________________
ડિલે ઇસ ડેન્જરસ
ઘેર ઘેર આનંદ છવાઈ ગયો. સવારે પહેરવાના કપડાં ને ઘરેણા.... જાજરમાન રથોની સાજ-સજ્જા.... ભગવાનને ધરવા માટેની ભેટ-સોગાદો... ધવલ-મંગલના ગીતોની પૂર્વતૈયારી.. છે તો મધરાત પણ આખી ય નગરીમાં મધ્યાહ્ન જેવી ચહલ-પહલ છે. મળસ્કે તો હાથીઓની ગર્જનાઓ ઘોડાઓની હણહણાટીઓ ને રથોની ઝાલરોના ઝણકારાઓએ આખી ય તક્ષશિલાને મુખરિત કરી દીધી વિરાટ ચતુરંગી સેના... હજારો ભાટ-ચારણો-ગીતકારો-નૃત્યકારો - સંગીતકારો-કલાકારો-હાસ્યકારો-ક્રીડાકારો ને લાખોના લાખો પ્રજાજનો સાથે મહારાજા બાહુબલિએ પ્રસ્થાન કર્યું. એક બાજુ સૂરજના સોનેરી કિરણો ચોમેર પ્રસરી રહ્યા છે, ને બીજી બાજુ મહારાજાના અંતરનું સ્વર્ણિમ સ્વપ્ન સાકાર થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે... એ દેખાય ઉદ્યાન...