Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 39
________________ ડિલે ઇસ ડેન્જરસ ૩૯ ને અવસરને ઝડપી લે છે. સમય એ શું હોય છે ? જ્યારે માણસ બોલે છે કે સમય ખરાબ છે એનો અર્થ શું હોય છે ? પરમ પાવન શ્રી ભગવતીસૂત્રની એક ઘટના છે – ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે – “હે પ્રભુ! આ જે ‘સમય’ કહેવાય છે, તે શું હોય છે?” પ્રભુ જવાબ આપે છે - “નીવા વેવ નવા ચેવ - જીવ અને અજીવ એ જ સમય છે.” સમય ખરાબ છે – આનો અર્થ એ નથી કે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે. મંદી, મોંઘવારી, ચોરી, અસલામતી, દગા-ફટકો આવી બધી પરિસ્થિતિમાં એમ કહેવાય છે કે સમય ખરાબ છે. માણસ માંદો પડ્યો હોય, તો એમ કહે છે, કે ‘સમય ખરાબ છે.” પ્રભુનું વચન કેટલું સચોટ છે ! જીવ ને અજીવ – તે જ સમય.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56