________________
ડિલે ઇસ ડેન્જરસ
૪૩
તું સાવ જ અંધારામાં રહ્યો છે, ને આજે જે અજવાળું મળ્યું છે એનો સમય એટલો નાનો છે કે એ ખજુઆ કે વીજળીના ચમકારા જેવું જ છે. એમાં તું પ્રમાદ કરીશ ને વિલંબમાં રહીશ તો પછી ગાઢ અંધારા સિવાય બીજું કાંઈ જ નહીં હોય. વીજળીના ચમકારાના પ્રકાશમાં સોયના કાણામાં દોરો નાંખી દેવાનો હોય તો જેટલો અપ્રમાદભાવ જોઈએ, જેટલી ઉતાવળ જોઈએ, જેટલી સમય-સૂચકતા જોઈએ, એટલી જ સમયસૂચકતાથી તારે કામ કરવાનું છે. જો તું એ કરી શકે તો તારું કામ થઈ ગયું. જો તું એ ન કરી શકે તો તારું કામ રહી ગયું. Delay is dangerous. વિલંબ એ એક પ્રકારની બેભાની છે. બેદરકારી છે. રોગની સભાનતામાં માણસની સ્થિતિ કેવી હોય છે ? કેટલો ઉચાટ...કેટલી ઉતાવળ. કેટલો રઘવાટ...