Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ ગુરુ-શિષ્ય ૧૩ જોઈએ. લોકોને આ વાત ના કહેવી જોઈએ. લોકોને ઉપદેશ ના આપી શકાય કે આમ ન કરાય. કારણ કે આખી દુનિયાને ગુરુ વગર તો ચાલે જ નહીં. કયાં રહીને નીકળવાનું એ ય પૂછવું પડે કે ના પૂછવું પડે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ દુનિયામાં કોઈ માણસ એવો નથી નીકળ્યો કે જે ગુરુનો વિરોધી હોય. ‘ગુરુ નહીં જોઈએ' એ શબ્દ કોઈ પણ માણસથી બોલાય જ નહીં. એટલે ગુરુ જોઈએ નહીં, એ બધી વિરોધાભાસી વાત કહેવાય. કોઈ એવું કહે કે ‘ગુરુની જરૂર નથી’ તો એ એક દ્રષ્ટિ છે, એનો દ્રષ્ટિરાગ છે. એટલે વસ્તુ આટલી સમજવાની જરૂર છે કે આ જગતમાં ગુરુની તો જરૂર છે. ગુરુ પર ચીઢ ચઢાવવાની જરૂર નથી. ગુરુ શબ્દથી લોકો એટલા બધા ભડકી ગયા છે ! હવે એમાં મુખ્ય તત્ત્વને અને એને વાંધો શું ?! ગુરુતી જરૂર તો ઠેઠ સુધી ! આ તો ‘ગુરુની જરૂર નથી’ કહીને એમનો ‘વ્યુ પોઈન્ટ’ મૂક્યો છે. બીજું કશું નહીં. કોઈક અનુભવ એવો થયેલો છે કે બધે ફર ફર કર્યા પછી, એમ કરતાં કરતાં કરતાં કરતાં પોતાને મહીંથી જ સમાધાન મળવા માંડયું, એ શ્રેણીમાં આવ્યા ! એટલે પછી મનમાં એમ લાગ્યું કે ગુરુ કરવો એ બોજ નકામો છે. પ્રશ્નકર્તા : ‘ગુરુની જરૂર નથી’ કહે છે એ અમુક સ્ટેજમાં પહોંચ્યા પછી ગુરુ કામમાં નથી આવતા. પછી તો તમારા પોતા ઉપર આધાર છે. દાદાશ્રી : એ તો કબીરે ય બધું કહ્યું કે : ‘કબીર હદકા ગુરુ હૈ, બેહદકા ગુરુ નહીં !' એટલે જાય છે. ગુરુ તો ઠેઠ સુધી જોઈશે. બેહદ આવતાં તો તેલ નીકળી પ્રશ્નકર્તા : સાંસારિક કામોમાં ગુરુની જરૂર છે, વ્યવહારિક જ્ઞાનમાં ૧૪ ગુરુ-શિષ્ય ગુરુની જરૂર છે. પણ પોતાની જાતને જેમ છે તેમ જોવા માટે ગુરુની જરૂર નથી. એવું થયું ને ? દાદાશ્રી : સંસારમાં ય ગુરુ જોઈએ અને મોક્ષમાર્ગમાં ય ગુરુ જોઈએ. એ તો કો'ક જ માણસ બોલે કે ‘ગુરુની જરૂર નથી.’ ગુરુ વગર તો ચાલે જ નહીં. ગુરુ એટલે તો અજવાળું કહેવાય. ઠેઠ સુધી ગુરુ જોઈશે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે બારમા ગુંઠાણા સુધી ગુરુની જરૂર પડશે. બારમા ગુણસ્થાનક, ભગવાન થતાં સુધી ગુરુની જરૂર પડશે. પ્રશ્નકર્તા : ગુરુઓનો વિરોધ કરવાનો મારો પ્રશ્ન નથી. હું તો એ સમજવા માગું છું. દાદાશ્રી : હા, પણ ગુરુની ખાસ જરૂર છે આ દુનિયામાં. મારે ય હજુ ગુરુ છે ને ! હું આખા જગતનો શિષ્ય થઈને બેઠેલો છું. તો મારો ગુરુ કોણ ? લોકો ! એટલે ગુરુની તો ઠેઠ સુધી જરૂર. જે વાત સત્ય હોય, એ સત્ય કહેવામાં વાંધો શો છે ! ‘જ્ઞાની પુરુષ’ તો, ખોટું હોય તો તરત એને ખોટું કહે. એ પછી રાજાનું હોય કે ગમે તેનું ! તમારે ના માનવું હોય તો ય મને વાંધો નથી. પણ હું ના ચાલવા દઉં. હું તો આખા વર્લ્ડને ફેક્ટ કહેવા આવ્યો છું. કારણ કે અત્યાર સુધી પોલપોલ ચાલ્યું, તે આ દશા થઈ હિન્દુસ્તાનની. જુઓ તો ખરા ! અમારે પોલું ના બોલાય. હવે જગત શું ખોળે છે ? પોલું બોલીને ય પણ ઠંડક રાખો, પોલું બોલીને ય પણ અહીં ડખો ના થાય તો સારું. પણ અમારાથી એક શબ્દ ય ના બોલાય એવો. નહીં તો અમને તો એ ય આવડતું હતું પણ ના બોલાય. અમારાથી તો છે એને છે’ કહેવું પડે ને ‘નથી એને નથી’ કહેવું પડે. નથી એને છે કહેવાય નહીં ને છે એને નથી કહેવાય નહીં. ગુરુ પોતે જ કહે છે કે ‘ગુરુ કરશો નહીં.’ તો તમે કોણ આ જગ્યાએ ?! એવી રીતે આ બાજુ કહેશે “નિમિત્તની જરૂર નથી.' ત્યારે તમે કોણ અત્યારે ?!

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77