________________
ડિલે ઇસ ડેન્જરસ
એ માટે ચાલુ ટ્રેને ધક્કો મારીને બહાર ફેંકી દીધાં. જીવ તો બચી ગયો,
પણ શરીર સંયમજીવન માટે નકામું થઈ ગયું. આવા તો કેટકેટલા આત્માઓ છે,
જેમના વરઘોડાં ય નીકળેલા, કંકોત્રીઓ ય છપાયેલ
પણ આજે તેઓ સંસારમાં જ બેઠાં છે
ને આંસુ સારી રહ્યા છે.
વિલંબના દીકરાનું નામ આંસુ છે.
I don't say, કંકોત્રી વગેરેમાં ન જ પડવું, વાત તો એ છે,
કે જેને આપણે વિલંબ પણ ન કહીએ,
એનું ફળ પણ જો આવું હોઈ શકે,
તો પ્રમાદ અને ઢીલાશનું કેવું ફળ હોઈ શકે ?
૯૯ કરોડ સોનામહોરો
ને ૮ અપ્સરા જેવી કન્યાઓને છોડીને
સંયમજીવનને સ્વીકારનારા જંબૂસ્વામીએ પોતાની માતા પાસે
જ્યારે સંયમજીવનની અનુમતિ માંગી હતી
ત્યારે માતાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતાં,
દરેકે દરેક પ્રશ્નનો જંબૂકુમાર સચોટ જવાબ આપતા ગયાં.
ને છેવટે એમણે બે હાથ જોડીને કહ્યું,
“અનુમિત દો મોરી માવડી, ક્ષણ લાખેણી જાય રે...’’
લાખેણી એ વાસ્તવિકતા નથી
૫૧