________________
ગુરુ-શિષ્ય
દાદાશ્રી : ‘ગુરુની જરૂર નથી' એવું કહેનારા એમની પોતાની વાત કરે છે. લોકો એ વાતને ‘એક્સેપ્ટ’ નહીં કરે. આખી દુનિયા ગુરુને ‘એકસેપ્ટ કરે છે. ખરાબ ગુરુ હોય એ તો વખતે બને. પણ ‘ગુરુ” શબ્દ જ કાઢી નાખવો એ તો ચાલે જ નહીં ને !
પ્રશ્નકર્તા : ઘણા લોકો ગુરુ નથી બનાવતા.
દાદાશ્રી : ગુરુ બનાવતા નથી એવું હોતું જ નથી. આ લોકોએ ઉપદેશ આપવા માંડ્યો કે ‘ગુરુ કરશો નહીં.’ ત્યારથી જ આવું હિન્દુસ્તાનમાં થઈ ગયું છે. નહીં તો હિન્દુસ્તાન દેશ તો પહેલેથી જ ગુરુને માન્ય કરે કે ગમે તે એક ગુરુ પણ કરજે.
ઊંધું શીખવ્યું, તે ય ગુરુ ! પ્રશ્નકર્તા : ગુરુ હોય અગર ના હોય, એ બેમાં ફેર શું પડે ?!
દાદાશ્રી : ગુરુ ના હોય તો રસ્તે ચાલતા ચાલતા સાત રસ્તા આવ્યા તો તમે કયે રસ્તે જાવ ?
પ્રશ્નકર્તા : એ તો મન કબૂલ કરતું હોય એ રસ્તો પકડીએ.
દાદાશ્રી : ના, મન તો ભટકવાનું ખોળી કાઢીને કબૂલ કરે. એ કંઈ રસ્તો ના કહેવાય. એટલે પૂછવું પડે, ગુરુ કરવા પડે. ગુરુ કરીને પૂછવું પડે કે કયે રસ્તે મારે જવું ! એટલે ગુરુ વગર તો આ દુનિયામાં એક, આટલું ય, અહીંથી ત્યાં સુધી ય ના ચાલે.
સ્કૂલમાં માસ્તર રાખવા પડ્યા હતા કે હોતા રાખવા પડ્યા ? પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : જયાં જાવ ત્યાં માસ્તર જોઈએ જ. ક્યાં આગળ માસ્તરની જરૂર ના પડી એ મને કહો ?
પછી કોલેજમાં પ્રોફેસર જોઈએ કે ના જોઈએ ? પ્રશ્નકર્તા : જોઈએ.
ગુરુ-શિષ્ય દાદાશ્રી : એટલે મનુષ્ય તરીકે જન્મ્યો ત્યારથી જ એને માથા પર ગુરુ જોઈશે. સ્કૂલમાં ગયો તો ય ગુરુ જોઈશે, કોલેજમાં ગયો તો ય ગુરુ જોઈશે. તેમાં ગુરુ પાછા જાતજાતના. મેટ્રિકમાં ભણતા હોય તેને મેટ્રિકનો ગુરુ જોઈએ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળો ગુરુ પાછો કામ ના લાગે. એટલે ગુરુ પણ જુદા જુદા હોય. દરેકને એક જ જાતના ગુરુ ના હોય. ‘કયાં ભણે છે” તે ઉપર આધાર રાખે છે.
પછી પુસ્તક વાંચો છો, ત્યારે પુસ્તક એ તમારા ગુરુ હોય ? પુસ્તક એ ગુરુ હોય ત્યારે જ વાંચે ને ? કંઈક શીખવાડતું હોય, કંઈ લાભ કરતું હોય ત્યારે જ વાંચે ને ?!
પ્રશ્નકર્તા: હા, બરોબર !
દાદાશ્રી : પુસ્તકો પાસે શીખો છો, એ પુસ્તકોનાં આધારે તમને લાભ થયો. કોઈ પુસ્તકે આપણને માર્ગદર્શન આપ્યું, તો એ ગુરુ કહેવાય. એટલે પુસ્તકે ય તમારો ગુરુ છે.
માસ્તર પાસે, પુસ્તક પાસે, માણસો પાસે તમે શીખો છો, એને ગુરુ જ કહેવાય. એટલે આખું ય જગત ગુરુ જ છે ને !
પ્રશ્નકર્તા : આજનું મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિએ બહારનો આધાર છોડી પોતાના આધાર પર આવવું જોઈએ. બહારનો આધાર એ પછી ગમે તે હો, પણ જિજ્ઞાસુ તેનો આધાર પકડી પાંગળો બને છે.
દાદાશ્રી : બહારનો આધાર લઈને પાંગળો બને છે, એવું ના થવું જોઈએ. બહારનો આધાર છોડીને પોતાના આધાર પર જ રહેવાનું છે. પણ પોતાનો આધાર ના થાય ત્યાં સુધી બહારનો નૈમિત્તિક આધાર લેવાનો છે. નૈમિત્તિક ! કોઈ પુસ્તક નિમિત્ત સ્વરૂપે થઈ પડે છે કે નથી થઈ પડતું ? બધું નિમિત્તરૂપ નથી થઈ પડતું? એટલે આ આજનું મનોવિજ્ઞાન જે કહેતું હોય આધાર છોડવાનું, તે અમુક પ્રમાણમાં એનો આધાર છોડી દેવાનો. પણ અમુક પ્રમાણમાં આધાર લેવો પડે, પુસ્તકનો લેવો પડે, બીજો આધાર લેવો પડે, ત્રીજો આધાર લેવો પડે.
એક સાહેબ કહે છે કે “ગુરુ ના જોઈએ.’ કહ્યું, ‘કોને ગુરુ ન્હોતા તે