________________
૪૦
ડિલે ઇસ ડેન્જરસ
જ્યારે આપણે સમય બગાડીએ છીએ, ત્યારે હકીકતમાં આપણી જાત બગાડીએ છીએ. આપણે આપણને પોતાને બગાડીએ છીએ. સમય ફોગટ થયો એટલે આપણે ફોગટ થયા. સમય વ્યર્થ ગયો એટલે આપણે વ્યર્થ ગયા. અવાર નવાર મને એવો અનુભવ થાય છે - કોઈ જિજ્ઞાસુ કહે છે - “મારે આપનો થોડો સમય જોઈએ છે.” મનોમન હું થોડો હસી પડું છું. એ વ્યક્તિને લાગે છે કે એ મારી પાસે બહુ જ નાની માંગણી કરી રહી છે. પણ હકીકત તો એ છે કે એ મારી પાસે મારી જાતને જ માંગી રહી છે. જે મારું બધું જ છે, જે હું પોતે છું. પરાર્થ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એ તો મોક્ષાર્થીનું કર્તવ્ય છે. અહીં તો વાત એ છે, કે ‘ફક્ત ૧૫ મિનિટનો અર્થ કેટલો ગંભીર હોય છે ! ને આપણે કેટલી છીછરી દૃષ્ટિથી એને મૂલવતા હોઈએ છીએ. એ વેડફાઈ શકે એવી શક્યતા ત્યારે જ ઊભી થાય