Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 112
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૯ ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” ધુવધામ=પોતાનું ધ્રુવસ્થાન; નિત્યાનંદ પ્રભુ આત્મા કે જે પુણ્યપાપની પર્યાયથી પણ ભિન્ન છે. તો એ “ધ્રુવધામના-ધ્યેયના ધ્યાનની ' તેને ધ્યેય બનાવી તેની એકાગ્રતાની “ધખતી ધુણી” એકાગ્રતાની ધખતી ધુણી પર્યાયમાં “ધગશ અને ધીરજથી” ઉગ્ર પુરુષાર્થથી અને ધીરજથી “ધખાવવી” પર્યાયને અંદરમાં એકાકાર કરવી, સ્વરૂપમાં એકાકાર કરવી “તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” અહીં કહે છે કે શુદ્ધનયનો વિષય પ્રધાન કરીને-મુખ્ય કરીને કહ્યો છે કે તું ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ છો ને! તો તેનું શરણ લે. કેમ કે તારું શરણ ત્યાં છે, તારું ધામ ત્યાં છે, તારું સ્થાન ત્યાં છે, તારી શક્તિ ત્યાં છે અને તારા ગુણ ત્યાં છે, અરે! પણ આવું ક્યાં સાંભળવા મળે? અરેરે! મનુષ્યપણું મળ્યું તો પણ પચાસ-સાઠ વરસ એમ ને એમ-પાપમાં-જગત ગાળે છે તો પછી તે કયાં જશે ભાઈ ! અને કદાચિત્ પુણ્યમાં થોડો કાળ ગાળે તો તે પણ બંધનું કારણ છે, ક્લેશ છે, માટે તેની દષ્ટિ છોડાવા અને ત્રિકાળની દષ્ટિ કરાવવા શુદ્ધનયને પ્રધાન-મુખ્યકરીને તે ત્રિકાળી ચીજ ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા “છે.' એમ કહ્યું છે. અર્થાત્ એમ કહે છે કે પ્રભુ! તારું સ્વરૂપ પૂર્ણ છે ત્યાં જા. અને આ મલિન પર્યાય છે તેનાથી હુઠી જા. તારે જ મુક્ત થવું હોય અને આનંદ લેવો હોય તો. નહીંતર દુઃખી તો અનાદિથી થાય જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115