________________
ડિલે ઇસડેન્જરસ
૪૫
કેન્સર એ શરીરનો રોગ છે, સંસાર એ આત્માનો રોગ છે. કેન્સર એ પડોશીનો રોગ છે સંસાર એ આપણો પોતાનો રોગ છે. કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે માણસને જેટલી ઉતાવળ હોય, એના કરતા લાખગણી ઉતાવળ આપણને સંસાર-રોગની ચિકિત્સા માટે હોવી જોઈએ. જો આપણને એવી ઉતાવળ નથી તો આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. બહુ મોટું જોખમ વહોરી રહ્યા છીએ. રત્નત્રયી એ સંસાર-રોગની ચિકિત્સા છે. એના માટે આપણે તલસીએ, એની આપણને તલપ જાગે એના વિના તરફડાટ જેવી વેદના થાય, એનો વિલંબ અત્યંત અસહ્ય બને ને એને પામવા માટે આપણે સર્વશક્તિથી પુરુષાર્થ કરીએ, તો સમજવું, કે આપણે સંસાર-રોગ પ્રત્યે સભાન છીએ, એને આપણે સમજ્યા છીએ,