Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/034129/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Now ॥ सिद्धये वर्द्धमानस्स्यात्, ताम्रा यन्नखमञ्जरी । प्रत्यूहशलभप्लोषे, दीप्रदीपाङ्कुरायते ॥ અભી નહીં તો કભી નહીં or Never ડિલે ઇસ ડેન્જરસ Heart to Heart સુકૃતના મનોરથને શીધ્ર સફળ કરવા માટે એક હાર્દિક સંવાદ પ્રિયમ્ Plz. Hurry up પ્રાપ્તિસ્થાન - બાબુલાલ સરેમલજી સિદ્ધાચલ બંગ્લોઝ, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - ૩૮૦૦૧૫ Mobile-9426585904 email - ahoshrut.bs@gmail.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ “વધાઈ હો...વધાઈ હો...વધાઈ હો... મહારાજાને ખૂબ ખૂબ વધાઈ હો... મહારાજ ! આપના પિતાજી...રાજા ઋષભ... એટલે કે...રાજર્ષિ ઋષભ એમના પાવન ચરણ કમળોથી વસુંધરાને પાવન કરતા કરતા આજે સાંજે આપણી તક્ષશિલા નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે અને ધ્યાનમાં પર્વત જેવા નિશ્ચલ ઊભા રહ્યા છે...” હજી તો ઉદ્યાનપાલકની વાત પૂરી થઈ છે, ત્યાં તો મહારાજા બાહુબલિ ઊભા થઈ ગયા, ફક્ત એમના માથાનો મુગટ બાકી રહ્યો. ઉદ્યાનપાલકની પાછલી સાત પેઢીની સંપત્તિ ભેગી કરીએ એના કરતા અનેકગણી સંપત્તિ એની આગલી સાત પેઢીને મળી ગઈ. મહારાજા બાહુબલિના એક એક રોમ ટટ્ટાર થઈ ગયા છે. આંખોમાંથી ટપોટપ આનંદના અશ્રુઓ પડી રહ્યા છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ મારા આંગણે પ્રભુ પધાર્યા... હું ધન્ય થઈ ગયો...કૃતાર્થ થઈ ગયો... અત્યારે તો રાત છે, કાલે સવારે વાજતે ગાજતે આખા ય નગર સાથે પ્રભુને વંદન કરવા જઈશ. એમને જોઈને આ તરસી આંખોના પારણા થઈ જશે, એમની સ્તુતિ કરતા મારો કંઠ ગદ્ ગદ્ થઈ જશે, હું એમને વંદન કરવા ઝુકીશ ને મારું આખું ય અસ્તિત્વ એમના પ્રત્યે ઢળી પડશે. મારા પરમ ઉપકારી...મારા પિતા... મારા પ્રભુ.. બસ, હું એમને અનિમેષ નયને જોયા જ કરીશ જોયા જ કરીશ... “મહામંત્રીને બોલાવો...’ મહારાજાનો આદેશ લઈને મહામંત્રી કામે લાગ્યા. આખી ય તક્ષશિલા નગરી ઇન્દ્રપુરીની જેમ શોભવા લાગી. ૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ઘેર ઘેર આનંદ છવાઈ ગયો. સવારે પહેરવાના કપડાં ને ઘરેણા.... જાજરમાન રથોની સાજ-સજ્જા.... ભગવાનને ધરવા માટેની ભેટ-સોગાદો... ધવલ-મંગલના ગીતોની પૂર્વતૈયારી.. છે તો મધરાત પણ આખી ય નગરીમાં મધ્યાહ્ન જેવી ચહલ-પહલ છે. મળસ્કે તો હાથીઓની ગર્જનાઓ ઘોડાઓની હણહણાટીઓ ને રથોની ઝાલરોના ઝણકારાઓએ આખી ય તક્ષશિલાને મુખરિત કરી દીધી વિરાટ ચતુરંગી સેના... હજારો ભાટ-ચારણો-ગીતકારો-નૃત્યકારો - સંગીતકારો-કલાકારો-હાસ્યકારો-ક્રીડાકારો ને લાખોના લાખો પ્રજાજનો સાથે મહારાજા બાહુબલિએ પ્રસ્થાન કર્યું. એક બાજુ સૂરજના સોનેરી કિરણો ચોમેર પ્રસરી રહ્યા છે, ને બીજી બાજુ મહારાજાના અંતરનું સ્વર્ણિમ સ્વપ્ન સાકાર થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે... એ દેખાય ઉદ્યાન... Page #5 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ એ આવ્યું...એ આવ્યું... હમણા પ્રભુના દર્શન થશે... હમણા આ આંખો પાવન થશે... બસ, આવી ગયું ઉદ્યાન.. આમાં પ્રભુ ક્યાં હશે ? આ પ્રશ્ન થતાની સાથે નજર સામે ઉઘાનપાલ દેખાય છે... “પધારો મહારાજ પધારો... પ્રભુ આ બાજુ છે...'' મહારાજા બાહુબલિની પાછળ વિરાટ મેદની ચાલી રહી છે. એ લાખો આંખોમાં પ્રભુદર્શનની પ્યાસ તરવરી રહી છે... “પધારો મહારાજ...આ બાજુ... અરે, પ્રભુ સાંજે તો અહીં જ હતા... પ્રભુ ક્યાં જતાં... ઓહ...આ પગલાં પરથી તો એવું લાગે છે, કે પ્રભુએ તો...’’ ઉદ્યાનપાલ જે ન બોલી શક્યો, એ ય મહારાજાને સંભળાઈ ગયું. એ ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યા... ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ એમનું હૃદય જાણે ભાંગીને ભુક્કો થઈ ગયું... એમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. “પ્રભુ ખુદ મારે આંગણે આવ્યા ને હું એમના દર્શન સુદ્ધા ન કરી શક્યો... હું કેટલો અભાગિયો ! હું કેટલો ભારેકર્મી ! ધિક્કાર છે મને... મને જેટલા ધિક્કાર આપું એટલા ઓછા છે... હું સમજતો હતો કે હું ઉત્સવ કરી રહ્યો છું, મને લાગતું હતું કે હું તૈયારી કરી રહ્યો છું, પણ હવે ખ્યાલ આવ્યો કે હું તો વિલંબ કરી રહ્યો હતો. એ મધરાત સવાર કરતાં ય વધુ સોહામણી થઈ શકી હોત, પણ મેં અભાગિયાએ આ સવારને મધરાત કરતાં ય વધુ બિહામણી બનાવી દીધી. લક્ષ્મી ખુદ મને ચાંદલો કરવા આવી, ને હું મોઢું ધોવા રહ્યો... રે..હવે પ્રભુ ફરી ક્યારે???” લાખો આંખો જાણે વાદળ બની છે, ને આખા ય ઉદ્યાનની ધરતી ભીની ભીની થઈ રહી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ અફસોસનો કોઈ પાર નથી પણ હવે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. બાહુબલિની આ ઘટના આપણને આ જ સંદેશ આપે છે - Delay is dangerous. अवाप्य धर्मावसरं विवेकी, कुर्याद् विलम्बं न हि विस्तराय । यतो जिनस्तक्षशिलाधिपेन, रात्रिं व्यतिक्रम्य न वन्दितश्च ॥ ધર્મનો અવસર મળી જાય, પછી વિવેકીએ એમાં લેશ પણ વિલંબ કરવા જેવો નથી. પછી ભલે ને એ વિલંબ એ ધર્મને વિસ્તૃતપણે કરવા માટે જ કેમ ન હોય ? તમે જોયું ને ? તક્ષશિલાના સ્વામીએ માત્ર એક રાત્રિનો વિલંબ કર્યો ને પ્રભુને વંદન કરવાનું સૌભાગ્ય ગુમાવી દીધું. વિલંબ એ એક જાતનું અજ્ઞાન છે અથવા તો મિથ્યાજ્ઞાન છે, ૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ જેમાં આપણે એવો દાવો કરીએ છીએ કે “આટલા સમય પછી હું આવું કરીશ.” પણ આ દાવો ખોટો છે. એ સાચો પડી જાય તો ય ખોટો છે. કારણ કે એ દાવો કરતી વખતે આપણને આપણી આગલી ક્ષણનું પણ નિશ્ચિત જ્ઞાન નથી હોતું. પરમ પાવન શ્રી દશવૈકાલિકસૂત્ર કહે છે – जमटुं तु ण जाणेज्जा एवमेयं ति णो वए । જે વસ્તુને તમે જાણતા નથી તે આ રીતે છે એમ ન કહેવું. जत्थ संका भवे तं तु एवमेयं ति णो वए । જે બાબતમાં તમને થોડી પણ શંકા હોય તે આ રીતે છે એમ ન કહેવું. કારણ કે આ પણ એક જાતનો મૃષાવાદ છે. શાંતિથી વિચાર કરીએ તો લાગે છે, કે ‘વિલંબમાં પણ કંઈક આવું જ બને છે. એમાં આપણે ખોટા હોઈએ છીએ કારણ કે આપણા ખોટા પડવાની પૂરે પૂરી સંભાવના છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ વિલંબ સારો કે નહીં ? આ પ્રશ્નના બે જવાબ છે. વિલંબ સારો પણ છે અને ખરાબ પણ છે. પાપમાં વિલંબ સારો છે, ધર્મમાં વિલંબ ખરાબ છે. ફક્ત ખરાબ જ નહીં, ખતરનાક છે. Delay is dangerous. ખતરનાક એટલા માટે કે એના કારણે અનંત કાળે અનંત પુણ્યના ઉદયથી મળેલી તરવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે અને આત્મા ફરી ભવસાગરમાં ડુબી જાય છે. અફસોસ શબ્દ સાવ જ મોળો પડી જાય એટલી આ દુઃખદ ઘટના છે. આપણું અંતર તર્ક કરે છે, કે વિલંબ કર્યા બાદ આત્મા ડુબી જ જાય એવું ક્યાં છે ? ભલે અમુક સમય બાદ, પણ કામ તો થઈ શકે છે. વિલંબ કરે એટલે કામ ન જ થાય એવું તો નથી. But we don't know. વિલંબ એ વિઘ્નોનું નિમંત્રણ છે. ૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિલંબનો અર્થ છે અનાદર. આપણને જે કામ અપ્રિય હોય એને આપણે પછી કરતા હોઈએ છીએ. જે કામ આપણને પ્રિય હોય, એને આપણે પહેલા કરતા હોઈએ છીએ. બાળકને કહેવામાં આવે કે “તારે એક કલાક ભણવાનું છે, અને એક કલાક ૨મવાનું છે. બોલ, તારે પહેલા શું કરવું છે ?” તો એ પહેલા શું કરવું પસંદ કરશે ? રમવાનું ને ? આનું નામ આદર. આપણે જેને પ્રાયોરિટી આપીએ છીએ, આપણને જે કરવામાં વધુ રસ છે, એના પ્રત્યે આપણને આદર છે. સુકૃત પ્રત્યેનો આદર સુકૃતના વિઘ્નોને દૂર કરે છે. સુકૃત પ્રત્યોનો અનાદર સુકૃતના વિઘ્નોને ખેંચી લાવે છે. આમાં ગર્ભિત કારણ એ છે કે સુકૃતમાં કરાતો વિલંબ તેવા પ્રકારના અનાદરયુક્ત અધ્યવસાયોથી ડિલે ઇસ ડેન્જરસ Page #11 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ પ્રતિપક્ષી કર્મબંધમાં નિમિત્ત બને છે. જેમ કે ચારિત્રપ્રાપ્તિમાં કરાતા વિલંબથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. આ ભીતરી વિઘ્ન બાહ્ય વિઘ્નોને લાવતું જાય છે. આત્મા વધુ ને વધુ ફસાતો જાય છે. વિલંબ વધતો જાય છે. ચારિત્ર મોહનીય પ્રબળ થતું જાય છે, ને ચારિત્ર પ્રાપ્તિ વધુ ને વધુ દુર્લભ થતી જાય છે. જીવ અનંત વાર ઉપર આવ્યો ભાવચારિત્રની સમીપ આવ્યો, પણ આવી કોઈક-થોડી ક્ષતિથી પાછો પડ્યો, ફરી પાછો તળિયે પહોંચી ગયો. One wrong step may give you a great fall. આનાથી વિપરીત ચારિત્રની અદમ્ય ઝંખના અને ચારિત્રને પામવા માટેનો પ્રબળ પુરુષાર્થ ચારિત્ર મોહનીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમનું અમોઘ કારણ બને છે. એનાથી બહારના વિઘ્નો હોય તો ય ટળી જાય છે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જે જે પ્રતિકૂળતા હોય તે તે અનુકૂળતામાં ફેરવાઈ જાય છે. ચારિત્ર મોહનીયનો વિશિષ્ટ ક્ષયોપશમ ચારિત્રની ઝંખનાને અને એના પામવાના પુરુષાર્થને વધુ પ્રબળ...પ્રબળતર...પ્રબળતમ બનાવે છે... પરિણામે રહ્યા-સહ્યા પણ બાધક કર્મના ભુક્કે ભુક્કા બોલાઈ જાય છે અને પ્રબળ આત્મવીર્યોલ્લાસ સાથે વર્ધમાન પરિણામની ધારા સાથે એ આત્મા ચારિત્રને પ્રાપ્ત કરે છે આ વિધિ-પ્રાપ્તિ એના ચારિત્રને સતત વિશુદ્ધતર બનાવે છે, એને ઉચ્ચ-ઉચ્ચતર સંયમસ્થાનો પર આરોહણ કરાવે છે નિષ્કલંક સંયમજીવનનો અવસર આપે છે અને શીઘ્ર મુક્તિનું વરદાન આપે છે. જ્યોતિષના સંદર્ભમાં કહીએ તો તિથિ, વાર, નક્ષત્રબળ, તારાબળ, કુંડળી અને નિમિત્ત, શુકન વગેરે કરતાં પણ સર્વોત્કૃષ્ટ બળ કોઈનું હોય તો એ ઉત્સાહનું છે. પ્રબળ ઉત્સાહ...ઉછળતો ઉલ્લાસ ડિલે ઇસ ડેન્જરસ Page #13 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૧૩ એ તિથિદોષ વગેરેને ઘોળીને પી જાય છે. શાસ્ત્રકારો કહે છે - उत्साहो बलवानार्य ! नास्त्युत्साहात् परं बलम् । सोत्साहस्य लोकेषु, न किञ्चिदपि दुर्लभम् ॥ હે આર્ય ! ઉત્સાહ બળવાન છે ઉત્સાહથી મોટું બીજું કોઈ જ બળ નથી. જેને ઉત્સાહ છે, એને દુનિયામાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ દુર્લભ નથી. ઉછળતો ઉત્સાહ એ એક છેડો છે અને વિલંબ એ બીજો છેડો છે. આ બંને છેડા કદી મળતા નથી. વિલંબ અસહ્ય બન્યા વિના ન રહે એનું નામ છે ઉછળતો ઉત્સાહ. વિલંબ અશક્ય જ બની જાય એનું નામ છે ઉછળતો ઉત્સાહ. વિલંબના બધાં જ કારણો જ્યાંથી વિદાય લઈ લે એનું નામ છે ઉછળતો ઉત્સાહ. उद्यमः साहसं धैर्य, बुद्धिः शक्तिः पराक्रमः । षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥ ઉદ્યમ, સાહસ, ધીરતા, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ડિલે ઇસ ડેન્જરસ આ છે જ્યાં હાજર હોય છે, ત્યાં ભાગ્ય સહાય કરે છે. In short ભાગ્યની અનુકૂળતા એ સંયોગને આધીન નથી, આપણા પુરુષાર્થને આધીન છે. ઉત્સાહથી શીધ્ર પ્રાપ્તિ + શુદ્ધ પ્રાપ્તિ થાય છે અને સર્વોત્કૃષ્ટ ફળ મળે છે. વિલંબથી પ્રાપ્તિ ઝપાટાબંધ દૂર જાય છે, કદાચ આ ભવમાં અને ભવોભવમાં પણ પ્રાપ્તિથી વંચિત થઈ જવાય છે, ને કદાચ પ્રાપ્તિ થઈ પણ જાય, તો ય એ એટલી શુદ્ધ નહીં થાય, કામ થઈ જાય તો ય એટલી ભલીવાર નહીં આવે, માત્ર મળવું એટલું પૂરતું નથી સરસ રીતે ફળવું પણ જરૂરી છે. તો વાત ત્યાં જ આવીને ઊભી રહે છે – Delay is dangerous. વિલંબ હોવા છતાં આપણે સાચા હોઈએ ખરેખરી ભાવના ધરાવતા હોઈએ, Page #15 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ એવું પણ શક્ય બની શકે. શરત એટલી કે વારંવાર આપણી આંખો ઉભરાયા જ કરતી હોય. ચારિત્રપ્રાપ્તિના સંદર્ભમાં કહીએ કે મોક્ષયાત્રાના સંદર્ભમાં કહીએ, તો યા હાથમાં ઓઘો છે તો એ મોક્ષયાત્રી છે, યા આંખમાં આંસું છે તો એ મોક્ષયાત્રી છે. ઓઘો ય નથી ને આંસું ય નથી, એનો અર્થ એ છે કે એ મોક્ષયાત્રી જ નથી. વિલંબની સાથે પળે પળે વ્યથિત રહેવું એ અઘરું છે. પ્રબળ ઉત્સાહથી વિલંબને જ વીખેરી દેવો એ સહેલું છે. એ જ આત્માનું હિતકર છે. તો પછી એ જ કેમ ન કરવું ? પરમ શ્રદ્ધેય ઉપદેશમાલા ગ્રંથ કહે છે परितप्पिएण तणुओ सहारो जइ दढं ण उज्जमइ । जह सो सेणियराया परितप्पंतो गओ णरयं ॥ ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ માત્ર પશ્ચાત્તાપ કરતા રહેવાથી આત્માને બહુ ટેકો નથી મળી જતો. પ્રચંડ પુરુષાર્થ કર્યા વિના આત્માનો ઉદ્ધાર જ નથી. શ્રેણિક મહારાજાએ ય પશ્ચાત્તાપ તો ઘણો કર્યો હતો, પણ એટલા માત્રથી એમની નરક ટળી ન શકી. વિલંબનો અર્થ છે અવગણના. વિલંબ બહુ જ સારો છે, પણ સાંસારિક ક્ષેત્રમાં. ત્યાં આપણે વસ્તુની જેટલી અવગણના કરીએ એટલી એ આપણને સામેથી આવીને મળે છે. ધાર્મિક ક્ષેત્રની બાબતમાં વિલંબનું ફળ આનાથી તદ્દન વિપરીત છે. આપણે જેમ જેમ ધર્મની અવગણના કરીએ, તેમ તેમ ધર્મ વધુ ને વધુ દુર્લભ થતો જાય છે. પ.પૂ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે अवधीरितो हि समाचारो जन्मान्तरेऽपि दुर्लभः स्यात् । ડિલે ઇસ ડેન્જરસ Page #17 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ જે યોગની અવગણના કરવામાં આવે, તે યોગ બીજા ભવમાં પણ દુર્લભ થઈ જાય છે. વિલંબ એકાંતે અવગણના જ હોય, એવું જરૂરી નથી, એનું કારણ સાચું પણ હોઈ શકે, બહારના કારણો અનેક હોઈ શકે, પણ એ બધાં નિમિત્તમાત્ર હોય છે. ખરું કારણ તો અંદરનું હોય છે, જેનું નામ છે નિકાચિત કર્મ. હવે સવાલ એ આવે કે આપણું કર્મ નિકાચિત છે કે અનિકાચિત? આપણા પુરુષાર્થથી તૂટે એવું છે? કે આકાશ-પાતાળ એક કરવા છતાં ય ન જ તૂટે એવું છે? શાસ્ત્રોને જોઈએ, ચરિત્રોને જોઈએ, આસ-પાસની ઘટનાઓને જોઈએ અને આપણો પોતાનો અનુભવ જોઈએ, તો એવું લાગ્યા વિના ન રહે કે હજી સુધી જોઈએ એવો પુરુષાર્થ નથી પ્રગટ્યો. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નથી હારમાં ભાગ્યનો દોષ હોતો, રહી હોય છે યત્નમાં કંઈક ખામી. નિકાચિત કર્મોના ખાતે ઘણી બધી બાબતોને નાંખીને આપણે નિર્દોષતાની અનુભૂતિ કરતા હોઈએ છીએ. But we don't know. નિકાચિત કર્મોની ભોગ બનેલી વ્યક્તિ વિરલ જ હોય છે. મોટે ભાગે આપણી પોતાની ઢીલાશથી કર્મ બળવાન બન્યું હોય છે. થોડા વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પ્રાયઃ આપણી ઢીલાશ જ કર્મનું બળ હોય છે. આ એક જાતનું વિષચક્ર છે. ઢીલાશ...વિલંબ...કર્મબળ...વિઘ્નવૃદ્ધિ... વધુ ઢીલાશ...વિલંબ...કર્મબળ...વિઘ્નવૃદ્ધિ... હજી વધુ ઢીલાશ...વિલંબ...કર્મબળ...વિઘ્નવૃદ્ધિ... બસ, આ વિષચક્રમાં આપણે ફસાઈ જઈએ છીએ. આપણે ઇચ્છીએ તો આ વિષચક્રનું સ્થાન - અમૃતચક્ર લઈ શકે છે - ડિલે ઇસ ડેન્જરસ Page #19 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૧૯ ઉત્સાહ...અવિલંબ...કર્મક્ષય...વિદ્ગવિનાશ... વધુ ઉત્સાહ..અવિલંબ...કર્મક્ષય...વિગ્નવિનાશ.. હજી વધુ ઉત્સાહ...અવિલંબ...કર્મક્ષય...વિદ્ગવિનાશ... યાદ આવે સુવિધિનાથ ભગવાનનું સ્તવન - હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે? એક આચાર્ય ભગવંતને તાવ આવેલો, હું એમની શાતા પૂછવા ગયેલ, મને કહે બધા પોતપોતાના ડૉક્ટર્સ લઈ આવેલા... એલોપેથી, હોમેયોપેથી, આયુર્વેદ, એક્યુપ્રેશર, એક્યુપંક્યર... તાવ ઊભો ક્યાં રહે ?...” આ વાત એટલા માટે યાદ આવી કે ઉત્સાહ હજાર રૂપ ધારણ કરીને કર્મો પર તૂટી જ પડે, પછી કર્મો ઊભા ક્યાં રહે ? આજે આપણે એ ભૂમિકા પર છીએ, જ્યાં આત્મવીર્યની પ્રધાનતા છે, જ્યાં પરિણામ પુરુષાર્થને આધીન છે. આપણે ઇચ્છીએ તો કર્મોના મુદ્દે ભુક્કા બોલાવી શકીએ છીએ. આપણે એક ગર્જના કરીને Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ડિલે ઇસ ડેન્જરસ બધા જ વિદનોને ઊભી પૂંછડીએ ભગાડી શકીએ છીએ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગબિન્દુમાં કહે છે - एवं च चरमावर्ते, परमार्थेन बाध्यते । दैवं पुरुषकारेण, प्रायशो व्यत्ययोऽन्यदा ॥ ચરમાવર્ત એ એવી દશા છે, જ્યાં પુરુષાર્થથી ભાગ્યને હાર માનવી પડે છે. હા, અચરમાવર્તમાં પ્રાયઃ કરીને આનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે. પણ ચરમાવર્તની તો આ વાસ્તવિકતા છે. શાસ્ત્રકારો કહે છે - दैवोऽपि शङ्कते तेभ्यः, विनान् कृत्वाऽपि खिद्यति । विघ्नैरनिवृत्तोत्साहाः, प्रारब्धं न त्यजन्ति ये ॥ નસીબ પણ તેમનાથી ગભરાય છે. વિદનોને લાવી લાવીને ય છેવટે થાકી જાય છે. જેમના ઉત્સાહને વિક્નોથી ઉની આંચ પણ આવતી નથી. જેમની લક્ષ્ય પ્રત્યેની યાત્રા અવિરત ચાલુ જ રહે છે. ता दुत्तरो जलणिही ताव य तुंगोऽत्थ मंदरो मेरु । ता गरुआ कुलसेला धीरेहिं ण जा तुलिज्जंति ॥ દરિયો ત્યાં સુધી જ દુસ્તર છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ એટલે કે મુશ્કેલીથી તરી શકાય તેવો છે, મેરુ પર્વત ત્યાં સુધી જ મોટો છે ને નિષધ વગેરે કુલ-પર્વતો ત્યાં સુધી જ વિરાટ છે, જ્યાં સુધી ધીરપુરુષો આ બધાને માપી દેતા નથી. ઉત્સાહ અફાટ હોય તો મેરુ પર્વત પણ રસ્તાનો પથ્થર છે. ઉત્સાહ અલ્પ હોય તો રસ્તાનો પથ્થર પણ મેરુ પર્વત છે. વિદનની size હિંમેશા આપણા ઉત્સાહની size પર depend હોય છે. In more clear words - We create વિદન. ઉત્સાહની અલ્પતા દ્વારા વિનને વિહ્નરૂપે સફળ થવા દેવાનું કાર્ય આપણે જ કરતા હોઈએ છીએ. નીતિવાક્યામૃત ગ્રંથ કહે છે - उत्पाटितदंष्ट्र: सर्पोऽपि रज्जूरेव । જેની દાઢ નીકળી ગઈ છે એ સાપ નથી પણ દોરડું જ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આની સામેનો છેડો એ છે કે દોરડું પણ જો ગળા પર ભીંસાઈ જાય તો એ સાપ બની શકે છે. અથવા તો દોરડાને સાપ માનીને જે ગભરાઈને ભાગી છૂટે એના માટે પણ એ સાપ જ છે. વિલંબ એ ખરેખર વિકરાળ છે. સાપ કરતા પણ વધુ વિકરાળ. અનંત પુણ્યના ઉદયથી થયેલી થોડી ધર્મભાવનાને વિલંબ એવા ડંખ મારે છે, કે એ ધીમે ધીમે મરી પરવારે છે. ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથાસૂત્ર, અંતકૃદ્દશાસૂત્ર, અનુત્તરોપપાતિકદશાસૂત્ર જેવા આગમોમાં એવી ઘટના આવે છે જેમાં કોઈ પુણ્યાત્મા પ્રભુ પાસે સંયમસ્વીકારની ભાવનાને રજુ કરે છે, એ દરેક પુણ્યાત્માને પ્રભુએ એક હિતશિક્ષા આપી છે मा पडिबंध તું ક્યાંય રાગ ન કરતો. અટવાતો કે મૂંઝાતો નહીં. ડિલે ઇસ ડેન્જરસ Page #23 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ એક પળનો પણ વિલંબ ન કરતો. માતા કદાચ બેભાન થઈને પડશે. પત્ની કદાચ ધ્રુસકે ધ્રુસકે રડશે. બાળકો કાલી-ઘેલી ભાષામાં અમે તમને નહીં જવા દઈએ' - એમ કહેશે. મોહના બધાં જ તોફાનો તારી સામે ઉપસ્થિત થશે. વૈરાગ્યની અગ્નિપરીક્ષા જેવી એ ક્ષણ હશે. જો તું જાગૃત નહીં રહે, જો તું ઢીલો પડીશ, તો ઘડીના છઠ્ઠા ભાગમાં બધું જ જ્ઞાન, બધો જ વિવેક અને બધો જ વૈરાગ્ય ઓગળી જશે. તું ફસાઈ જઈશ ને ફરી આ સાધના કદાચ અનંતકાળે પણ દુર્લભ બનશે. સાવધાન ! मा पडिबंधं । વિલંબ એ મોહરાજાના પ્રત્યે કરેલી શરણાગતિ છે. વિલંબનો અર્થ એ જ છે, કે ભવસાગરમાં ડુબતા એવા આપણને બચાવવા માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ડિલે ઇસ ડેન્જરસ જે હાથ લંબાયો છે, એ હાથને જરા રાહ જોવા કહેવું. ખરો સવાલ એ નથી કે એ હાથ રાહ જોશે કે નહીં, ખરો સવાલ તો એ છે કે આપણે ફરી એ હાથને હાથ આવશું કે પછી ડુબી ગયા હોઈશું? વૈરાગ્યશતક કહે છે – जं कल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा । बहुविग्यो हु मुहुत्तो, माऽवरण्हं पडिक्खेह ॥ જે કાલે કરવાનું છે, તેને આજે જ કરો અને જલ્દીમાં જલ્દી કરો. એક મુહૂર્તની અંદર પણ કેટકેટલા વિદ્ગોની ફોજ ખડી થઈ શકે છે. તમને સવારે ભાવના થઈ હોય તો બપોર સુધીનો પણ વિલંબ ન કરતાં. શક્ય છે, કે આટલા જ વિલંબથી પણ તમારા બધાં જ અભરખા અધુરાં રહી જાય. વૈદિક ગ્રંથોમાં પણ કહ્યું છે - यदहरेव विरजेत्, तदहरेव प्रव्रजेत् । જે દિવસે તમને વૈરાગ્ય થાય, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ડિલે ઇસ ડેન્જરસ એ જ દિવસે તમે દીક્ષા લઈ લેજો . ન જાણ્યું જાનકીનાથે - કાલે શું થવાનું છે ?” વિલંબ એ એક પ્રકારનું જોખમ ઉઠાવવા જેવું છે. જેમ કે ધસમસતી ગાડી આવી રહી હોય, ને સાવ જ આંધળુકિયા કરીને ક્રોસ કરી દેવા માટે દોડી જવું એ એક જોખમ છે. એમાં પણ ભાવિ અજ્ઞાત હોય છે અને વિલંબમાં પણ ભાવિ અજ્ઞાત હોય છે. કાર્યસિદ્ધિ બંનેમાં સાંશયિક (Doubtfull) હોય છે. અને દુર્ઘટનાની સંભાવના પૂરેપૂરી હોય છે. જેને જીવવું છે એ કદી પણ એવી રીતે રસ્તો ક્રોસ કરતો નથી. એવી રીતે રસ્તો ક્રોસ કરવા જેવું, એ એક પ્રકારનો આપઘાત છે. બરાબર એ જ રીતે જેને ધર્મ કરવો જ છે એ પણ વિલંબ શા માટે કરશે ? વિલંબ કરવો એ જાતે જ ધર્મથી વંચિત થવા બરાબર છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ડિલે ઇસ ડેન્જરસ પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે – कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥ જે રીતે કુશ-વનસ્પતિના ધારદાર અગ્રભાગ (point) પર ઝાકળબિન્દુ લટકી રહ્યું હોય, તે ક્યાં સુધી આમ લટકી રહેશે ? બસ, પવનની એક નાનકડી લહેર ને એ બિન્દુ ખલાસ. આવું છે મનુષ્યનું જીવન. ક્ષણવારમાં હતું - ન હતું.. ક્ષણવારમાં ખલાસ. માટે હે ગૌતમ ! તું સમયમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. આપણી આજુ-બાજુમાં જ આપણે કેટ-કેટલી એવી ઘટનાઓને જોઈ રહ્યા છીએ ! આપણી સાથે હસતી-રમતી-બોલતી વ્યક્તિ એક Dead body રૂપે એકાએક આપણી સામે ઉપસ્થિત થાય એ શું સહજ ઘટના નથી? શું આજે ને હમણાં જ Page #27 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ આપણી પોતાની સાથે પણ આવું ન થઈ શકે ? If yes, તો પછી વિલંબનો અર્થ શું થશે ? It means No. જુગાર રમવાનો અર્થ જ એ છે. કે હારવાની પૂરી તૈયારી છે. જેની સંભાવના છે એની તૈયારી રાખ્યા વિના કોઈ છૂટકો જ નથી. વિલંબ કરવાનો અર્થ જ એ છે, કે ધર્મસાધના કદાચ ન થાય તો પણ આપણને વાંધો નથી. ભલે, આપણને આ શબ્દો થોડા ભારે લાગે, ભલે આપણું અંતર આનો વિરોધ કરે, પણ આપણી પ્રવૃત્તિનો તો આ જ અર્થ થતો હોય છે. That means વિલંબ કરવો એ પોતે જ પોતાને છેતરવા જેવું છે. વિલંબ કરવો એટલે આપણે જે બિસ્કુલ નથી ઇચ્છતા એ જ કરવા જેવું છે. પરમ પાવન શ્રી ઉપદેશમાલા કહે છે - Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ देहंतरसंकमणं करेइ जीवो मुहुत्तेण ॥ એકાએક પિત્તપ્રકોપ...અચાનક વાતિક શૂળ... સડન ઑફ કફ-એટેક...હૃદય શૂળ... ધાતુક્ષોભ...શસ્ત્રપ્રહાર...અકસ્માત્... આવા તો કેટકેટલા કારણો છે, જેનાથી જીવ માત્ર એ ઘડીની અંદર મૃત્યુ પામી જાય છે. બે ઘડી પહેલા તો કશું જ હતું નહીં ને બે ઘડી પછી કશું જ બચ્યું નહીં. Really, Delay is dangerous. પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એક ઘટના છે - બે દીકરાઓ પિતા પાસે સંયમજીવનના સ્વીકારની અનુમતિ માંગે છે. પિતા એમને રોકવા માટે ભોગો ભોગવવા માટે સમજાવે છે. પરિવારનું નિર્માણ કરવા માટે લલચાવે છે. વેદોનું અધ્યયન કરવાની પ્રેરણા આપે છે. પણ દીકરાંઓ ઝળહળતા વૈરાગ્ય સાથે એમની એક એક વાતનો જવાબ આપે છે. પિતાને બધાં જ સંતોષકારક જવાબો મળે છે. હવે બીજું કોઈ બહાનું તો આપી શકાય તેમ નથી. પણ હજી પિતા સમ્મતિ આપતા નથી. ત્યારે એ ભાઈઓ કહે છે - ડિલે ઇસ ડેન્જરસ Page #29 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ अब्भाहयम्मि लोयम्मि, सव्वओ परिवारिए । अमोहाहिं पडतीहिं, गिहंसि ण रई लभे ॥ પિતાજી ! દુનિયા આખી કચડાઈ રહી છે - છૂંદાઈ રહી છે. ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે અને એક અમોઘ તત્ત્વ સતત જઈ રહ્યું છે. આ સ્થિતિમાં અમે ઘરમાં રહી શકીએ એ શક્ય જ નથી. અમને અહીં બિલ્કુલ ગમે એમ નથી. પિતા કહે છે - “જરા ખોલીને વાત કરો તો ખબર પડે.” પુત્રોએ કહ્યું – मच्चूणाऽब्भाहओ लोओ, जराए परिवारिओ અમોદ્દા વળી વુત્તા, વં તાય ! વિયાાદ ॥ પિતાજી ! દુનિયા આખીને કચડી ને છૂંદી નાખનાર છે મૃત્યુ, દુનિયાને ઘેરીને દુઃખી દુઃખી કરી દેનાર છે ઘડપણ અને અમોઘ તત્ત્વ છે રાત. આપ આને સમજવાનો પ્રયાસ કરો. जा जा वच्चइ रयणी, ण सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जंति राईओ ॥ એક એક દિવસ ને એક એક રાત જે જતાં રહ્યા ૨૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ડિલે ઇસ ડેન્જરસ તે ફરી કદી પણ પાછા આવવાના નથી. ભલે બીજા કરોડો - અબજો વર્ષો જતા રહે, ભલે બીજો અસંખ્ય કે અનંતકાળ જતો રહે જે દિવસ-રાત ગયા તે ગયા. હવે આપણા હાથમાં ફરી કદી તે સમય નહીં આવે. પિતાજી ! જે દિવસ-રાત ધર્મસાધના વિના જાય છે, તે નિષ્ફળ જાય છે. સોના જેવા એ સમયને આપણે લોઢા જેવો બનાવી દઈએ છીએ. માત્ર લોઢા જેવો જ નહીં, પણ પાપો દ્વારા લોઢાના છરા જેવો બનાવી દઈએ છીએ. જે છરો પછી આપણી જ છાતીમાં ભોંકાવાનો હોય છે. जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ । धम्मं च कुणमाणस्स, सहला जंति राईओ ॥ પિતાજી ! જે જે દિવસ-રાત જાય છે, તે કદી પણ પાછા આવતા નથી. જે ધર્મસાધના કરે છે, તેનો એ સમય સફળ થઈ જાય છે. પિતાજી ! આપ અમારા પર કૃપા કરો, Page #31 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૩૧ શું આપ અમારા સમયને નિષ્ફળ બનાવીને અમને કંગાળ કરવા માંગો છો ? કે પછી એને સફળ બનાવીને અમને ન્યાલ કરવા માંગો છો. આપ જેવા પુત્રવત્સલ પિતા માટે બીજું શું કર્તવ્ય હોઈ શકે ? આપ મહેરબાની કરીને અમને સંયમ સ્વીકારવાની અનુમતિ આપો. પિતા ગંભીર ચિંતનમાં ગરકાવ થઈ જાય છે. થોડી ક્ષણો એમ જ વીતી જાય છે ને પછી પિતા પોતાના તરફથી છેલ્લી વાત કરે છે - एगओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुआ । पच्छा जाया भविस्सामो, भिक्खमाणा कले कुले ॥ બેટા ! તમારી બધી વાત સાચી. સંયમ જ આ જીવનનો સાર છે, એ વાત હું પણ સ્વીકારું છું. પણ તમે અત્યારે ને અત્યારે સંયમ લેવાની વાત ન કરો. આપણે સમ્યક્તનો અંગીકાર કરીને હમણા શ્રાવકરૂપે સંસારમાં જ રહીએ. પછી તમે જરૂર દીક્ષા લેજો. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ડિલે ઇસ ડેન્જરસ માત્ર તમે જ નહીં, અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.” પિતાની વાત આશ્વાસનજનક છે. વિશ્વાસ બેસી જાય ને માની લેવાનું મન થાય એવી છે. પણ પુત્રોની સમજણ બહુ જ સ્પષ્ટ છે. તેઓ પિતાને જવાબ આપે છે - जस्सऽत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे ण मरिस्सामि, सो उ कंखे सुए सिया ॥ “પિતાજી, ‘આપણે કાલે ધર્મ કરશું,” આવું કોણ કહી શકે ? ખબર છે ? યા તો જેની મોત સાથે મિત્રતા હોય, યા તો જે મોતથી ભાગી છૂટવા માટે સંપૂર્ણ રીતે સમર્થ હોય, ને યા તો જેને એવું જ્ઞાન થઈ ગયું હોય કે હું મરવાનો નથી. આવતીકાલની દીક્ષાની વાત એના મોઢે શોભી શકે, એની જ આ વાત યોગ્ય ઠરી શકે. કાલે.' આ શબ્દનો ઉચ્ચાર એક જાતનું સાહસ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૩૩ કાલે’નો અર્થ એ છે કે આપણે એવી જગ્યાએ કૂદવા જઈ રહ્યા છીએ જેના નીચાણનો આપણને ખ્યાલ જ નથી. એ બે ફૂટ પણ હોઈ શકે, દશ ફૂટ પણ હોઈ શકે, સો ફૂટ પણ હોઈ શકે, અને હજાર ફૂટ પણ હોઈ શકે. બે ફૂટનો અર્થ છે કૂદકો, દશ ફૂટનો અર્થ છે દુર્ઘટના, સો ફૂટનો અર્થ છે આપઘાત, અને હજાર ફૂટનો અર્થ છે ભયંકર આપઘાત. ભલે આપણો ભાવ તો કૂદકાનો જ હતો, પણ વાસ્તવિકતા આપણા ભાવને બંધાયેલી નથી. એ જે છે તે છે. પછી આપણે રડીએ, કણસીએ કે મરી જઈએ, આપણો ભાવ માત્ર એક ભાવ બનીને રહી જાય છે. એનો કોઈ જ બચાવ આપણને મળી શકતો નથી. This is કાલે.” પિતાજી, કાલે'માં બિલ્કલ પડવા જેવું નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ अज्जेव धम्मं पडिवज्जयामो, जहिं पवन्ना न पुणब्भवामो । अणागयं णेव य अत्थि काई, सद्धाखमं णे विणइत्तु रागं ॥ પિતાજી, અમારે તો આજે જ સંયમનો સ્વીકાર કરવો છે. સંયમનો સ્વીકાર એ જ મોક્ષનો સ્વીકાર છે. કાલે...ભવિષ્યમાં...પછી... આના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી. એ બધું ખૂબ જ છેતરામણું છે... બિહામણું છે...ખૂબ જ જોખમ ભરેલું છે.” પિતા પુત્રોને અનુમતિ આપે છે એટલું જ નહીં, પણ સ્વયં તેમની સાથે દીક્ષા લે છે, એ પણ સજોડે. એમનો આદર્શ લઈને એ નગરના રાજા-રાણી પણ દીક્ષા લે છે. છ યે જણ સુંદર સાધના કરે છે અને એ જ ભવમાં મુક્તિપદને પ્રાપ્ત કરે છે... सव्वे ते परिणिव्वुडे । ‘આજ’ની મજા જ કંઈક ઓર છે. ડિલે ઇસ ડેન્જરસ Page #35 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ પુત્રો જો ‘કાલે’ પર રહ્યા હોત તો એમની ય ‘કાલ’નો ભરોસો ન હતો તો માતા-પિતાની ‘કાલ તો ક્યાંથી આવત ?’ ને રાજા-રાણી બિચારા રાજા-રાણી જ રહી જાત. ‘આજ’માં મજા છે. ‘કાલ’માં સજા છે. આપણે ત્યાં બે જુની કહેવત છે “થયું એ કામ.” “કર્યું એ કામ.” જે સમજદાર છે એને મન ‘કરશું’ આ શબ્દનો કોઈ જ અર્થ હોતો નથી. નીતિશાસ્ત્રો કહે છે करिष्यन्न प्रभाषेत, कृतान्येव तु दर्शयेत् ॥ તમે શું કરવાના છો, એ ન બોલો. તમે જે કર્યું છે, તે જ બોલો. કારણ કે જે કરવાનું બાકી છે, તે કાયમ માટે બાકી જ રહી જાય = એવી પૂરી સંભાવના છે. સાર આ છે - સમય પર કામ થઈ ગયું એ થઈ ગયું. સમય વીતતો જાય, એટલે કામ વધુ ને વધુ અઘરું થઈ શકે છે. ૩૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ડિલે ઇસ ડેન્જરસ નીતિવાક્યામૃત ગ્રંથ કહે છે – कालहापनात् नखच्छेद्यमपि स्याद् वज्रछेद्यमछेद्यं वा । સમય ગયો એટલે તમે ગયા. જે વસ્તુ પહેલા નખથી છેદાઈ જાય એવી હતી, તે વસ્તુ હવે વજછેદ્ય થઈ જાય છે અથવા તો અછેદ્ય થઈ જાય છે. જેને છેદવી એ શક્ય જ નથી. વિલંબનો અર્થ છે આપણી જાતે જ આપણું કામ બગાડવું. બીજા શબ્દોમાં અમુક કામ કરવામાં હું વિલંબ કરું છું એનો અર્થ એ છે કે એ કામ મારે નથી કરવું. ટ્રેન પ્લેટફોર્મ પરથી પ્રસ્થાન કરી રહી છે, માણસ બાંકડા પર બેઠો છે, કોઈ એને પૂછે છે કે “તારે આમાં નથી જવું ?” એ માણસ શાંતિથી જવાબ આપે છે - “જવું તો છે.” “તો પછી અહીં કેમ બેઠો રહ્યો છે ? જા જલ્દી, ચડી જા એમાં.” Page #37 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ “હા, મારે ચડવું તો છે.” “તો પછી જલ્દી કર, ટ્રેન જઈ રહી છે.” “હા, પણ હું જોઉં છું.” “અરે, જોવાનો સમય ગયો. હવે બિસ્કુલ ટાઈમ નથી, જવું હોય તો દોડ જલ્દી.” “જવું તો છે.” “જો ભાઈ, યા દોડ ને યા કહી દે કે તારે નથી જવું. જવું છે કહેવું ને બેઠાં રહેવું એ બે વાત વચ્ચે તો કોઈ મેળ જ નથી.” સમયસર એ માણસ બેસી જાય તો ટ્રેન પકડવી ખૂબ જ સરળ છે. હોર્ન વાગી જાય ને ધક્કામુક્કી થતી હોય ત્યારે એ વાત થોડી અઘરી બને છે. ટ્રેન ચાલવા લાગે ત્યારે એ વાત વધુ અઘરી બને છે ટ્રેન વધુ ગતિ પકડે ત્યારે એ વાત ખૂબ અઘરી બને છે ને ટ્રેન દોડવા લાગે Page #38 -------------------------------------------------------------------------- ________________ ३८ ત્યારે એ વાત અશક્ય બની જાય છે. તો વિલંબનો અર્થ આ છે - આપણા સાવ સરળ કામને અઘરું કે અશક્ય બનાવી દેવું. સાધનાની જેને ઇચ્છા જાગે એણે હંમેશા એમ સમજવું જોઈએ કે મારી આવનારી આખી ય જિંદગીની તુલનામાં સાધના માટેની સર્વોત્કૃષ્ટ અનુકૂળતા આજે છે. આજનું શરીર, આજની સમજ, આજના સંયોગો... આ બધું એવું છે કે એમાં સાધના થવી ખૂબ સરળ છે. આના કરતા વધુ અનુકૂળતાની આશાએ સાધનાની વાત કાલ ઉપર નાંખવી એ એક મોટું જોખમ લેવા જેવું છે. ભવિષ્યમાં આનાથી વધુ અનુકૂળતા થશે કે પછી આનાથી વધુ પ્રતિકૂળતા થશે તે કોણ જાણે છે ? પરમ પાવન શ્રી આચારાંગ સૂત્ર કહે છે खणं जाणाइ पंडिए ખરો સમજદાર એ છે જે અવસરને ઓળખે છે, ડિલે ઇસ ડેન્જરસ Page #39 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૩૯ ને અવસરને ઝડપી લે છે. સમય એ શું હોય છે ? જ્યારે માણસ બોલે છે કે સમય ખરાબ છે એનો અર્થ શું હોય છે ? પરમ પાવન શ્રી ભગવતીસૂત્રની એક ઘટના છે – ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે – “હે પ્રભુ! આ જે ‘સમય’ કહેવાય છે, તે શું હોય છે?” પ્રભુ જવાબ આપે છે - “નીવા વેવ નવા ચેવ - જીવ અને અજીવ એ જ સમય છે.” સમય ખરાબ છે – આનો અર્થ એ નથી કે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે. મંદી, મોંઘવારી, ચોરી, અસલામતી, દગા-ફટકો આવી બધી પરિસ્થિતિમાં એમ કહેવાય છે કે સમય ખરાબ છે. માણસ માંદો પડ્યો હોય, તો એમ કહે છે, કે ‘સમય ખરાબ છે.” પ્રભુનું વચન કેટલું સચોટ છે ! જીવ ને અજીવ – તે જ સમય. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ડિલે ઇસ ડેન્જરસ જ્યારે આપણે સમય બગાડીએ છીએ, ત્યારે હકીકતમાં આપણી જાત બગાડીએ છીએ. આપણે આપણને પોતાને બગાડીએ છીએ. સમય ફોગટ થયો એટલે આપણે ફોગટ થયા. સમય વ્યર્થ ગયો એટલે આપણે વ્યર્થ ગયા. અવાર નવાર મને એવો અનુભવ થાય છે - કોઈ જિજ્ઞાસુ કહે છે - “મારે આપનો થોડો સમય જોઈએ છે.” મનોમન હું થોડો હસી પડું છું. એ વ્યક્તિને લાગે છે કે એ મારી પાસે બહુ જ નાની માંગણી કરી રહી છે. પણ હકીકત તો એ છે કે એ મારી પાસે મારી જાતને જ માંગી રહી છે. જે મારું બધું જ છે, જે હું પોતે છું. પરાર્થ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એ તો મોક્ષાર્થીનું કર્તવ્ય છે. અહીં તો વાત એ છે, કે ‘ફક્ત ૧૫ મિનિટનો અર્થ કેટલો ગંભીર હોય છે ! ને આપણે કેટલી છીછરી દૃષ્ટિથી એને મૂલવતા હોઈએ છીએ. એ વેડફાઈ શકે એવી શક્યતા ત્યારે જ ઊભી થાય Page #41 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ જ્યારે એનું મૂલ્યાંકન કરવામાં આપણે થાપ ખાઈ ગયા હોઈએ. બહુ મોટી થાપ. વિલંબનો અર્થ એ છે કે આપણા લક્ષ્યની યાત્રાને છોડીને આપણે એનાથી ઊંધી દિશાની યાત્રા કરી રહ્યા છીએ. In other words લક્ષ્ય જ બદલાઈ જાય એનું નામ વિલંબ. જીવસ્વભાવમાં શૂન્યતા શક્ય નથી. કોઈ ને કોઈ યાત્રા તો અવશ્ય ચાલુ રહેશે. જો લક્ષ્યની યાત્રા નહીં થાય તો અ-લક્ષ્યની યાત્રા થવા લાગશે. અ-લક્ષ્ય જ લક્ષ્ય બની જશે. કેટલો છેતરામણો છે આ શબ્દ - વિલંબ. આપણે સમજીએ છીએ, કે એનો અર્થ છે - અમુક સમય બાદ કરવું. ને એ તો કેટકેટલા બિહામણા અર્થો એની ભીતરમાં લઈને બેઠો છે ! એના કરતા તો એક અપેક્ષાએ રદબાતલ શબ્દ ઓછો ખરાબ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કારણ કે એમાં પરિસ્થિતિની સ્પષ્ટતા છે. વિલંબમાં આપણે અદ્ધર હોઈએ છીએ. આપણે નિરાધારપણે ઝંપલાવ્યું હોય છે. Pospond is worse than cancel. જ્ઞાનીઓ આપણને નીતરતા વાત્સલ્ય સાથે કહે છે - ननु पुनरिदमतिदुर्लभ-मगाधसंसारजलधिभ्रष्टम् । मानुष्यकं खद्योत - तडिल्लताविलसितप्रतिमम् ॥ વત્સ ! ઊંડાણની બધી જ અભિવ્યક્તિઓ છીછરી પડી જાય, એટલો ઊંડો છે આ સંસાર. મનુષ્યત્વ વગેરે તને જે સામગ્રી મળી છે, તે એક અણમોલ રત્ન જેવી છે. જો તે એને ગુમાવી દીધું ને એક વાર અગાધ સંસારમાં આ રત્ન પડી ગયું, તો પછી ફરી અનંતકાળે પણ આ બધું ફરી તારે હાથ લાગશે કે નહીં, એ બહુ મોટો સવાલ છે. વત્સ ! આત્મકલ્યાણની સાધના કરવામાં તું શા માટે વિલંબ કરે છે ? તને ખબર છે ? કે અનંતાનંત કાળ સુધી ડિલે ઇસ ડેન્જરસ Page #43 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૪૩ તું સાવ જ અંધારામાં રહ્યો છે, ને આજે જે અજવાળું મળ્યું છે એનો સમય એટલો નાનો છે કે એ ખજુઆ કે વીજળીના ચમકારા જેવું જ છે. એમાં તું પ્રમાદ કરીશ ને વિલંબમાં રહીશ તો પછી ગાઢ અંધારા સિવાય બીજું કાંઈ જ નહીં હોય. વીજળીના ચમકારાના પ્રકાશમાં સોયના કાણામાં દોરો નાંખી દેવાનો હોય તો જેટલો અપ્રમાદભાવ જોઈએ, જેટલી ઉતાવળ જોઈએ, જેટલી સમય-સૂચકતા જોઈએ, એટલી જ સમયસૂચકતાથી તારે કામ કરવાનું છે. જો તું એ કરી શકે તો તારું કામ થઈ ગયું. જો તું એ ન કરી શકે તો તારું કામ રહી ગયું. Delay is dangerous. વિલંબ એ એક પ્રકારની બેભાની છે. બેદરકારી છે. રોગની સભાનતામાં માણસની સ્થિતિ કેવી હોય છે ? કેટલો ઉચાટ...