Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ ગુરુ-શિષ્ય ગુરુ-શિષ્ય રૂપે હોય અને આ ભવમાં ગુરુ ના મળ્યા હોય પણ પૂર્વ ભવે તો ગુરુ મળેલા જ હોય. બાકી બધું નિમિત્તના આધીન છે. અમારા જેવા કોક નિમિત્ત મળી આવે, તો તમારું કામ થઈ જાય. ત્યાં સુધી તમારે ડેવલપ થયા કરવાનું. અને પછી ‘જ્ઞાની પુરુષ'નું નિમિત્ત મળે તો એ નિમિત્તને આધીન બધું પ્રગટ થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે માણસ સ્વયં કદી પણ પ્રાપ્ત ન કરી શકે ! દાદાશ્રી : સ્વયં કશું પ્રાપ્ત ના થાય. આ દુનિયામાં કોઈને થયેલું ય નહીં. જો અનુભૂતિ આપણે જાતે કરવાની છે, તો પછી સ્કૂલોની જરૂર જ નથી ને ?! કોલેજોની જરૂર જ નથી ને ?! સ્વયંબુદ્ધે ય સાપેક્ષ ! પ્રશ્નકર્તા : આ તીર્થકરો તો સ્વયંબુદ્ધ કહેવાય છે ને ? દાદાશ્રી : હા, તીર્થંકરો બધા સ્વયંભુદ્ધ હોય. પણ આગલા અવતારોમાં ગુરુના થકી એમને તીર્થકર ગોત્ર બંધાયેલું હોય છે. એટલે સ્વયંબુદ્ધ તો એ અપેક્ષાએ કહેવાય છે કે આ અવતારમાં એમને ગુરુ ના મળ્યા એટલે સ્વયંબુદ્ધ કહેવાયા. એ સાપેક્ષ વસ્તુ છે. અને આજે જે સ્વયંબુદ્ધ થયેલા, એ બધા આગલા અવતારમાં પૂછી પૂછીને આવેલા. એટલે બધું પૂછી પૂછીને જ જગત ચાલ્યા કરે છે. આપોઆપ કો'કને જ, સ્વયંબુદ્ધને થાય છે તે અપવાદ છે. બાકી ગુરુ વગર તો જ્ઞાન જ નથી. પ્રશ્નકર્તા : એમ કહેવાય છે કે ઋષભદેવ ભગવાને પોતાનાં બંધનો પોતે જ તોડ્યાં. એટલે એમને બીજા કોઈની જરૂર રહી નહીં ને ? દાદાશ્રી : પણ એમણે મદદ લીધેલી, બહુ પહેલાં લીધેલી. એમણે બે-ત્રણ અવતાર પહેલાં ગુરુની મદદ લીધેલી. મદદ લીધા વગર કોઈ છૂટેલો નહીં. આમાં ય નિમિત્ત તો હોય જ. આ તો ઋષભદેવના ભવમાં એવું દેખાયું લોકોને કે એમની મેળે જાતે જ બંધન તોડ્યાં, પણ પોતે પોતાથી ન બને, ક્યારેય પણ કોઈથી બન્યું નથી ને બનશે નહીં. એટલે નિમિત્ત જોઈશે જ હંમેશાં. પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીના કોણ ગુરુઓ હતા ? દાદાશ્રી : મહાવીર સ્વામીના બધા બહુ ગુરુઓ થયેલા. પણ તે છેલ્લા એક-બે અવતારમાં નહીં થયેલા. એમ ને એમ તે કંઈ લાડવા ખાવાના ખેલ છે ? તીર્થંકરના છેલ્લા અવતારમાં એમને ગુરુની જરૂર નહીં. ક્યાં સુધી ગુરુ જરૂરી ? પ્રશ્નકર્તા : એકલવ્યને ગુરુ ન હોવા છતાં એણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી, એ શું શક્ય નથી ? દાદાશ્રી : એકલવ્યને જે સિદ્ધિ થઈ એ એકસેપ્શનલ, અપવાદ છે. એ કાયમનો નિયમ નથી. દરેક નિયમને અપવાદ હોઈ શકે. બે-પાંચ ટકા આમે ય થાય. પણ તેથી કરીને એવું આપણે માની ન લઈએ કે આજ નિયમ છે. આ ભવમાં ગુરુ ના હોય તો પૂર્વ ભવે ગુરુ મળેલા જ હોય ! પ્રશ્નકર્તા : એકલવ્યને દ્રોણગુરુએ ન્હોતો ભણાવ્યો ને એ ગુરુની મૂર્તિ પાસેથી શીખ્યો ! દાદાશ્રી : એ તો બધું આગલા ભવમાં શીખેલા. અત્યારે તો આ મૂર્તિ એ નિમિત્ત હોય. ગુરુ તો દરેક અવતારમાં જોઈએ જ. પ્રશ્નકર્તા : તો પછી એવું કહી શકાય કે ‘આગલા ભવના મારા ગુરુ હશે એ જ કરશે મારું.’ તો આ ભવે ગુરુ કરવાની જરૂર ખરી ? દાદાશ્રી : પણ આ ભવમાં એ ગુરુ ના ય મળે, ને જરૂરી ય ના હોય અને પછી બીજા અવતારમાં ય એ ફરી મળી આવે. પણ એવું છે ને, હજુ તો રસ્તો આગળ કેટલો ય ચાલવાનો રહ્યો, હજુ તો ગુરુ કેટલાંય જોઈશે. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ગુરુ જોઈશે. યથાર્થ સમકિત થયા પછી ગુરુ નહીં જોઈએ. આ પોલું નથી, ગુરુ વગર તો ચાલે જ નહીં. ગુરુ બિન જરૂરી, એ વાત ખોટી ! પ્રશ્નકર્તા : કેટલાંક સંતો એવું કહે છે કે ગુરુ બનાવવાની જરૂર નથી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77