________________
રહેતું નથી. તપેલો લોઢાનો ગોળો રગડે ત્યાં ત્યાં રહેલા જીવો હાનિ પામે. તેમ વ્રત, નિયમ, પ્રતિજ્ઞા જેવા વિવેક જન્માવનારા પ્રકારોનું સેવન ન કરે તો તેને પેલા ગરમ ગોળાની જેમ પોતાનું જીવન હાનિરૂપ છે. જે અવગતિનું કારણ છે, એ દુઃખને દૂર કરવા આદરપૂર્વક નિયમબદ્ધ જીવન જીવવું. નિયમપાલનમાં માનસિકશારીરિક લાભ છે. આત્મિકભાવની વિશેષતા છે. (૩) કષાય : કષ = સંસાર, આય = વૃદ્ધિ. ક્રોધાદિ કષાયની વૃદ્ધિ. વિવેકહીન જીવનને કારણે નિમિત્ત મળતા કે પૂર્વસંસ્કારવશ જીવ ક્રોધી, માની, માયાવી કે લોભી બની સ્વ-પર અહિત કરે છે. આ કષાયોના ઉદયમાં જીવ માનવજીવનરૂપી સોનાની મેખને રાખ કરી અવગતિ પામે છે.
કષાયમુક્તિ એ મુક્તિગમનનું આવકારભર્યું વલણ છે. માટે જાગૃત રહીને કષાયવશ ન થવું. વાસ્તવમાં આત્મા સ્વયં કષાયી નથી. (૪) પ્રમાદ : મુખ્યપણે ધર્મ કે ધર્મના માર્ગનો અનાદર, તેની પ્રાપ્તિના અવલંબનરૂપ દેવાદિના માર્ગની અરૂચિ આ દોષને ‘પ્રમાદોહિ મૃત્યુ’ કહ્યું છે. તેમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની લોલુપતા, હિંસાદિ પાંચ અવ્રત, ક્રોધાદિ ચાર કષાય, ચાર વિકથા કરવી, રાગાદિભાવ કરવા, આત્મા પરમાત્માના સ્વરૂપનું અજ્ઞાન સેવવું વિગેરે પ્રમાદ છે. આળસ, નિદ્રા, તો પ્રમાદ છે પરંતુ ધર્મમાર્ગનો અનાદર ભયાનક છે. જે અવગતિનું કારણ છે.
માટે જીવનને ઉન્નત બનાવવા કોઈ સંતસમાગમ રાખવો. સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય કરીને પણ આ શત્રુથી દૂર રહેવું. પ્રમાદ માનવ જીવનની આત્માની અચિંત્ય શક્તિને પ્રગટ થવા દેતો નથી માટે તેને દૂર કરવામાં શ્રેય છે.
(૫) યોગ : ૧. પારમાર્થિક યોગ ૨. પૌદ્ગલિક યોગ (યોગ=જોડાવું.) પારમાર્થિક યોગ એટલે આત્મામાં ઉપયોગનું જોડાવું-ઠરવું. પૌદ્ગલિક યોગ એટલે મન, વચન, કાયાનું આત્મશક્તિની સ્ફૂરણાવડે સક્રિય થવું. તેના બે પ્રકાર છે. શુભયોગ અને અશુભયોગ. મન વડે અશુભ ભાવ કરવા કે ચિંતવવું તે અશુભમનોયોગ. વચન વડે અપ્રિય કે અસત્ય બોલવું તે અશુભવચનયોગ. શરીર વડે આરંભ સમારંભની પ્રવૃત્તિઓ કરવી તે અશુભકાયયોગ. મન વડે શુભભાવ કરવા તે
ચિંતનયાત્રા
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org