________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
વિચા૨વાનને સંગથી વ્યતિરિક્તપણું ૫૨મ શ્રેયરૂપ છે.
* પ્રત્યક્ષ સત્તમાગમમાં ભક્તિ-વૈરાગ્યાદિ દઢ સાધન સહિત મુમુક્ષુએ સદ્દગુરુ-આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.
* અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
* સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગમાંથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
* અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે અગિયારમું આશ્ચર્ય છે.
* જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત ચારિત્રદિવસ વિચારવા યોગ્ય છે.
* ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને ૫૨માર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહિં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!
-શ્રીમદ્ રાજચંદ્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com