________________
ડિલે ઇસ ડેન્જરસ
अब्भाहयम्मि लोयम्मि, सव्वओ परिवारिए ।
अमोहाहिं पडतीहिं, गिहंसि ण रई लभे ॥ પિતાજી !
દુનિયા આખી કચડાઈ રહી છે - છૂંદાઈ રહી છે.
ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે
અને એક અમોઘ તત્ત્વ સતત જઈ રહ્યું છે.
આ સ્થિતિમાં અમે ઘરમાં રહી શકીએ
એ શક્ય જ નથી.
અમને અહીં બિલ્કુલ ગમે એમ નથી. પિતા કહે છે
-
“જરા ખોલીને વાત કરો તો ખબર પડે.” પુત્રોએ કહ્યું – मच्चूणाऽब्भाहओ लोओ, जराए परिवारिओ અમોદ્દા વળી વુત્તા, વં તાય ! વિયાાદ ॥ પિતાજી !
દુનિયા આખીને કચડી ને છૂંદી નાખનાર છે મૃત્યુ, દુનિયાને ઘેરીને દુઃખી દુઃખી કરી દેનાર છે ઘડપણ અને અમોઘ તત્ત્વ છે રાત.
આપ આને સમજવાનો પ્રયાસ કરો.
जा जा वच्चइ रयणी, ण सा पडिनियत्तइ ।
अहम्मं कुणमाणस्स, अहला जंति राईओ ॥
એક એક દિવસ ને એક એક રાત
જે જતાં રહ્યા
૨૯