Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 106
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૩ ' હતા અને ત્યાંથી આવીને આ ભગવાનનો સંદેશ છે' એમ તેઓ જગતમાં આડતિયા થઈને જાહેર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય તો આડતિયા છે. જ્યારે માલ તો પ્રભુનો છે. . તો અહીંયાં હવે ર્ક્યુ છે કે ‘અહીં એમ પણ જાણવું કે જિનમતનું ક્શન સ્યાદ્વાદરૂપ છે.’ વીતરાગ ત્રિલોકનાથનો અભિપ્રાય સ્યાદ્વાદરૂપ છે. સ્યાદવાદ=સ્યાત્વાદ–અપેક્ષાએ ન કરવું. અપેક્ષાએ ક્થન કરવું એ જિનમતનું કથન છે. ‘તેથી અશુદ્ધનયને .... અર્થાત્ પર્યાયમાં જે શુભાશુભભાવ છે એ શુભાશુભભાવ પણે ચૈતન્ય નથી થયો એમ હ્યું. પણ તેથી કરીને અશુદ્ધનયનો વિષય જ નથી એમ નથી. ત્રિકાળી શુદ્ધસ્વભાવ-ધ્રુવ જ્ઞાયકભાવ-શુભાશુભપણે થયો નથી. પણ શુભાશુભભાવ પર્યાયમાં છે. માટે તેનો જો નિષેધ કરે તો તો વસ્તુનો જ નિષેધ થઈ જાય છે. સમજાણું કાંઈ ? માટે અહીંયાં કહે છે કે અશુદ્ઘનયને સર્વથા અસત્યાર્થ ન માનવો. પ્રશ્ન:- અહીંયાં તો એમ પણ કહ્યું કે અશુદ્ધતા છે તે જુઠી છે? અસત્યાર્થ છે? ભાઈ! કઈ અપેક્ષાએ ? એ ત્રિકાળી ચૈતન્ય જ્યોત કે જે ધ્રુવધાતુ છે, ચૈતન્યધાતુ છે અર્થાત્ જેણે ચૈતન્યપણું ધારી રાખ્યું છે તેની અપેક્ષાએ રાગ અને પુણ્ય-પાપને અશુદ્ધ કહીને, અચેતન કહીને દ્રવ્યમાં નથી એમ કહ્યું છે. પણ તેથી તે પર્યાયમાં પણ નથી એમ નથી. માટે તેને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બંને વસ્તુના ધર્મ છે. કચિત્ નયથી (કોઈ અપેક્ષાથી ) જે Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115