Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૯ હરદાન પિંગળશીભાઇ): પ્રસંગલક્ષી કાવ્યને એ સંગ્રહ છે. લોકકવિતા અને દલપતશિલી બેઉનું તેમાં મિશ્રણ છે. રાજાઓ અને કવિઓને ઉત્કૃષ્ટ જીવનપંથે વાળવાનો તેમાં બોધ છે. મુખ્યત્વે તો માત્ર કાનને ગમે તેવી એ કવિતાઓ છે.
પદ્યસંધ' (નગીનદાસ પુરુષોત્તમદાસ સંઘવી) લેખકની સર્વ પ્રકારની કવિતાઓનો આશરે ૭૦૦ પાનાને આ ગ્રંથ છે. કવિતાઓમાં પ્રેમાનંદ, દયારામ અને દલપતરામની છાપ છે. ધર્મ, નીતિ તથા વર્તમાન સામાજિક સ્થિતિ વિશેની બેધક તથા કટાક્ષાત્મક કવિતાઓ વિશેષ છે.
ભાષાંતરે રઘુવંશ' (નાગરદાસ અ. પંડ્યા)નું સમશ્લોકી ભાષાંતર આ પહેલું જ છે, અને સમશ્લોકિતા ઉતારવાની કઠીનતાને જે બાદ કરીએ તો એમાં પ્રસાદગુણ પણ ઠીક જળવાયો છે.
“મેઘદૂત' (ત્રિભુવન વ્યાસ) એ સમશ્લોકી નથી, પરંતુ તેને મૂલણ છંદ જેવો ગેય છે તેવી જ સરલ શિષ્ટ વાણી ભાષાંતરકારની છે, એટલે સમશ્લોકી ભાષાંતરોની લિષ્ટતા તેમાં ઊતરી નથી, અને સરલતા તથા સુગેયતા તેને મળી છે. મૂળ પ્રતિ એકનિષ્ઠ રહેવા સાથે ભાષાંતરને સુગમ્ય બનાવવાને તેમનો પ્રયત્ન સફળ થયો છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા' (રણછોડલાલ કેશવલાલ પરીખ) નું આ ભાષાંતર હરિગીત છંદમાં છે. તે સરલ છે પરંતુ ભાષાની અભિવ્યક્તિમાં શિથિલ છે.
સુવર્ણહિની (દિવાળીબહેન ભટ્ટ) એ મંદાક્રાન્તા વૃત્તમાં વિલિયમ મોરીસના Atalanta's Raceનું ભાષાંતર છે. ભાષા સંસ્કારી છે.
કટાક્ષ-કાવ્યો “પ્રભાતને તપસ્વી” અને “કુસ્કુટદીક્ષા” (“મોટાલાલ’: કવિ અરદેશર ફરામજી ખબરદાર) એ બેઉ અનુક્રમે કવિશ્રી નાનાલાલનાં ડોલનશૈલીનાં કાવ્યો “ગુજરાતને તપસ્વી” અને “બ્રહ્મદીક્ષા'નાં પ્રતિકાવ્યો છે. કવિ નાનાલાલને અપદ્યાગદ્યથી પાછા વાળવાને એ પ્રતિકાવ્યો જન્મ્યાં હતાં. કવિ નાનાલાલ પિતાની ડોલનશૈલીથી પાછા વળતા નથી, પરંતુ ડેલનશૈલી પ્રતિના કટાક્ષ રૂપે એ બેઉ કાવ્યો સારી પેઠે આકર્ષણ કરી શકેલાં.
“કટાક્ષકાવ્યો (દેવકૃષ્ણ પી. જોશી): જુદા જુદા કવિઓની કવિતાસંગ્રહમાં પ્રતિકા, કટાક્ષ કવિતાઓ અને કટાક્ષ રૂ૫ મુક્તકે નાનામોટા પ્રમાણમાં સંગ્રહાયેલાં આમાં મળે છે, પરંતુ કટાક્ષને અનુલક્ષીને લખાયેલી કવિતાઓનો કોઈ ખાસ સંગ્રહ પ્રસિદ્ધ થયા નથી. “કટાક્ષ' શબ્દમાં જે અર્થ