________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
৩০
જ્ઞાયક ભાવ
છે. અને તે વસ્તુ મલિન થતી નથી. પણ તેની પર્યાય-અવસ્થાહાલત-વર્તમાન-દશા-૫૨દ્રવ્યના નિમિત્તથી મલિન થઈ જાય છે. દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે પણ દ્રવ્ય-દષ્ટિથી હો. દ્રવ્યને જે દૃષ્ટિ દેખે છે તે દૃષ્ટિથી જોઈએ તો દ્રવ્ય તો જે છે તે જ છે. અહા ! ભાષા સાદી છે. કાંઈ બહુ એવી અઘરી નથી. પણ ભાવ તો ઝીણા છે. અરે ! એણે અનંત-અનંત કાળ થયા છતાં તત્ત્વ શું છે, મૂળ-કાયમી-અસલી-ચીજ શું છે તે જાણી જ નથી.
તો અહીં કહે છે કે ‘દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે'-જે છે તે જ છે. અર્થાત્ તેમાં મલિનતા પણ નથી અને સંસાર પણ નથી. પરંતુ તે જે કંઈ છે તેવી જ અનાદિથી છે. અહા ! દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય એટલે કે વસ્તુ..... દ્રવ્ય એટલે પૈસો નહીં પણ વસ્તુ અહા! ભગવાન આત્મા વસ્તુ છે ને! તે છે ને? શું ભૂતકાળમાં નહોતો એમ છે? ના. એ તો પહેલેથી જ અનાદિથી જ છે. તો, તે અનાદિથી છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ તો છે.... છે.... એમ ત્રિકાળ છે. આવું તે દ્રવ્ય દ્રવ્ય-દષ્ટિથી તો જે છે તે જ છે. પરંતુ ‘પર્યાય-દષ્ટિથી જોવામાં આવે....... જોયું ? પર્યાય-દષ્ટિથી જોવામાં આવે એમ કહ્યું છે. અહા ! તેને અવસ્થાથી-પર્યાયદષ્ટિથી ‘જોવામાં આવે તો મલિન જ દેખાય છે'-મલિનતા છે અને તેમ દેખાય પણ છે. પર્યાયથી જુઓ તો દ્રવ્ય મલિન દેખાય છે. જુઓ અહીંયાં પરની દયા પાળવી કે તે પરની હિંસા કરી શકે છે એ વાત તો છે જ નહીં. તે જે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com