________________
ડિલે ઇસ ડેન્જરસ
અફસોસનો કોઈ પાર નથી
પણ
હવે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી.
બાહુબલિની આ ઘટના
આપણને આ જ સંદેશ આપે છે -
Delay is dangerous. अवाप्य धर्मावसरं विवेकी,
कुर्याद् विलम्बं न हि विस्तराय ।
यतो जिनस्तक्षशिलाधिपेन,
रात्रिं व्यतिक्रम्य न वन्दितश्च ॥
ધર્મનો અવસર મળી જાય,
પછી વિવેકીએ એમાં
લેશ પણ વિલંબ કરવા જેવો નથી.
પછી ભલે ને એ વિલંબ
એ ધર્મને વિસ્તૃતપણે કરવા માટે જ
કેમ ન હોય ?
તમે જોયું ને ?
તક્ષશિલાના સ્વામીએ
માત્ર એક રાત્રિનો વિલંબ કર્યો
ને પ્રભુને વંદન કરવાનું સૌભાગ્ય ગુમાવી દીધું.
વિલંબ એ એક જાતનું અજ્ઞાન છે અથવા તો મિથ્યાજ્ઞાન છે,
૭