Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ ગુરુ-શિષ્ય એટલે પછી એ ઉપદેશ આપણી પાસે રહી જ જાય. આ કૂતરામાંથી ય જાણવાનું મળે તો જાણી લેવું. એટલે આ કૂતરા પણ ગુરુ કહેવાય. આ કૂતરું છે, તે દોઢ કલાકથી બેસી રહ્યું હોય. પણ જો ખાવાનું આટલું બધું નાખીએ, તો ય એ ખવાય એટલું જ ખાય ને બીજું બધું રહેવા દઈને ચાલ્યું જાય. એ કંઈ પરિગ્રહ બાંધતું જાય નહીં, કે ‘લાવ, હું આમ કરું.’ એમની પાસેથી ય આપણને શીખવાનું મળે. એટલે દરેક વસ્તુ પાસેથી આપણને શીખવાનું મળતું હોય, તે બધાને આપણે ગુરુ માનીએ. કૂતરાને કંઈ ગુરુ થવું નથી. એને જો આપણે ગુરુ માનીએ તો એનો ઉપદેશ આપણને પરિણામ પામે. ખરી રીતે જ આ છે ! આ ઠોકર પણ ગુરુ કહેવાય. ગુરુ સિવાય તો માણસ આગળ વધે જ કેવી રીતે તે ?! આપણને રસ્તે ચાલતાં ઠોકર વાગે તો ઠોકરને ય એમ થાય કે ‘તું નીચે જોઈને ચાલતો હોય તો શું ખોટું ?” એટલે દરેક ગુરુ, જ્યાં ને ત્યાં બધાં મને ગુરુ લાગેલા. એ તો જ્યાંથી લાભ થયો હોય તેને ગુરુ માનવો. ઠોકરથી જો લાભ થયો તો આપણે ઠોકરને ગુરુ માનીએ. એ એટલે મેં તો આવી રીતે લાભ પ્રાપ્ત કરેલા છે બધા. બાકી, ગુરુ ઉપર ચીઢ ના જોઈએ. ગુરુ ઉપરની ચીઢથી તો આજે જ્ઞાન અટક્યાં છે બધાં !! ગુરુ-વિરોધી પૂર્વગ્રહથી ગ્રહાયેલા ! એટલે ગુરુ કર્યા વગર ચાલે એવું નથી. ‘ગુરુ વગર ચાલે એવું છે” કહેનાર વિરોધાભાસમાં છે. આ દુનિયામાં કોઈ દહાડો ય ગુરુ કર્યા વગર કશું ચાલે એવું નથી, પછી એ ટેકનિકલ હો કે ગમે તે બાબત હો. ‘ગુરુની જરૂર નથી’ એ વાક્ય લખવા જેવું નથી. એટલે લોકોએ મને પૂછયું, ‘આ કેટલાંક આવું કેમ કહે છે ?” મેં કહ્યું, જાણી-જોઈને નથી કહેતા, દોષપૂર્વક નથી કહેતા. પોતાને જે ગુરુ પ્રત્યેની ચીઢ છે, તે ગયા અવતારની ચીઢ આજે જાહેર કરે છે. પ્રશ્નકર્તા : ગુરુની ચીઢ કેમ ચઢી હશે ? દાદાશ્રી : આ જે જે લોકો એમ કહે છે કે ‘ગુરુની જરૂર નથી” ગુરુ-શિષ્ય એ શેના જેવી વાત છે ? એક ફેરો નાનપણમાં હું દૂધપાક ખાતો હતો ને, તે ઊલટી થઈ ગઈ. હવે ઊલટી બીજા કારણોથી થઈ, દૂધપાકના કારણથી નહીં. પણ મને દૂધપાક ઉપર ચીઢ ચઢી ગઈ, ફરી દૂધપાક દેખું ને ગભરામણ થઈ જાય. એટલે પછી દૂધપાક મારે ઘેર કરે ત્યારે બાને કહ્યું કે, “મારે આ ગળ્યું ખાવાનું નહીં ફાવે, તો તમે શું આપશો ?” ત્યારે બા કહે છે, “ભઈ, બાજરીનું મોળિયું છે. બીજું તું ઘી-ગોળ ખઉં તો આપું.” ત્યારે મેં કહ્યું કે, “ના, મારે ઘી-ગોળ ના જોઈએ.’ તો મધ આપે ત્યારે જ હું ખાઉં, પણ દૂધપાકને તો અડું જ નહીં. પછી બાએ મને સમજાવ્યો કે, “ભઈ, સાસરીમાં જઈશ ત્યારે કહેશે કે શું એની માએ દૂધપાક નથી ખવડાવ્યો કોઈ દહાડો ? ત્યાં તને દૂધપાક મૂકશે ને તું નહીં ખાય તો ખરાબ દેખાય. માટે થોડું થોડું ખાવાનું શરુ કર.” આમ તેમ મને પટાવ પટાવ કર્યો. પણ કશું દહાડો વળે નહીં. એ ચીઢ પેસી ગઈ એ પેસી ગઈ. એવી આ ચીઢ પેસી ગઈ. પ્રશ્નકર્તા : પણ ગુરુ પ્રત્યે કેમ ચીઢ પેસી ગઈ ? દાદાશ્રી : એ તો ગયા અવતારે ગુરુઓ જોડે ભાંજગડ પડેલી, તે આજે એની ચીઢ ચઢે છે. દરેક જાતની ચીઢો પેસી જાય છે ને ! કેટલાંકને તો ગુરુ પ્રત્યે નહીં, ભગવાન પર ચીઢ હોય છે. તે એવી રીતે આ ગુરુની ના પાડે છે, જેમ પેલી ઊલટી બીજા કારણોને લઈને થઈ ને દૂધપાક પર ચીઢ પેસી ગઈ, એવું. બાકી, ‘ગુરુ વગર ચાલે” એવું કહેનારા આખી દુનિયાના વિરોધી છે. કારણ કે પોતાની ભૂલ બીજા ઉપર નાખવા ફરે છે. તમને કેમ લાગે છે વાત ?! પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : કોઈ ગુરુ જોડે અથડામણ આવી ગઈ હોય તે પછી મનમાં નક્કી થઈ જાય કે ગુરુ કરવા જેવા નથી. હવે પોતે ગુરુથી દાઝયા હોય તો પોતે ગુરુ ના કરે, પણ પોતાનો અનુભવ બીજા ઉપર ના મૂકાય. કોઈ ગુરુ જોડે મને કડવો અનુભવ થયો હોય તેથી મારે કહેવું ના જોઈએ કે બધાએ ગુરુ ના કરવા. પોતાનો પૂર્વગ્રહ પોતાની પાસે રહેવા દેવો

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77