Book Title: Dravya Drushti Jineshvar Author(s): Atmadharm Parivar Publisher: Sharadaben Shantilal Shah Mumbai View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માર્થીની પાત્રતા નિશ્ચયના ઉપાસક-જીવની વ્યવહારશુદ્ધિ કેવી હોય તે બાબતમાં પૂજ્ય ગુરુદેવે એક વખત ખાસ ભારપૂર્વક સમજાવ્યું હતુંકે “જે જીવ નિશ્ચયની ઉપાસના કરવા કટિબદ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં કરતાં વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. તેને દોષોનો ભય હોય, અકષાયસ્વભાવને સાધવા તૈયાર થયો ત્યાં તેને કષાય શાંત થવા માંડે, તેની કોઈ પ્રવૃત્તિ કે આચરણ એવા ન હોય કે રાગાદિનું પોષણ કરે. પહેલાં રાગાદિની મંદતા હતી તેને બદલે હવે રાગાદિની તીવ્રતા થાય તો તે સ્વભાવને સાધવાની નજીક આવ્યો એમ કઈ રીતે કહેવાય? એકલું જ્ઞાન-શાન કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની મંદતા હોવી જોઈએ, ધર્માત્મા પ્રત્યે વિનય-બહુમાન-ભક્તિનમ્રતા-નરમાશ હોવા જોઈએ, બીજા સાધર્મીઓ પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, શાસ્ત્રાભ્યાસ વગેરેનો પ્રયત્ન હોવો જોઈએ.. એમ ચારેકોરના બધાં પડખાથી પાત્રતા કેળવવી જોઈએ; તો જ યથાર્થ પરિણમે. ખરેખર, સાક્ષાત્ સમાગમની બલિહારી છે; સત્સંગમાં અને સંત-ધર્માત્માની છત્રછાયામાં રહીને તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપે રાખીને, ચારે પડખેથી સર્વ પ્રકારે ઉધમ કરીને પોતાની પાત્રતાને પુષ્ટ કરવી જોઈએ.” –ખરેખર, આપણા સદ્દભાગ્ય છે કે સર્વ પડખેથી પાત્રતા કેળવીને આત્માની ઉપાસના કઈ રીતે કરવી તે પૂજ્ય ગુરુદેવ જેવા સંતે સાક્ષાપણે હંમેશા સમજાવીને તેઓશ્રી આપણા જીવનનું ઘડતર કરી ગયા છે. ગુરુદેવશ્રીનાં અમાપ ઉપકાર સંબંધમાં કાંઈ પણ કહેવા જતાં વાણી અટકી જાય છે. [ તેઓશ્રીની ગેરહાજરીમાં તેઓશ્રીનાં ભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીએ, ગુરુકૃપાથી પ્રાપ્ત એ સંસ્કારોને દઢ કરાવીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. ] પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલા માર્ગે ચાલીને તેઓશ્રીનાં ઉપકારને અતિ શીઘ્રતાથી સાર્થક કરીએ એ જ ભાવના... * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 267