Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 31
________________ ડિલે ઇસ ડેન્જરસ ૩૧ શું આપ અમારા સમયને નિષ્ફળ બનાવીને અમને કંગાળ કરવા માંગો છો ? કે પછી એને સફળ બનાવીને અમને ન્યાલ કરવા માંગો છો. આપ જેવા પુત્રવત્સલ પિતા માટે બીજું શું કર્તવ્ય હોઈ શકે ? આપ મહેરબાની કરીને અમને સંયમ સ્વીકારવાની અનુમતિ આપો. પિતા ગંભીર ચિંતનમાં ગરકાવ થઈ જાય છે. થોડી ક્ષણો એમ જ વીતી જાય છે ને પછી પિતા પોતાના તરફથી છેલ્લી વાત કરે છે - एगओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुआ । पच्छा जाया भविस्सामो, भिक्खमाणा कले कुले ॥ બેટા ! તમારી બધી વાત સાચી. સંયમ જ આ જીવનનો સાર છે, એ વાત હું પણ સ્વીકારું છું. પણ તમે અત્યારે ને અત્યારે સંયમ લેવાની વાત ન કરો. આપણે સમ્યક્તનો અંગીકાર કરીને હમણા શ્રાવકરૂપે સંસારમાં જ રહીએ. પછી તમે જરૂર દીક્ષા લેજો.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56