Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 102
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૯૯ અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દષ્ટિએ પર્યાયાર્થિક જ છે.” અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ કહ્યું? કેમ કે દ્રવ્ય પોતે પોતાની પર્યાયમાં અશુદ્ધરૂપે થાય છે. આ કારણે તેને અશુદ્ધદ્રવ્યાર્થિક કહેવામાં આવ્યું છે. અને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક જ છે. પ્રમત્ત-અપ્રમત્તાદિ બધા ભેદો તો પર્યાય જ છે. તેથી વ્યવહારનય જ છે. શું કહ્યું? કે ત્રિકાળ વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે તે અને તેમાં અભેદ થયેલી પર્યાય શુદ્ધનયનો વિષય છે. પરંતુ જે સંયોગજનિત મલિનપર્યાયનો ભેદ છે-ચૌદ ગુણસ્થાન, શુભાશુભ ભાવ છે-તે તો અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. કેમ કે એ દ્રવ્ય પોતે પર્યાયમાં એ રૂપે થયું છે. ભેદરૂપે પર્યાય થઈ છે માટે એ અપેક્ષાએ તેને (પર્યાયને) અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો છે. પરંતુ તે અશુદ્ધદ્રવ્યાર્થિકન, પર્યાયાર્થિક જ છે. અને જે પર્યાયાર્થિક છે તે વ્યવહારનય જ છે. અહા! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ભાષામાં દિવ્ય ધ્વનિમાં પ્રભુની વાણીમાં આ આવ્યું છે, અને તેની આચાર્યોએ આ રીતે ગાથામાં રચના કરી છે. તથા તેનો આ ભાવાર્થ જયચંદજી પંડિત થઈ ગયા છે, તેમણે ભર્યો છે. આ તો ભાવાર્થ છે ને! ગાથામાં ટીકામાં શું કહેવા માગે છે તેની સ્પષ્ટતા ભાવાર્થમાં કરી છે. તો કહે છે કે પર્યાયાર્થિક જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115