Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 52
________________ ૫૨ ડિલે ઇસ ડેન્જરસ આપણી કલ્પનાશક્તિની પહોંચ છે. ક્ષણનું મૂલ્યાંકન કરવું શક્ય જ નથી, ૯૯ કરોડ સોનૈયાથી પણ નહીં. ક્ષણનો વેડફાટ.. ક્ષણનો વિલંબ...ક્ષણનો પ્રમાદ... એ ૯૯ કરોડ, ના, બલ્ક અબજો અબજો સોનામહોરોના વેડફાટ કરતાં ય વધુ મોટું નુકશાન છે. જ્યારે સમજી શકશું આપણે આ વાસ્તવિકતાને? અચાનક દેહ પડવાનો, ચિતામાં એ જ બળવાનો, પછી મુજને ઉગરવાનો, ન રહે કોઈ પણ આરો, અધુરાં રહે અભરખાં... અધુરાં રહે અભરખાં, એવા કદમ ઉઠાવું છું, આ દેહની પૂજામાં દિન-રાત વીતાવું છું... કિંમતી સમય જીવનનો, હું રાખમાં... આપણાં સપનાને અધુરાં રાખવા માટે એક જ વ્યક્તિ સક્ષમ છે, અને તે વ્યક્તિ આપણે પોતે છીએ. બાળપણમાં એક ગીત મારા હૃદયમાં ખૂબ જ સ્પર્શતું હતું – અવતાર માનવીનો, ફરીને નહીં મળે.....

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56