાં ડૉક્ટરનો શો દોષ ? કોઈ કોઈનું કરી શકે નહીં એવું હોય, તો તો વકીલો કામ જ ના લાગે ને ?! આ ડૉક્ટરો કામ જ ના લાગે ને ?! બૈરી કામ લાગે નહીં ને ?! આ તો બધા ય એકબીજાને કામ લાગે છે. પ્રશ્નકર્તા : કોઈ કોઈનું કરી શકે નહીં, એ જે વાત લખી છે એ કયા સંદર્ભમાં લખી છે ? દાદાશ્રી : એ તો નિશ્ચયમાં કહેલી છે, એ વાત વ્યવહારમાં નથી. વ્યવહારમાં લેવાદેવા છે જ બધાની જોડે અને નિશ્ચયમાં કોઈ કોઈનું કશું કરી શકતું નથી. એક તત્ત્વ બીજા તત્ત્વને કશી હેલ્પ કરતું નથી, એ પણ નિશ્ચયની વાત છે. પણ વ્યવહારથી બધું જ થાય છે. આ તો અવળાં વાક્ય સમજ પાડીને આ પબ્લિકને બહુ નુકસાન થયેલું છે. પ્રશ્નકર્તા : એટલે એ વસ્તુ જ સમજવા માગું છું. દાદાશ્રી : એ તો કોઈ તત્ત્વ કોઈને હેલ્પ કશી કરતું નથી, નુકસાન

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77