________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦
જ્ઞાયક ભાવ
અને તે કોઈનો નથી. કયાં જઈને અવતરશે? તો એકવાર જ્યાં પ્રભુ છે ત્યાં નજ૨ કરને ! જ્યાં ચૈતન્ય સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે ત્યાં નજર કરને!
અહા ! અકેલા અખંડ આનંદની કંદ, પૂર્ણાનંદ સ્વરૂપ, ચૈતન્યરસથી ભરેલો અને જિનસ્વરૂપ આત્મા છે. અર્થાત્ ત્રિકાળ જિનસ્વરૂપી, વીતરાગસ્વરૂપી પ્રભુ આત્મા છે. પ૨નું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી અને રાગને જાણનારી પર્યાયનું પણ લક્ષ છોડી... જ્યારે લક્ષ આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે. અહા ! છઠ્ઠી ગાથા બહુ મુદ્દાની ૨કમ છે.
તો, કહે છે કે · સમસ્ત અન્યદ્રવ્યોના '..... અહા ! ‘સમસ્ત ’ લીધું ને! તો તેમાં તીર્થંકર પણ આવ્યા અને તીર્થંકરની વાણી પણ આવી. માટે, તેના ઉપરથી પણ લક્ષ છોડી દે. અહા ! સમસ્ત અન્યદ્રવ્ય અને તેના ભાવોથી અર્થાત્ ભગવાનનો ભાવ જે કેવળજ્ઞાન છે અને કર્મનો ભાવ જે પુણ્યપાપનો રસ છે તે બધાથી પણ લક્ષ છોડી દે. તો, ‘અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો '–જ્ઞાયક ભાવને રાગથી, નિમિત્તથી જુદો સેવવામાં આવતાં (શુદ્ધ કહેવાય છે.)
અહા ! જ્ઞાયક ભગવાન આત્મા તો પૂર્ણસ્વભાવથી ભરેલ જિનચંદ્ર છે. વીતરાગી શીતળ સ્વભાવથી પૂર્ણ ભરેલો તે ભગવાન છે. તો તેના ઉપર લક્ષ જતાં એટલે કે તેની પર્યાયમાં તેનું લક્ષ થતાં તેની સેવા થાય છે. અર્થાત્ તેની પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થવું એ તેની સેવા છે. લ્યો, આ દ્રવ્યની સેવા. જુઓ, આમાં કેટલું ભર્યું છે! અરેરે ! જગત કયાં પડયું છે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com