Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ જ્ઞાયક ભાવ અનેકરૂપ છે-તેના અસંખ્ય પ્રકાર છે અને અશુભભાવ પણ અનેકરૂપ છે, તેના અસંખ્ય પ્રકાર છે. અને તે રૂપે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો આત્મા પરિણમતો નથી. અહી પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભઅશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. દ્રવ્યસ્વભાવથી એટલે વસ્તુસ્વભાવથી જોઈએ તો, પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા તો શુભાશુભભાવ છે. અને તે ભાવરૂપે વિશુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા થયો જ નથી. શુભાશુભભાવરૂપે દ્રવ્ય સ્વભાવ કદી થયો જ નથી. કેમ કે એ તો જ્ઞાયકસ્વરૂપ છે. જ્યારે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા શુભાશુભભાવો છે તે તો અચેતન છે. તેમાં ચૈતન્યના સ્વભાવનો અંશ નથી. આત્મા તેમના સ્વભાવે થતો નથી. જયચંદજી પંડિત ખુલાસો કરે છે ( જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી.) ભાષા જુઓ! કે આત્મા શુભાશુભભાવરૂપે થાય તો જડ થઈ જાય. કેમ કે શુભાશુભભાવ તો અચેતન, અજીવ છે. જીવ જ્ઞાયક તે શુભાશુભરૂપે કે જે અજીવ-જડ છે તે રૂપે-કેમ થાય? અહા! દ્રવ્યસ્વભાવથી જોઈએ તો અંત લાવવો મુશ્કેલ છે એવી કષાયની વિચિત્રતાના વશે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના કારણરૂપ એવા શુભાશુભભાવરૂપ આત્મા થયો નથી. આવું છે! અહા! શ્રી કુંદકુંદાચાર્યે ‘વોચ્છામિ સમયપાદુહું'– હું (સમયસાર) કહીશ-એમ કહ્યું છે ને! તો હું કહીશ” નો અર્થ એ થયો કે કોઈ સાંભળનારા છે તેને કહે છે, તારો નાથ-અંદર જે ચૈતન્યસ્વરૂપ સ્વ જ્ઞાયકભાવ પડયો છે તે-શુભ ને અશુભભાવરૂપે થયો નથી. અહા ! કર્મના ચક્રનો અંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115