Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 98
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૯૫ જાણવાવાળી પર્યાય છે અથવા તો જે અશુદ્ધ રાગ છે તે કોઈ તારામાં છે કે નહીં? ના. ત્યારે હવે એ તારામાં છે નહીં એવું જ્ઞાન થયું તો, એ જે જ્ઞાનની પર્યાય અને પણ જાણે છે અને પરને પણ જાણે છે. તો, પર્યાય અંદરમાં-તારામાં-છે કે નહીં ? પર્યાય અંદરમાં નથી પણ પર્યાયને બેઉનું જાણવું (સ્વ અને પર) તે મારામાં છે. અહા! અંદર ચૈતન્ય આત્મા જ્ઞાનનો પૂંજ છે. જેમ પચીસ-પચીસ મણના મોટા રૂનાં ધોકળાં હોય છે ને ! તેમ આ આત્મા અનંત-અનંત જ્ઞાનાદિ ગુણનું ધોકળું છે અને જેમ રૂના ધોકળામાંથી થોડો નમૂનો બહાર કાઢીને કહેને કે જુઓ ભાઈ ! આ રૂ આવું છે. તેમ આ જ્ઞાયકપુંજ પ્રભુ આત્માનું જ્ઞાન કરવાથી તેના નમૂનારૂપ જ્ઞાનની પર્યાય બહાર આવે છે. અને જે આ જ્ઞાનની પર્યાય બહાર આવી તેવું જ આખું સ્વરૂપ જ્ઞાનમય છે. જોકે જે જ્ઞાનની અવસ્થા થઈ તે જ્ઞાનની પર્યાય ત્રિકાળની અપેક્ષાએ છે તો ભેદ. પણ તેનો રાગ તરફનો ઝુકાવ નથી. કેમ કે રાગનું જ્ઞાન થયું છે એ તો સ્વના ઝુકાવવાળી પર્યાયમાં થયું છે. એ કારણે તે પર્યાયને પણ અભેદ કહેવામાં આવે છે. અભેદ નામ તે સ્વસમ્મુખ થઈ છે, સ્વના આશ્રયે થઈ છે. તો, તેને અભેદ થઈ ' એમ કહેવામાં આવે છે. પણ તેથી કરીને તે પર્યાય કાંઈ દ્રવ્યમાં ઘૂસી જાતી નથી. પર્યાય તો પર્યાયમાં રહે છે. ભલે એ જ્ઞાયકનું જ્ઞાન થયું અને રાગનું પણ જ્ઞાન થયું. પણ એ તો પોતાની પર્યાયથી છે. અને છતાં પણ એ પર્યાય કાંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115