________________
ગુરુ-શિષ્ય
કરી શકતું નથી, કોઈ તત્ત્વ ભેળું થતું નથી, એવું કહેવા માગે છે. તેને બદલે એ વાત લોકો વ્યવહારમાં ખેંચી લાવ્યા. બાકી, વ્યવહારમાં તો વહુ વગર ના ચાલે, વહુને ધણી વગર ના ચાલે. વ્યવહાર બધો પરાશ્રિત છે, નિશ્ચય પરાશ્રિત નથી. નિશ્ચય સ્વાશ્રિત છે. હવે વ્યવહારમાં પેલો નિશ્ચય લાવે તો શી દશા થાય ?!
૧૯
‘ખોટા’તું જ્ઞાત જરૂરી !
આપને સમજાય છે આ વાત ? મારી વાત ખરી નથી કરાવવી. આ તમને ખરી લાગે તો સ્વીકારજો. હું કોઈ વાત ખરી કરાવવા માંગતો જ નથી. આપને ઠીક લાગે તો સ્વીકારો ને ના સ્વીકારો તો એ ય મને વાંધો નથી. મારે તો કોઈ પણ સંજોગોમાં સત્ય બોલવું જોઈએ. નહીં તો આવું બધું જ આ લોકોએ ચલાવી દીધું છે ને !
પ્રશ્નકર્તા : પણ આ તો એમનો વ્યુ પોઈન્ટ છે ને ?
દાદાશ્રી : એ બરોબર છે. પણ આ સત્ય જો હું ઓપન નહીં કરું તો લોક તો આ સત્યને ઢાંકવા ફરે છે અને આ સત્ય કોઈ હિંમતભેર બોલી શકતો નથી. ‘આ ખોટું છે’ એવું લાગ્યું કે ના લાગ્યું ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : ખોટાનું જ્ઞાન થવું જોઈએ. એક ભાઈએ મને કહ્યું કે, ‘આ ખોટું છે’ એવું મને જ્ઞાન થઈ ગયું. મારે તો આટલું જ જોઈતું હતું. કારણ કે આ તો અદબદ રહે, શંકા રહે કે આ યે થોડું સાચું છે ને આ યે થોડું સાચું છે. ત્યાં સુધી તો આમાં કંઈ સ્વાદ નહીં કાઢો. ‘આ ખોટું છે' એવું જ્ઞાનથી લાગવું જોઈએ, ત્યાર પછી સારું ચાલે !
એવું છે ને, આ કોઈ બોલે નહીં ને બધા ય ચલાવ્યે રાખે. મારા જેવા ‘જ્ઞાની પુરુષ' ચોખ્ખું બોલી શકે અને જેમ છે તેમ અમારાથી બોલાય.
છે ‘તિમિત્ત’, છતાં ‘સર્વસ્વ’ જ !
પૂછો બધું, બધું પૂછાય. દરેક પ્રશ્નો પૂછાય. ફરી આ સંજોગ બાઝશે નહીં. માટે બધું પૂછો. પ્રશ્નો સારા છે અને આ બધું બહાર પડે તેમ લોકો
૨૦
ગુરુ-શિષ્ય જાણે ને ! અમે ઠેઠ સુધીની વાત કરીશું. તમે પૂછો એટલે અમે જવાબ આપીએ.
પ્રશ્નકર્તા : એમ પણ કહેવાય છે કે જ્ઞાન ગુરુથી પણ ન થાય ને ગુરુ વગર પણ ન થાય. એ સમજાવો.
દાદાશ્રી : વાત તો ખરી છે ને ! જો કદી ગુરુ એમ કહે કે ‘મારે લીધે થયું' તો ખોટી વાત છે અને પેલો કહે કે ‘ગુરુ વગર થયું’ તો એ ય ખોટી વાત છે. અમે શું કહ્યું છે ? કે આ તમારું જ તમને આપીએ છીએ. અમારું કશું આપતાં જ નથી.
પ્રશ્નકર્તા : આમાં આપ નિમિત્ત તો ખરાં ને ?
દાદાશ્રી : હા, નિમિત્ત તો ખરું ને ! અમે તો પોતે જ તમને કહીએ છીએ ને, કે અમે તો નિમિત્ત છીએ. ખાલી નિમિત્ત ! પણ તમે નિમિત્ત માનો તો તમને નુક્સાન થશે. કારણ કે ઉપકારી ભાવ જતો રહે. જેટલો ઉપકારી ભાવ એટલું પરિણામ વધારે પામે. ઉપકારી ભાવને ભક્તિ કહી છે.
પ્રશ્નકર્તા : આપને નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ જતો રહે, એ ના સમજાયું.
દાદાશ્રી : અમે તો તમને કહીએ છીએ કે અમે નિમિત્ત છીએ. પણ જો તમે નિમિત્ત માનો તો તમને લાભ ના મળે. તમે ઉપકાર માનો
તો પરિણામ પામે. એ નિયમ છે આ દુનિયાનાં. પણ આ નિમિત્ત એવાં
છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે. માટે મહાન મહાન ઉપકાર માનજો.
ત્યાં અર્પણ કરવાનું કહ્યું છે. ઉપકાર માનવાનું એકલું નહીં, પણ આખું મન-વચન-કાયા અર્પણ કરજો. સર્વસ્વ અર્પણ કરતાં વાર ના લાગે એવો ભાવ આવવો જોઈએ.
વીતરાગોએ પણ કહેલું કે જ્ઞાની પુરુષ તો એમ બોલે કે ‘હું તો નિમિત્ત છું.’ પણ મુમુક્ષુએ પોતે ‘એ નિમિત્ત છે’ એવું ના માનવું. મુમુક્ષુએ નિમિત્ત ભાવ દેખાડવો ના જોઈએ કોઈ દહાડો કે “ઓહો, તમે તો નિમિત્ત છો. એમાં તમે શું કરવાના છો ?!’ ‘એ જ અમારા સર્વસ્વ છે’ એવું બોલવું. નહીં તો આ વ્યવહાર ચૂક્યા કહેવાય. તમારે તો ‘એ જ મોક્ષે