Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રુતની લબ્ધિવંત પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રોમાં ભરેલાં ગહન ભાવો ખોલવાની ગુરુદેવમાં અજબ શક્તિ હતી. તેમને શ્રુતની લબ્ધિ હતી. વ્યાખ્યાનમાં નીકલતા ગંભીર ભાવો સાંભળતાં ઘણી વાર એમ થતું કે “આ તે શું શ્રુતસાગર ઊછળ્યો છે? આવા ગંભીર ભાવો કયાંથી નીકળે છે?' ગુરુદેવના જેવી વાણી ક્યાંય સાંભળી નથી. તેમની અમૃતવાણીના રણકાર કેટલા મીઠા હતા? —જાણે કે સાંભળ્યા જ કરીએ. તેમના જેવું, આત્માને સ્પર્શીને નીકળતું એક વાક્ય પણ કોઈ બોલી શકતું નથી. અનુભવરસથી રસબસતી ગુરુદેવની જોરદાર વાણીના પડકાર કોઈ જુદા જ હતા:-પાત્ર જીવોના પુરુષાર્થને ઉપાડ અને મિથ્યાત્વના ભૂકા ઉડાડી દે એવી દૈવી વાણી હતી. આપણાં ભાગ્ય કે ગુરુદેવની એ મંગળમય કલ્યાણકારી વાણી ટેઈપમાં ઉતરીને જીવંત રહી. બહેનશ્રી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 267