કેટલી ઉતાવળ. કેટલો રઘવાટ... Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ડૉક્ટરનું ય માથું ખાઈ જાય ને જે એની પાસે આવે તેનું ય માથું ખાઈ જાય. રોગની સભાનતામાં વિલંબ અશક્ય હોય છે. જે વિલંબ કરે એના માટે એમ કહેવાય કે એને એના રોગની કાંઈ પડી જ નથી. પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહે છે भव एव महाव्याधि-र्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजनन - स्तीव्ररागादिवेदनः ॥ કેન્સર વગેરે રોગોને ક્યાંય પાછળ પાડી દે, એવો એક મહારોગ છે. જેનું નામ છે સંસાર. કેન્સરમાં શિરદર્દ વગેરે વિકારો હોય છે, સંસારમાં જન્મ અને મરણ-વિકારો હોય છે. કેન્સરમાં માણસ સૂઝ-બૂઝ ગુમાવી દે છે, સંસારમાં જીવ જાત જાતના મોહ-ઉન્માદનો ભોગ બને છે. કેન્સરમાં તાપ વગેરેની વેદના હોય છે સંસારમાં તીવ્ર રાગ-દ્વેષની વેદના હોય છે. ડિલે ઇસ ડેન્જરસ Page #45 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસડેન્જરસ ૪૫ કેન્સર એ શરીરનો રોગ છે, સંસાર એ આત્માનો રોગ છે. કેન્સર એ પડોશીનો રોગ છે સંસાર એ આપણો પોતાનો રોગ છે. કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે માણસને જેટલી ઉતાવળ હોય, એના કરતા લાખગણી ઉતાવળ આપણને સંસાર-રોગની ચિકિત્સા માટે હોવી જોઈએ. જો આપણને એવી ઉતાવળ નથી તો આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. બહુ મોટું જોખમ વહોરી રહ્યા છીએ. રત્નત્રયી એ સંસાર-રોગની ચિકિત્સા છે. એના માટે આપણે તલસીએ, એની આપણને તલપ જાગે એના વિના તરફડાટ જેવી વેદના થાય, એનો વિલંબ અત્યંત અસહ્ય બને ને એને પામવા માટે આપણે સર્વશક્તિથી પુરુષાર્થ કરીએ, તો સમજવું, કે આપણે સંસાર-રોગ પ્રત્યે સભાન છીએ, એને આપણે સમજ્યા છીએ, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ને જો એવું કશું જ આપણને ન હોય તો Sorry to say, ‘માંદા સાથે ગાંડા’ જેવી આપણી સ્થિતિ છે. તો વિલંબનો અર્થ છે એક પ્રકારનું ગાંડપણ. જ્યાં શીઘ્ર કર્તવ્ય એવા કામને છોડીને આપણે નકામા કાર્યોમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. કેન્સરની ઉપેક્ષાનું પરિણામ હજી ય સસ્તુ છે. સંસારની ઉપેક્ષાનું પરિણામ ખૂબ જ મોંઘું છે. મોટે ભાગે વિલંબનો અર્થ આ ઉપેક્ષા જ હોય છે. આતંકવાદીએ આપણા ઘરમાં બોમ્બ મુકી દીધો છે, આટલી જાણ થયા પછી એવા કયાં પ્રોગ્રામ્સ કે રિઝન્સ હોય, જે આપણને વિલંબ કરાવી શકે ? એવી કઈ તકલીફ હોય, જે આપણને દોડતા રોકી શકે ? હજાર રિઝન્સને હડસેલો મારીને પણ આપણે દોડશું. બધી તાકાત લગાવીને પણ ડિલે ઇસ ડેન્જરસ Page #47 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ આપણે એ બોમ્બને ડિસ્કનેક્ટ કરવા માટે પ્રયાસ કરશું. પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હોય ત્યાં એક પળનો પણ વિલંબ શક્ય જ નથી. સાધનાના ક્ષેત્રમાં આપણે વિલંબ કરીએ છીએ એનો એ જ અર્થ છે કે આપણી પરિસ્થિતિની ગંભીરતા આપણને બિલ્કુલ સમજાઈ નથી. એ ગંભીરતા જે હકીકતમાં બોમ્બ-બ્લાસ્ટની શક્યતા કરતાં ય વધુ ગંભીર છે. તો વિલંબનો અર્થ છે અંધારું. જેમાં આપણને ખબર જ નથી કે આપણે ક્યાં ઊભા છીએ ? એ ખબર હોત તો વિલંબ ન જ હોત. પ.પૂ.ધર્મદાસ ગણિ મહારાજા ઉપદેશમાલા ગ્રંથમાં કહે છે - भवसयसहस्सदुलहे, जाइजरामरणसागरुत्तारे । जिणवयणम्मि गुणायर !, खणमवि मा काहिसि मायं ॥ હે ગુણના સાગર ! વર્ષોના વિલંબની વાત તો દૂર છે, મહિનાઓ કે દિવસોનો વિલંબ પણ ભયંકર છે જ. ૪૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ ४८ ડિલે ઇસ ડેન્જરસ પણ હું તો એમ કહું છું કે જિનવચનના પાલનમાં તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. લાખો ભવમાં ય દુર્લભ છે આ જિનવચન, જન્મ-જરા-મૃત્યુના સાગરથી પાર ઉતારનાર છે આ જિનવચન. એને પામીને ય પ્રમાદ કરવો એ પોતાના જ પગ ઉપર કુહાડો મારવા જેવી ચેષ્ટા છે. તું આવી મૂર્ખતા ભૂલેચૂકે ય ન કરતો. અનંત કાળના દુઃખો દ્વારા તારે આની કિંમત ચૂકવવી પડશે. Delay is dangerous. સંભવનાથ ભગવાનનું સમવસરણ છે. દેશનાનો પ્રવાહ ખળ ખળ વહી રહ્યો છે. ને એક રાજકુમાર એમાં ભીંજાઈ રહ્યો છે. પલળી રહ્યો છે. એનો બધો જ મોહ એ અમૃતધારામાં ધોવાઈ ધોવાઈને દૂર થઈ રહ્યો છે. દેશના પૂરી થઈ ને એ રાજકુમાર ઊભો થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૪૯ એના અંગે અંગથી વૈરાગ્ય નીસરી રહ્યો છે. “પ્રભુ! એક પળ માટે પણ મારે સંસારમાં રહેવું નથી. આપ મારા ઉપર કૃપા કરો, મને ભવસાગરથી પાર ઉતારો. હું હમણા જ માતા-પિતાની અનુમતિ લઈને આવું છું.” રાજકુમારના નિશ્ચલ વૈરાગ્યની સામે માતા-પિતાએ નમતું ઝૂકવું પડ્યું. જેને બાંધી શકાય છે એ રાગ છે. લાખ પ્રયાસ છતાં જે ઝાલ્યો ન રહે તે વૈરાગ્ય છે. માતા-પિતાની ઇચ્છા હતી - અષ્ટાલિકા મહામહોત્સવ સાથે દીક્ષા આપવાની. પણ રાજકુમારને આઠ દિવસનો તો શું આઠ મિનિટનો વિલંબ પણ માન્ય ન હતો. નદીના ધસમસતા પૂર જેવો હતો એનો વૈરાગ્ય. એ શી રીતે ઊભો રહે? બધાં ગયા ભગવાન પાસે, “પ્રભુ ! સમજાવો આને.. અમે ક્યાં ના પાડીએ છીએ ? ફક્ત આઠ દિવસ.” પ્રભુનો ધીર-ગંભીર સ્વર વાતાવરણમાં ગૂંજી ઉઠ્યો, “એની ઇચ્છા પૂરી થવા દો. વિલંબમાં સાર નથી.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રભુના હાથે એ રાજકુમારને રજોહરણ મળ્યું. એનો મનમયૂર નાચી ઉઠ્યો એના રોમે રોમે રાસડાં લેવાયા. આનંદનૃત્ય સાથે એ પ્રભુને પ્રદક્ષિણા દેવા લાગ્યો. સર્વવિરતિની પ્રાપ્તિનો આનંદ આસમાનને આંબ્યો. આંખમાંથી આનંદના આંસું વહેવા લાગ્યા. પણ આ શું ? એકાએક એ પડી ગયો. ડિલે ઇસ ડેન્જરસ કોઈ કાંઈ સમજે એ પહેલા તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પરિવાર વિલાપ કરવા લાગ્યો. પ્રભુએ કહ્યું, “એનું આયુષ્ય હમણા જ પૂરું થવાનું હતું, માટે જ મેં વિલંબ કરવાની ના પાડી હતી. આ થોડી ક્ષણોમાં એણે આત્મહિત સાધી લીધું છે. એનું મૃત્યુ મહોત્સવ બન્યું છે. શોક કરવાની કોઈ જ જરૂર નથી.’’ થોડી જ વારમાં એક મહાતેજસ્વી દેવ ત્યાં આવે છે અને બધાંને આશ્વાસન આપે છે. એ હતો એ રાજકુમારનો જીવ. આજે અસંખ્ય વર્ષ પછી પણ આ ઘટના આપણને સંદેશ આપે છે – Delay is dangerous. દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી એક દીક્ષાર્થી ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતાં. કોઈ ગુંડાઓએ એમને લૂંટી લીધા. સ્ટેશન પર ઉતરી એમની ફરિયાદ ન કરે Page #51 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ એ માટે ચાલુ ટ્રેને ધક્કો મારીને બહાર ફેંકી દીધાં. જીવ તો બચી ગયો, પણ શરીર સંયમજીવન માટે નકામું થઈ ગયું. આવા તો કેટકેટલા આત્માઓ છે, જેમના વરઘોડાં ય નીકળેલા, કંકોત્રીઓ ય છપાયેલ પણ આજે તેઓ સંસારમાં જ બેઠાં છે ને આંસુ સારી રહ્યા છે. વિલંબના દીકરાનું નામ આંસુ છે. I don't say, કંકોત્રી વગેરેમાં ન જ પડવું, વાત તો એ છે, કે જેને આપણે વિલંબ પણ ન કહીએ, એનું ફળ પણ જો આવું હોઈ શકે, તો પ્રમાદ અને ઢીલાશનું કેવું ફળ હોઈ શકે ? ૯૯ કરોડ સોનામહોરો ને ૮ અપ્સરા જેવી કન્યાઓને છોડીને સંયમજીવનને સ્વીકારનારા જંબૂસ્વામીએ પોતાની માતા પાસે જ્યારે સંયમજીવનની અનુમતિ માંગી હતી ત્યારે માતાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતાં, દરેકે દરેક પ્રશ્નનો જંબૂકુમાર સચોટ જવાબ આપતા ગયાં. ને છેવટે એમણે બે હાથ જોડીને કહ્યું, “અનુમિત દો મોરી માવડી, ક્ષણ લાખેણી જાય રે...’’ લાખેણી એ વાસ્તવિકતા નથી ૫૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ડિલે ઇસ ડેન્જરસ આપણી કલ્પનાશક્તિની પહોંચ છે. ક્ષણનું મૂલ્યાંકન કરવું શક્ય જ નથી, ૯૯ કરોડ સોનૈયાથી પણ નહીં. ક્ષણનો વેડફાટ.. ક્ષણનો વિલંબ...ક્ષણનો પ્રમાદ... એ ૯૯ કરોડ, ના, બલ્ક અબજો અબજો સોનામહોરોના વેડફાટ કરતાં ય વધુ મોટું નુકશાન છે. જ્યારે સમજી શકશું આપણે આ વાસ્તવિકતાને? અચાનક દેહ પડવાનો, ચિતામાં એ જ બળવાનો, પછી મુજને ઉગરવાનો, ન રહે કોઈ પણ આરો, અધુરાં રહે અભરખાં... અધુરાં રહે અભરખાં, એવા કદમ ઉઠાવું છું, આ દેહની પૂજામાં દિન-રાત વીતાવું છું... કિંમતી સમય જીવનનો, હું રાખમાં... આપણાં સપનાને અધુરાં રાખવા માટે એક જ વ્યક્તિ સક્ષમ છે, અને તે વ્યક્તિ આપણે પોતે છીએ. બાળપણમાં એક ગીત મારા હૃદયમાં ખૂબ જ સ્પર્શતું હતું – અવતાર માનવીનો, ફરીને નહીં મળે..... Page #53 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ ૫૩ અવસર તરી જવાનો, ફરીને નહીં મળે...અવ. સુરલોકમાં ય ના મળે, ભગવાન કોઈને, અહીંયા મળ્યા પ્રભુજી, ફરીને નહીં મળે...અવ. લઈ જાય પ્રેમથી તને, કલ્યાણ-મારગે, સંગાથ આ ગુરુનો, ફરીને નહીં મળે....અવ. જે ધર્મ આચરીને, કરોડો તરી ગયા, આવો ધરમ અમૂલો, ફરીને નહીં મળે..અવ. કરશું ધરમ નિરાંતે, કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે...અવ. એકાન્તમાં શાંત ચિત્તે આ પંક્તિઓને પરાવર્તિત કરીએ એટલે હૃદયના તારો રણઝણી ઉઠે છે ને વિલંબને ભાગી છૂટવા માટે એ જ રણશિંગા બની જાય છે. પરમાત્માની સમક્ષ આ જ પંક્તિઓને એવી રીતે મનમાં લાવીએ, કે જાણે પરમાત્મા ખુદ આપણને આ શબ્દો કહી રહ્યા છે. અનુભવ કરવાનો પ્રયાસ કરીએ, પ્રેમથી પ્રભુ આપણા માથે હાથ ફેરવીને આપણને કહી રહ્યા છે - “જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે.... Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ડિલે ઇસ ડેન્જરસ સમજી જા ને વત્સ ! હું તારા સારા માટે કહું છું. તારા હિત માટે કહું છું. તું શા માટે તારી ગણતરીઓમાં રાચે છે ? શા માટે તારા એકાંત હિતની વાતની અવગણના કરે છે ? માની લે ને મારી વાત. તારી ગણતરીઓથી જ તો તું ડુબ્યો છે. અનાદિ કાળથી તું જે ભૂલ કરતો આવ્યો છે, એ જ ભૂલ કરીને તારે તારો આવનારો અનંતકાળ પણ બગાડી દેવો છે? શા માટે હજી ય તને બીજું-ત્રીજું સૂઝે છે. જેને પહેલો નંબર આપવા જેવો છે એને તું છેલ્લે કેમ હડસેલે છે? જે-તે બંધનથી બંધાઈને જે-તે ચિંતાથી ભરમાઈને આ મહામૂલા જીવનની એક એક અમૂલ્ય પળને તું શા માટે વેડફી રહ્યો છે ? વત્સ, એક વાર ફક્ત એક વાર તું મારા ઉપર વિશ્વાસ મુકી દે, Page #55 -------------------------------------------------------------------------- ________________ ડિલે ઇસ ડેન્જરસ પૂર્ણ વિશ્વાસ. પછી તારી બધી જ જવાબદારી મારી છે. પછી હું મોક્ષ સુધી તારી સાથે છું. આ મારું વચન છે વત્સ ! ફગાવી દે બધાં જ વિલંબને, આવી જા મારી સાથે, તારું હાર્દિક સ્વાગત છે.’’ Please try to listen, he is just telling us. Please try to follow him, wish you all the best. ૫૫ પરમ તારક પરમ આદેય શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. (સ્યાદ્વાદમય શ્રી જિનશાસનમાં કોઈ પરિસ્થિતિમાં વિલંબ યોગ્ય હોય, એવું પણ બની શકે. પણ એ સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ ભગવંતના માર્ગદર્શન અનુસાર હોય, તો યોગ્ય ઠરી શકે. સર્વ આરાધનાનો પાયો સમર્પણ છે. સદ્ગુરુને હંમેશા માથે રાખવા એ જ મોક્ષાર્થીનું અનન્ય કર્તવ્ય છે.) Page #56 -------------------------------------------------------------------------- ________________ 56 ડિલે ઇસ ડેન્જરસ Don't Miss સંયમ કબ હી મીલે? રાતે ખાતા પહેલા अप्पहियं कायव्वं 0 અમેરિકા જતા પહેલા हिन्दी बाल साहित्य * स्टोरी स्टोरी .लाइफ स्टाइल ऐन्जोय जैनीझम डायमंड डायरी Coming Soon 0 આ છે સંસાર પ્રાપ્તિસ્થાન - બાબુલાલ સરેમલજી સિદ્ધાચલ બંગ્લોઝ, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - 380005 Mobile - 9426585904 email - ahoshrut.bs@gmail.com