________________
ડિલે ઇસ ડેન્જરસ
એ આવ્યું...એ આવ્યું...
હમણા પ્રભુના દર્શન થશે...
હમણા આ આંખો પાવન થશે...
બસ,
આવી ગયું ઉદ્યાન..
આમાં પ્રભુ ક્યાં હશે ?
આ પ્રશ્ન થતાની સાથે
નજર સામે ઉઘાનપાલ દેખાય છે... “પધારો મહારાજ પધારો... પ્રભુ આ બાજુ છે...''
મહારાજા બાહુબલિની પાછળ વિરાટ મેદની ચાલી રહી છે.
એ લાખો આંખોમાં
પ્રભુદર્શનની પ્યાસ તરવરી રહી છે...
“પધારો મહારાજ...આ બાજુ...
અરે,
પ્રભુ સાંજે તો અહીં જ હતા...
પ્રભુ ક્યાં જતાં...
ઓહ...આ પગલાં પરથી તો એવું લાગે છે, કે પ્રભુએ તો...’’
ઉદ્યાનપાલ જે ન બોલી શક્યો, એ ય મહારાજાને સંભળાઈ ગયું. એ ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યા...
૫