________________
૨૨
આની સામેનો છેડો એ છે
કે દોરડું પણ જો ગળા પર ભીંસાઈ જાય
તો એ સાપ બની શકે છે.
અથવા તો
દોરડાને સાપ માનીને
જે ગભરાઈને ભાગી છૂટે
એના માટે પણ એ સાપ જ છે.
વિલંબ એ ખરેખર વિકરાળ છે.
સાપ કરતા પણ વધુ વિકરાળ. અનંત પુણ્યના ઉદયથી થયેલી થોડી ધર્મભાવનાને
વિલંબ એવા ડંખ મારે છે,
કે એ ધીમે ધીમે મરી પરવારે છે.
ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથાસૂત્ર, અંતકૃદ્દશાસૂત્ર, અનુત્તરોપપાતિકદશાસૂત્ર જેવા આગમોમાં
એવી ઘટના આવે છે
જેમાં કોઈ પુણ્યાત્મા પ્રભુ પાસે સંયમસ્વીકારની ભાવનાને રજુ કરે છે,
એ દરેક પુણ્યાત્માને પ્રભુએ
એક હિતશિક્ષા આપી છે मा पडिबंध
તું ક્યાંય રાગ ન કરતો. અટવાતો કે મૂંઝાતો નહીં.
ડિલે ઇસ ડેન્જરસ