Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 114
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૧૧ છે ને તેની પર્યાય અનિત્ય છે. તથા તે પર્યાય દ્રવ્યનો નિર્ણય કરે છે. પરંતુ એ પર્યાયની દૃષ્ટિ છોડાવા. ત્રિકાળી વસ્તુ સત્ય છે અને અશુદ્ધતા એ અસત્ય છે એમ મુખ્ય ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. પણ તેથી બિલકુલ અશુદ્ધતા છે જ નહીં એમ નથી. કેમ કે તો તો પછી અશુદ્ધતા ટાળવાનો ઉપદેશ જ નિરર્થક જાય છે તથા ધર્મ કરવો છે તો, જો પર્યાયમાં અધર્મ ન હોય તો ધર્મ કરવો એ પણ રહેતું નથી. અધર્મની પર્યાયના સ્થાનમાં ધર્મ લાવવો છે. તો (?) જો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ ન હોય તો તેના આશ્રય વિના ધર્મ થતો નથી. અને (૨) જો પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તેને વ્યય થઈને શુદ્ધતા પણ પ્રગટ થતી નથી. આવી વાતુ છે. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ, શુદ્ધનય નામ ત્રિકાળી વસ્તુ-સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એટલે કે પૂર્ણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા જ્યાં દષ્ટિમાં અનુભવમાં આવ્યો અને અનુભવમાં આવીને જ્યાં પૂર્ણ પ્રાપ્તિ થઈ અર્થાત સર્વજ્ઞ થયો, કેવળજ્ઞાન થયું ત્યાં શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું”. પછી સ્વ તરફ ઝૂકવું એ રહેતું નથી. કેમ કે આલંબન તો પૂર્ણ થઈ ગયું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે જેવું દ્રવ્ય છે અને જેવી પર્યાય છે એ જેવા છે તેવું જ્ઞાન થઈ ગયું એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. પ્રમાણદષ્ટિનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે લ્યો. ઓહોહો! ટીકા વિના સામાન્ય ભાષામાં ચાલતી ભાષામાં છે તો પણ કેટલું ભર્યું છે ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 112 113 114 115