________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
"
જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે’-જે ગુણસ્થાનના ભેદ છે, જે ચૌદ ગુણસ્થાન છે એ તો અશુદ્ધનયનો-વ્યવહારનયનો-વિષય છે. તેથી તે વસ્તુમાં નથી. અહા! ચૌદ ગુણસ્થાનના ભેદ પણ વસ્તુમાં નથી હો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ કરતાં ચૌદમું ગુણસ્થાન છે એ તો અશુદ્ઘનયનો વિષય છે, પર્યાયનો વિષય કહો કે અશુદ્ઘનયનો વિષય કહો કે વ્યવહારનયનો વિષય કહોત્રણેય એક જ છે. તો, એ ‘જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે'. પાઠમાં હતું ને? કે અપ્રમત્ત-પ્રમત્ત..... જોકે પાઠમાં ન વિ હોવિ આપમત્તો ન પમત્તો-અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી એમ છે. (જ્યારે ભાવાર્થ પ્રમત્ત-અપ્રમત્ત એમ છે.) પરંતુ એ તો પછી સામાન્યપણે સમજાવ્યું છે, કેમ કે પ્રમત્ત પહેલાં હોય છે ખરું ને! પ્રમત્ત પહેલાં હોય છે. પહેલેથી છઠ્ઠું ગુણસ્થાન અને પછી સાતમાથી ચૌદમા ગુણસ્થાનની અપ્રમત્તની ધારા હોય છે, એટલે અહીં ( ભાવાર્થમાં ) સમજાવવામાં જે પહેલું છે તેને પ્રમત્તને પ્રથમ લીધું છે.
૮૨
તો, કહે છે કે આત્મા કે જે જ્ઞાયકભાવે બિરાજમાન છે તેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી. કેમ કે તે શુભાશુભભાવપણે થયો નથી, એટલે કે તે જડપણે થયો નથી. માટે પ્રમત્ત અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ ?
આવો ઉપદેશ ? કાંઈ વાર્તા હોય તો સમજાય પણ ખરું?
અથવા ઘરે વાતુ થાતી હોય એવી વાતુ કરો તો પણ સમજાય ! અરે બાપુ! એ તો તારા ઘરમાં કોઈ દિ' થાતું નથી. અરે ! તારી પર્યાયમાં પણ કોઈ દિ' થાતું નથી એવી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com