Book Title: Dile is Dangerious Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 8
________________ ડિલે ઇસ ડેન્જરસ જેમાં આપણે એવો દાવો કરીએ છીએ કે “આટલા સમય પછી હું આવું કરીશ.” પણ આ દાવો ખોટો છે. એ સાચો પડી જાય તો ય ખોટો છે. કારણ કે એ દાવો કરતી વખતે આપણને આપણી આગલી ક્ષણનું પણ નિશ્ચિત જ્ઞાન નથી હોતું. પરમ પાવન શ્રી દશવૈકાલિકસૂત્ર કહે છે – जमटुं तु ण जाणेज्जा एवमेयं ति णो वए । જે વસ્તુને તમે જાણતા નથી તે આ રીતે છે એમ ન કહેવું. जत्थ संका भवे तं तु एवमेयं ति णो वए । જે બાબતમાં તમને થોડી પણ શંકા હોય તે આ રીતે છે એમ ન કહેવું. કારણ કે આ પણ એક જાતનો મૃષાવાદ છે. શાંતિથી વિચાર કરીએ તો લાગે છે, કે ‘વિલંબમાં પણ કંઈક આવું જ બને છે. એમાં આપણે ખોટા હોઈએ છીએ કારણ કે આપણા ખોટા પડવાની પૂરે પૂરી સંભાવના છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56