________________
ડિલે ઇસ ડેન્જરસ
“વધાઈ હો...વધાઈ હો...વધાઈ હો... મહારાજાને ખૂબ ખૂબ વધાઈ હો... મહારાજ ! આપના પિતાજી...રાજા ઋષભ... એટલે કે...રાજર્ષિ ઋષભ એમના પાવન ચરણ કમળોથી વસુંધરાને પાવન કરતા કરતા આજે સાંજે આપણી તક્ષશિલા નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે અને ધ્યાનમાં પર્વત જેવા નિશ્ચલ ઊભા રહ્યા છે...” હજી તો ઉદ્યાનપાલકની વાત પૂરી થઈ છે,
ત્યાં તો મહારાજા બાહુબલિ ઊભા થઈ ગયા, ફક્ત એમના માથાનો મુગટ બાકી રહ્યો. ઉદ્યાનપાલકની પાછલી સાત પેઢીની સંપત્તિ ભેગી કરીએ એના કરતા અનેકગણી સંપત્તિ એની આગલી સાત પેઢીને મળી ગઈ. મહારાજા બાહુબલિના એક એક રોમ ટટ્ટાર થઈ ગયા છે. આંખોમાંથી ટપોટપ આનંદના અશ્રુઓ પડી રહ્યા છે.