________________
ગુરુ-શિષ્ય
? તે મને કહો. માએ જે સંસ્કાર આપ્યા તે ગુરુ ખરી ને ? ‘આમ કરજે બાબા હં, જોજે, આમ જોજે.’ એ ગુરુ નહીં ત્યારે બીજું કોણ ?’
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : એટલે મધર પ્રથમ ગુરુ થાય કે ‘બાબા, આ ચડ્ડી પહેરી લે, આમ છે, તેમ છે.’ ત્યારે એ પણ પેલાએ શીખવું પડે. બા શીખવાડે. ચાલતાં શીખવાડે, બીજું શીખવાડે. કયાં અવતારમાં નથી ચાલ્યો ? અનંત અવતારમાં ચાલ્યો છે, પણ ફરી આ એનું એ જ શીખવાનું.
ઘરમાં વાઈફ ના હોય ને એકલા હોઈએ તો કઢી બનાવવી હોય તો ય કો'કને તો પૂછવું પડે કે મહીં શું શું નાખવાનું ! જેને જેને પૂછ્યું એ ગુરુ કહેવાય બધાં. એટલે ગુરુની તો જ્યાં ને ત્યાં ડગલે ને પગલે જરૂર જ હોય. ગુરુ તો દરેકમાં જોઈએ જ. અત્યારે આ કોર્ટમાં કામ પડે તો આ વકીલને જ ગુરુ કરે તો જ તમારું કામ ચાલે ને ?! એટલે જેમાં ને તેમાં, જ્યાં જઈએ ત્યાં ગુરુની જરૂર. વાત વાતમાં ગુરુની જરૂર !
પ્રશ્નકર્તા : એટલે ઠેઠ સુધી જવું હોય તો ય ગુરુ જોઈએ.
દાદાશ્રી : જ્યાં જવું હોય ત્યાં ગુરુ જોઈએ. આપણે અહીંથી ગાડી લઈને જતાં હોઈએ અને ‘હાઈવે’ ના રસ્તે જવું હોય તો કોઈને પૂછીએ ત્યારે એ લઈ જાય, નહીં તો ઊંધે રસ્તે જાય. એટલે સંસારની બાબતમાં ય ગુરુ જોઈએ અને નિશ્ચયની બાબતમાં ય ગુરુ જોઈએ. એટલે આ ‘ગુરુ શું છે, શેને કહેવાય' એ સમજવાની જરૂર છે.
જ્યાંથી શીખ્યા, તે ય ગુરુ !
પ્રશ્નકર્તા : તો ધર્મની બાબતમાં ગુરુ એક જ કરવો કે બધે જ ગુરુ કરવા ?
દાદાશ્રી : એવું છે, કે શિષ્યભાવ બધે ય રાખવો. ખરી રીતે આખા જગતને ગુરુ કરવા જોઈએ. ઝાડ પાસે પણ જાણવાનું મળે. આ આંબાને આપણે શું કરીએ છીએ ? કેરી ખાવાને માટે એને ઝૂડીએ છીએ તો ય એ ફળ આપે છે, માર ખાઈને પણ ફળ આપે છે ! એટલો એમનો ગુણ
૧૦
ગુરુ-શિષ્ય
જો આપણામાં આવી જાય તો કેટલું સરસ કામ થાય ! એ ય જીવ જ છે ને ! એ કંઈ ઓછું લાકડું છે ?!
પ્રશ્નકર્તા ઃ દત્તાત્રયે અમુક પ્રાણીઓને પોતાના ગુરુ બનાવેલા, એ કયા અર્થમાં ?
દાદાશ્રી : એ તો દત્તાત્રય એકલા જ નહીં, બધા ય લોકો બનાવે છે. એકેએક માણસ પ્રાણીઓને ગુરુ બનાવે છે. પણ આ લોકો પ્રાણીઓને ગુરુ કહે નહીં અને દત્તાત્રયે પ્રાણીઓને ગુરુ કહ્યાં ! પ્રાણીને કો'ક મારે ને, એટલે એ નાસી જાય. એવું લોકો ય શીખેલા કે આપણને મારે એટલે નાસી જવું. એ પ્રાણી પાસેથી શીખેલા છે.
અને એ પ્રાણીઓ એકલા પાસે ગુરુ કહીને નિકાલ ના થાય, આખા જગતના જીવમાત્રને ગુરુ કરે તો જ છૂટકારો છે. આખા જગતના તમામ જીવોને ગુરુ કરે, જેની પાસેથી જે કંઈ જાણવાનું મળે તે સ્વીકાર કરે, તો મુક્તિ છે. બધા જીવમાત્રમાં ભગવાન રહેલા છે, એટલે ત્યાં બધેથી આપણે કંઈક સંપાદન કરીએ તો મુક્તિ છે.
તમને ગુરુની બાબતમાં સમજણ પડીને ? પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : તમારા અનુભવ એ પણ તમારા ગુરુ છે. જેટલો અનુભવ થયો એ તમને ઉપદેશ આપશે. અને જો અનુભવ ઉપદેશનું કારણ ન થતું હોય તો તે અનુભવ નથી. માટે આ બધા ગુરુ જ છે.
અરે, એક માણસ લંગડાતો હતો અને બીજો એક એની મશ્કરી કરીને હસ્યો. પછી થોડી વાર પછી એ મને ભેગો થયો. એ મને કહે છે
કે આજે તો હું આ મશ્કરી કરીને હસ્યો. પણ એટલે હું જાગૃત થઈ ગયો કે અરે, આ તું આત્મા જુએ છે કે શું જુએ છે ?! મને આ જ્ઞાન આવ્યુ, તો ખરો ચેતી ગયો.
એટલે દરેક વસ્તુ ઉપદેશ આપે છે. હંમેશાં દરેક અનુભવ ઉપદેશ આપીને જ જાય. એક ફેરો સારી રીતે બેઠા હોય અને ગજવું કપાયું હોય