________________
ડિલે ઇસ ડેન્જરસ
મારા આંગણે
પ્રભુ
પધાર્યા...
હું ધન્ય થઈ ગયો...કૃતાર્થ થઈ ગયો...
અત્યારે તો રાત છે,
કાલે સવારે વાજતે ગાજતે
આખા ય નગર સાથે
પ્રભુને વંદન કરવા જઈશ.
એમને જોઈને આ તરસી આંખોના
પારણા થઈ જશે,
એમની સ્તુતિ કરતા મારો કંઠ
ગદ્ ગદ્ થઈ જશે,
હું એમને વંદન કરવા ઝુકીશ
ને મારું આખું ય અસ્તિત્વ
એમના પ્રત્યે ઢળી પડશે.
મારા પરમ ઉપકારી...મારા પિતા...
મારા પ્રભુ..
બસ,
હું એમને અનિમેષ નયને જોયા જ કરીશ
જોયા જ કરીશ...
“મહામંત્રીને બોલાવો...’
મહારાજાનો આદેશ લઈને
મહામંત્રી કામે લાગ્યા.
આખી ય તક્ષશિલા નગરી ઇન્દ્રપુરીની જેમ શોભવા લાગી.
૩